For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચંદીગઢની હરનાઝ સંધૂ બની મિસ યુનિવર્સ ઈન્ડિયા 2021, ઈઝરાયેલની સ્પર્ધામાં કરશે ભારતનુ પ્રતિનિધિત્વ

મિસ દિવા યુનિવર્સ ઈન્ડિયા 2021ના પરિણામ જાહેર થઈ ચૂક્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મિસ દિવા યુનિવર્સ ઈન્ડિયા 2021ના પરિણામ જાહેર થઈ ચૂક્યુ છે. ચંદીગઢની 21 વર્ષીય સુંદર યુવતી હરનાઝ સંધૂએ આ ખિતાબ પોતાના નામે કરી દીધો છે. હવે તે મિસ યુનિવર્સ 2021 સ્પર્ધામાં દેશનુ નેતૃત્વ કરશે. તમને જણાવી દઈએ કે મિસ યુનિવર્સ 2021 સ્પર્ધા આ વર્ષે ડિસેમ્બરમાં ઈઝરાયેલના ઈલિયટમાં આયોજિત કરવામાં આવશે. ગયા વર્ષે મેક્સિકોની એંડ્રિયા મેજાએ બ્રહ્માંડ સુંદરીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

હરનાઝ સિંધુ બની મિસ યુનિવર્સ ઈન્ડિયા 2021

હરનાઝ સિંધુ બની મિસ યુનિવર્સ ઈન્ડિયા 2021

ફાઈનલ રાઉન્ડમાં 6 સુંદરીઓએ ક્વૉલિફાઈ કર્યુ હતુ જેમાં અંકિતા સિંહ, દિવિતા રાય, હરનાઝ સંધૂ, રિતિકા ખતનાની, સોનલ કુકરેજા અને તારિણી કલિંગરાયરનુ નામ શામેલ હતુ પરંતુ બધાને પાછળ રાખીને હરનાઝ સંધૂએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2021નો ખિતાબ પોતાના નામે કરી લીધો. 30 સપ્ટેમ્બરે આયોજિત એક ભવ્ય સમારંભમાં બૉલિવુડ અભિનેત્રી કૃતિ સેનને હરનાઝ સંધૂને તાજ પહેરાવ્યો.

મિસ ચંદીગઢ 2017નો ખિતાબ

મિસ ચંદીગઢ 2017નો ખિતાબ

પંજાબની મૉડલ હરનાઝને એક્ટિંગ, સિંગિંગ, ડાંસિંગ, યોગા, સ્વિમિંગ, ઘોડેસવારી અને કુકિંગનો શોખ છે. તે આ પહેલા વર્ષ 2017માં ટાઈમ્સ ફ્રેશ ફેસ મિસ ચંદીગઢ 2017નો ખિતાબ પોતાના નામે કરી ચૂકી છે. વળી, ફેમિના મિસ ઈન્ડિયા પંજાબ 2019 પણ રહી ચૂકી છે અને તે પંજાબી ફિલ્મો યારા દિયા પૂબરન અને બાઈજી કુટ્ટુંગેમાં અભિનય પણ કરી ચૂકી છે. તેણે ચંદીગઢની સરકારી ગર્લ્સ કૉલેજમાંથી અભ્યાસ કર્યો છે અને તે હાલમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહી છે.

મિસ દિવા સુપરનેશનલ 2022

મિસ દિવા સુપરનેશનલ 2022

મિસ યુનિવર્સ ઈન્ડિયા 2021 સ્પર્ધામાં પૂણેની રિતિકા ખતનાનીને મિસ દિવા સુપરનેશનલ 2022 તરીકે તાજ પહેરાવવામાં આવ્યો હવે તે મિસ સુપરનેશનલ પેજન્ટના 13માં સંસ્કરણમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરશે. જયપુરની સોનલ કુકરેજાને LIVA મિસ દિવા ફર્સ્ટ રનર અપ પસંદ કરવામાં આવી. તમને જણાવી દઈએ કે સૌદર્ય સ્પર્ધાનુ આયોજન કોવિડ પ્રોટોકૉલનુ પાલન કરીને કરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધામાં 20 ફાઈનલિસ્ટોએ જાણીતા ફેશન ડિઝાઈનર અભિષેક શર્માના ડિઝાઈન કરેલા કપડા પહેર્યા હતા.

મલાઈકા અરોરાએ રેડ કાર્પેટ પર વિખેર્યા જલવા

મલાઈકા અરોરાએ રેડ કાર્પેટ પર વિખેર્યા જલવા

આ ભવ્ય કાર્યક્રમમાં ફેશન ઉદ્યોગ અને બૉલિવુડના લોકપ્રિય નામોએ ભાગ લીધો. વળી, બૉલિવુડની હૉટ બેબ મલાઈકા અરોરાએ રેડ કાર્પેટમાં પોતાના જલવા વિખેર્યા. આ કાર્યક્રમમાં મુખ્ય રીતે ફિલ્મ નિર્માતા અશ્વિની અય્યર તિવારી, ગાયક કનિકા કપૂર, વિશ્વ બિલિયર્ડઝ ચેમ્પિયન પંકજ અડવાણી, અભિનેતા અંગદ બેદી આકર્ષણના કેન્દ્રમાં રહ્યા. વળી, કાર્યક્રમનુ સંચાલન સચિન કુમ્ભરે કર્યુ હતુ.

English summary
Harnaaz Sandhu wins Miss Universe India 2021 title, will represent India at Miss Universe beauty pageant in Israel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X