For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ટિક-ટૉક પર ફેમસ આ એક્ટ્રેસને હરિયાણાની ચૂંટણીમાં ભાજપે ટિકિટ આપી

આ ટિક-ટૉક પર ફેમસ આ એક્ટ્રેસને હરિયાણાની ચૂંટણીમાં ભાજપે ટિકિટ આપી

|
Google Oneindia Gujarati News

હરિયાણાઃ પ્રદેશમાં 21 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. તમામ પાર્ટીએ વિધાનસભા સીટો પર ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે 90 સીટમાંથી 75 સીટો પર જીત પ્રાપ્ત કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. આના માટે ભાજપી ખેલાડીઓની સાથસાથ ટિક-ટૉક સ્ટાર અને ટીવી એક્ટ્રેસ સોનાલી સિંહ ફોગાટને પણ ટિકિટ આપવામાં આવી છે. સોનાલી ફોગાટ આદમપુર વિધાનસભા સીટથી ચૂંટણી લડશે. સોનાલીને ટિકિટ મળી હવાની જેવી ઘોષણા થઈ કે ટિક ટૉક પર તેના ફોલોઅર્સની સંખ્યા આપોઆપ વધી ગઈ.

આદમપુર સીટથી ઉમેદવાર હશે

આદમપુર સીટથી ઉમેદવાર હશે

સોનાલી સિંહ ફોગાટ કોંગ્રેસના નેતા કુલદીપ બિશનોઈ વિરુદ્ધ મેદાનમાં ઉતરી છે. પાછલી વખતે વિધાનસભા ચૂંટણીમાં કુલદીપ બિશ્નોઈને 47.1 ટકા મત મળ્યા હતા. જ્યારે આઈએનએલડીના ઉમેદવાર કુલવીર સિંહને 32.78 ટકા મત મળ્યા હતા. વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીમાં કુલદીપ હરિયાણા જનહિત કોંગ્રેસ પાર્ટીથી ઉમેદવાર હતા. પરંતુ વર્ષ 2016માં આ પાર્ટીનું કોંગ્રેસ સાથે મર્જર થયું હતું. જણાવી દઈએ કે આદમપુર સીટ પર કુલદીપ બિશ્નોઈ પહેલા તેમના પિતા પૂર્વ મુખ્યમંત્રી ભજન લાલ ધારાસભ્ય હતા. પૂર્વ મુખ્યમંત્રી ભજન લાલ આ સીટથી બે વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. પિતા બાદ કુલદીપ બિશ્નોઈએ આ સીટ પર જીત હાંસલ કરી હતી.

આવી રહી તેમની જિંદગી

આવી રહી તેમની જિંદગી

સોનાલી સિંહ ફોગાટ ફતેહાબાદ જિલ્લાના ભૂથાન ગામની રહેવાસી છે. હરિતાના રહેવાસી સંજય ફોગાટ સાથે તેમનાં લગ્ન થયાં હતાં. પરંતુ વર્ષ 2016માં સંજય ફોગાટનું તેમના ફાર્મ હાઉસમાં સંદિગ્ધ રીતે મોત થયું હતું. તે સમયે સોનાલી મુંબઈમાં હતી. જ્યારે સોનાલીની મોટી બહેને પણ સંજય ફોગાટના મોટા ભાઈ સાથે લગ્ન કર્યાં છે. સોનાલી સિંહ ફોગાટને સાત વર્ષની દીકરી છે.

એક્ટ્રેસ બનવા માંગતી હતી

એક્ટ્રેસ બનવા માંગતી હતી

સોનાલી એક્ટ્રેસ બનવા માંગતી હતી. પોતાના ટીવી કરિયરની શરૂઆત દરમિયાન તે દૂરદર્શન પર હરિયાણવી કાર્યક્રમ હોસ્ટ કરતી હતી. તેને સૌથી મોટો બ્રેક જી ટીવીના લોકપ્રિય શો અમ્મામાં મળ્યો. આ કાર્યક્રમમાં તેણીએ નવાબ શાહની પત્નીનો રોલ નિભાવ્યો હતો. આ સીરિયલ ભારત-પાકિસ્તાનના ભાગલા પર આધારિત હતું. સોનાલી સોશિયલ મીડિયા પર પણ ભારે લોકપ્રિય છે.

પાર્ટીમાં કેટલાય મુખ્ય પદ મળ્યા

પાર્ટીમાં કેટલાય મુખ્ય પદ મળ્યા

સોશિયલ મીડિયા એપ ટિકટૉક પર તેના ઘણા ફોલોઅર્સ છે. તે ભાજપ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. સાથે જ તે હરિયાણા, નવી દિલ્હી, ચંદીગઢના શેડ્યૂઅલ ટ્રાઈબ વિંગની ઈન્ચાર્જ છે. સોનાલી ભાજપ નેશનલ એક્ઝીક્યૂટીવ કમિટીની સભ્ય પણ છે. તેમણે ઝારખંડ અને મધ્ય પ્રદેશના આદિવાસી વિસ્તારોમાં કામ કર્યું છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાનો સોનિયા ગાંધી પર નિશાનો, કહ્યું- પાર્ટી છોડવાના દિવસો દૂર નથીમહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાનો સોનિયા ગાંધી પર નિશાનો, કહ્યું- પાર્ટી છોડવાના દિવસો દૂર નથી

English summary
Haryana Assambly Elections 2019: Bjp gave ticket to sonali singh fogat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X