Haryana elections 2024: કોંગ્રેસ ઉમેદવારની બીજી યાદી જાહેર, કોને-ક્યાંથી મળી ટિકિટ, જાણો આખુ લિસ્ટ

Haryana Assembly Elections 2024: કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં 9 ઉમેદવારોના નામ સામેલ કર્યા છે. આ યાદીમાં અનિરુદ્ધ ચૌધરી અને બલરામ ડાંગી ઉપરાંત 7 વધુ નામ સામેલ છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણીના ચૂંટણી જંગમાં કોંગ્રેસે 9 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 41 ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસે આ યાદીમાં ગુરુગ્રામથી મોહિત ગ્રોવરને ટિકિટ આપી છે, જ્યારે બાદશાહપુરથી વર્ધન યાદવ પર દાવ લગાવ્યો છે.

congress

જો કે કોંગ્રેસની પ્રથમ યાદીને લઈને લડાઈ હજુ સમાપ્ત થઈ નથી. આ દરમિયાન, પાર્ટીએ બીજી યાદી બહાર પાડી છે. કોંગ્રેસના આ ઉમેદવારોની યાદીમાં પૂર્વ ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા સામે ઉચાના કલાં વિધાનસભા સીટ પરથી બિરેન્દ્ર સિંહના પુત્ર બ્રિજેન્દ્ર સિંહનું નામ સામેલ છે.

પ્રથમ યાદી બાદ કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવેલી બીજી યાદીમાં 9 વિધાનસભા બેઠકો પર કોંગ્રેસે ઘણુ સમજી-વિચારીને ઘોષણા કરી હોય તેમ પ્રતિત થઈ રહ્યુ છે. જ્યાં કોંગ્રેસે મેહમથી બલરામ ડાંગી, થાનેસરથી અશોક અરોરા, ગનૌરથી કુલદીપ શર્મા, ઉચાના કલાંથી બ્રિજેન્દ્ર સિંહ, નાંગલ ચૌધરીથી મંજુ ચૌધરી, તોહાનાથી પરમવીર સિંહ, બાદશાહપુરથી વર્ધન યાદવ, ગુરુગ્રામથી મોહિત ગ્રોવરને મેદાનમાં ઉતાર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X