For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યસભામાં હોબાળાથી દુઃખી ઉપસભાપતિ હરિવંશ રાખશે એક દિવસનો ઉપવાસ, PM મોદીએ કર્યુ આ ટ્વિટ

રાજ્યસભામાં થયેલા હોબાળાથી દુઃખી ઉપસભાપતિ હરિવંશ સિંહે ત્યારબાદ એક દિવસના ઉપવાસ પર બેસવાનો નિર્ણય કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ખેડૂતો સાથે જોડાયેલ બિલ માટે સતત વિપક્ષનો વિરોધ ચાલુ છે. આ દરમિયાન રાજ્યસભામાંથી સસ્પેન્ડ થયેલા 8 સાંસદોના મામલાએ તૂલ પકડ્યુ છે. કાલથી સસ્પેન્ડ કરાયેલ સાંસદો સંસદ પરિસરમાં બેઠા છે. આખી રાત તેમનુ પ્રદર્શન ચાલુ રહ્યુ. બધા સાંસદો ગાંધી પ્રતિમા પાસે ડટેલા છે. વળી, સસ્પેન્ડ કરાયેલ સાંસદોને મળવા મંગળવારે સવારે રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન હરિવંશ સંસદ પરિસર પહોંચ્યા અને તેમને ચા પણ આપી. પરંતુ ધરણા પર બેઠેલા સાંસદોએ ઉપસભાપતિ હરિવંશની ચા પીવાની ના પાડી દીધી.

parliament

રાજ્યસભામાં થયેલા હોબાળાથી દુઃખી ઉપસભાપતિ હરિવંશ સિંહે ત્યારબાદ એક દિવસના ઉપવાસ પર બેસવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુને પત્ર પણ લખ્યો છે. વળી, આ દરમિયાન પીએમ મોદીએ ઉપસભાપતિ હરિવંશની પ્રશંસા કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યુ - 'હરિવંશજી એ લોકો માટે ચા લઈને ગયા છે જેમણે તેમના પર હુમલો કર્યો અને અપમાનિત કર્યા. આ તેમની મહાનતા દર્શાવે છે.'

pm modi

તમને જણાવી દઈએ કે જ્યારે આજે સવારે ઉપસભાપતિ હરિવંશ સાંસદો પાસે ચા લઈને ગયા ત્યારે સાંસદોએ ચા પીવાની ના પાડી દીધી. ધરણા પર બેઠેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યુ - 'જ્યારે દેશના હજારો ખેડૂતો ભૂખ્યા-તરસ્યા રસ્તા પર આ કાળા કાયદાના વિરોધમાં છે ત્યારે અમે કોઈ સાથે વ્યક્તિગત સંબંધ કેવી રીતે નિભાવી શકીએ.'

આજે હોબાળો કરનાર વિપક્ષી સાંસદોને સલાહ આપીને વેંકૈયા નાયડુએ કહ્યુ - જે સાંસદ ધરણા પર બેઠા છે તેમના માટે ડેપ્યુટી ચેરમેન ખુદ સવારની ચા લઈને ગયા. આ તેમની માનવતા દર્શાવે છે, આ તેમના લોકતાંત્રિક મૂલ્યોને દર્શાવે છે. ઉપસભાપતિ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો એટલુ જ નહિ તેમને ગાળો પણ આપવામાં આવી. આ બધા છતાં તેમણે કહ્યુ કે જે થયુ તે જવા દો અને સવારે સાંસદો માટે ચા લઈને પહોંચ્યા. તેમણેલોકો સામે પોતાની પૂરી વાત નથી કહી કે તેમને કેટલી પીડા થઈ છે, જે તેમનુ મોટુ મન દર્શાવે છે, માટે મારી બધાને અપીલ છે કે સંસદની મર્યાદા જાળવી રાખો.

Video: કેવી રીતે લદ્દાખમાં ચીન બૉર્ડર પાસે ગરજી રહ્યુ છે IAFનુ રાફેલ જેટVideo: કેવી રીતે લદ્દાખમાં ચીન બૉર્ડર પાસે ગરજી રહ્યુ છે IAFનુ રાફેલ જેટ

English summary
Harivansh, the Deputy Chairman of Rajya Sabha has declared a one-day fast till tomorrow, PM Modi praises Harivansh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X