For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરિયાણા ચૂંટણીઃ આ 5 બાબા પાસે ભક્તોનો જબરો વોટ બેંક, બાજી પલટાવી શકે

હરિયાણા ચૂંટણીઃ આ 5 બાબા પાસે ભક્તોનો જબરો વોટ બેંક, બાજી પલટાવી શકે

|
Google Oneindia Gujarati News

દિલ્હીઃ હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તરીખોની ઘોષણા થઈ ચૂકી છે અને અહીં હવે સૌની નજર રાજ્યના તાકતવર સાધુ સંતોના ડેરા પર પણ છે જેમની પાસે ભક્તોનો તગડો વોટ બેંક ગમે તેને હરાવી કે જીતાવી શકે છે. આ કારણે નેતા આવા બાબાઓના દરબારમાં ચૂંટણીલક્ષી આશિર્વાદ લેવા જતા હોય છે. માત્ર હરિયાણાના નેતા જ નહિ બલકે રાષ્ટ્રીય સ્તરના નેતાએ પણ આ બાબાઓના દરબારમાં હાજરી લગાવતા હોય છે. હરિયાણાના બે પ્રભાવશાળી બાબા, રામપાલ અને રામરહીમ હાલ જેલમાં છે પરંતુ આ બંને ન હોવા પર અન્ય બાબાઓની રાજનૈતિક તાકાતમાં વધારો થયો છે. આવે આવા કેટલાક બાબાઓ વિશે જાણીએ જે આ વખતે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ ઉમેદવારની જીત કે હારમાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.

બાબા બાલક નાથ

બાબા બાલક નાથ

રાજસ્થાનમાં અલવરના સાંસદ બાબા બાલક નાથ હરિયાણાના રોહતક-દિલ્હી રોડ સ્થિત બાબા મસ્તનાથ વિશ્વવિદ્યાલયના ચાંસલર છે. રોહતક અને જિંદ વચ્ચે મસ્તનાથ ડેરા છે જેના ઘણા અનુયાયી નાથ સમુદાયના છે જે દેશભરમાં ફેલાયેલા છે. બાબા બાલક નાથ યાદવ સમુદાયથી આવે છે. પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સાથે તેમના નજીકના સંબંધો છે.

કાલીદાસ મહારાજ

કાલીદાસ મહારાજ

રોહતક જિલ્લાના સાંપલામાં કાલીદાસ મહારાજનો ડેરા છે. તેમના વિશે જણાવવામાં આવે છે કે માત્ર નારિયણનું પાણી પીને જીવે છે. 2017માં અમિત શાહ તેમના ડેરામાં આવ્યા હતા. સીએમ મનોહર લાલ ખટ્ટર અને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત કેટલાય મોટા ભાજપી નેતા પણ ડેરા પર આવી ચૂક્યા છે. કાલિદાસ મહારાજ ડેરામાં ભાજપના બેનર હેઠળ કેટલાય કાર્યક્રમ કરાવતા રહે છે. તેમના વિશે કહેવામાં આવે છે કે પ્રધાનમંત્રી મોદી સુધી તેમની પહોંચ છે.

બાબા કપિલ પુરી

બાબા કપિલ પુરી

રોહતક શહેરમાં જ ગૌકરણ ધામ ડેરા છે જેના મુખ્યા બાબા કપિલ પુરી છે. પંજાબી સમુદાયથી આ ડેરાના ઘણા અનુયાયી છે. કપિલ પુરનો ઝુકાવ કોંગ્રેસ તરફ હોવાનું માનવામાં આવે છે અને ભૂપેન્દ્ર હુડ્ડાના તેઓ નજીકના હોવાનું પણ જણાવવામાં આવે છે. બાબા દાવો કરે છે કે રાજનીતિમાં તેમને કોઈ રસ નથી પણ તેઓ કોઈપણ પાર્ટીની ટિકિટ મેળવી શકે તેટલા સક્ષમ છે.

બાબા કરણ પુરી

બાબા કરણ પુરી

રોહતકમાં પંજાબી સમુદાયના લોકો પર કરણ પુરીનો જબરો પ્રભાવ છે. તેઓ બાલક પુરી ડેરાના મુખ્યા છે અને આ ડેરા ડબલ ફાટક ક્ષેત્રમાં છે. આ ડેરામાં ભાજપી નેતા આવતા રહે છે અને બાબા પણ ભાજપી નેતાના કાર્યક્રમોમાં હાજરી આપતા જોવા મળે છે. જણાવવામાં આવે છે કે પંજાબી સમુદાયના લોકો બે ડેરામાં વહેંચાયેલા છે. બાબા કપિલ પુરી અને બાબા કરણ પુરી, બંનેના હજારો અનુયાયી છે.

મહંત સતીશ દાસ

મહંત સતીશ દાસ

મહંત સતીશ દાસ પહેલા ભારતીય રાષ્ટ્રીય લોક દળમાં હતા પરંતુ બાદમાં તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા. 2014ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ રાષ્ટ્રીય લોક દળની ટિકિટ પર મહમ ક્ષેત્રથી ચૂંટણી લડ્યા તા અને ત્રીજા સ્થાન પર રહ્યા હતા. રોહતકના મહમ એરિયામાં જ તેમનો ડેરા છે. મહમના ગામના લોકો તેમના અનુયાયી છે અને તેમના પર પ્રભાવ છે.

INX Media Case: પી ચિદમ્બરમની જ્યૂડિશિયલ કસ્ટડી 17 ઓક્ટોબર સુધી લંબાવાઈINX Media Case: પી ચિદમ્બરમની જ્યૂડિશિયલ કસ્ટડી 17 ઓક્ટોબર સુધી લંબાવાઈ

English summary
haryana assembly elections: these babas has huge vote bank of followers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X