For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરિયાણા કોંગ્રેસમાં ઘમાસાન, 5 કરોડમાં ટિકિટ વેચવાનો આરોપ

હરિયાણા કોંગ્રેસમાં ટિકિટ વિતરણને લઈને હોબાળો મચ્યો છે. બુધવારે હરિયાણા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અશોક તંવર અને તેના સમર્થકોએ દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયની બહાર પ્રદર્શન કર્યું.

|
Google Oneindia Gujarati News

હરિયાણા કોંગ્રેસમાં ટિકિટ વિતરણને લઈને હોબાળો મચ્યો છે. બુધવારે હરિયાણા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અશોક તંવર અને તેના સમર્થકોએ દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયની બહાર પ્રદર્શન કર્યું. તંવરનો આરોપ છે કે કોંગ્રેસ જૂના લોકોને અવગણી રહી છે અને નવા જોડાનારા લોકોને ટિકિટ આપી રહી છે. આટલું જ નહીં, તંવરે પાર્ટી પર 5 કરોડમાં ટિકિટ વેચવાનો આરોપ પણ લગાવ્યો છે. તંવરના સમર્થકો ભૂતપૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડા, ગુલામ નબી આઝાદ સહિતના ઘણા નેતાઓ સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

હરિયાણાના કોંગ્રેસ પ્રભારી ગુજામ નબી આઝાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર

હરિયાણાના કોંગ્રેસ પ્રભારી ગુજામ નબી આઝાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર

અશોક તંવરના સમર્થકો સવારથી જ કોંગ્રેસના મુખ્યાલય સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તંવર પોતે બપોર પછી ત્યાં પહોંચ્યા હતા. આ પછી, અશોક તંવરે પણ કાર ઉપર ચઢી સૂત્રોચ્ચારમાં સમર્થકોને ટેકો આપ્યો હતો. પ્રદર્શનકારીઓએ ત્યાં ભૂતપૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હૂડા, તેમના પુત્ર દિપેન્દ્રસિંહ હૂડા અને કોંગ્રેસના હરિયાણા પ્રભારી ગુજામ નબી આઝાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. અશોક તંવરે કહ્યું કે આજે રાજકારણ હત્યા કરવાની કોશિશ છે. તેમણે પાર્ટીના નેતૃત્વ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જ્યારે ભાજપમાં ધારાસભ્યોની ટિકિટ કટ થઇ શકે છે, તો પછી આ નિકમ્મા ધારાસભ્યોની કેમ નહીં કાપી શકાય.

સોહના વિધાનસભાની ટિકિટ પાંચ કરોડમાં વેચવામાં આવી

સોહના વિધાનસભાની ટિકિટ પાંચ કરોડમાં વેચવામાં આવી

તેમણે કહ્યું, 'પાંચ વર્ષ સુધી અમે કોંગ્રેસ માટે સમર્પિત રહ્યા છે. હરિયાણાનું નેતૃત્વ પૂર્ણ થયું છે. અમે પાર્ટીને સમર્પિત રહ્યા પરંતુ ટિકિટ એવા લોકોને આપવામાં આવી રહી છે જેઓ અગાઉ કોંગ્રેસની ટીકા કરતા હતા અને હાલમાં જ પાર્ટીમાં જોડાયા છે. તંવરે દાવો કર્યો હતો કે સોહના વિધાનસભાની ટિકિટ પાંચ કરોડમાં વેચાઇ છે. તેમણે કહ્યું, અમે પરિસ્થિતિને સારી કરીશું. જો ટિકિટ ખોટી રીતે વિતરિત કરવામાં આવી છે, તો તેમણી જીત પણ થઇ શકશે નહીં.

'મેં છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં પાર્ટીને લોહી અને પરસેવાથી સિંચી છે'

તંવરે કહ્યું કે હરિયાણામાં ભાજપ સરકારની રચના નહોતી થઈ પરંતુ બનાવવામાં આવી હતી. તેમણે કહ્યું, 'આજે ભાજપના 14 ધારાસભ્યો એવા છે જેમને કોંગ્રેસમાંથી છૂટા કર્યા હતા. સાત સાંસદ છે જેમનું બેકગ્રાઉન્ડ કોંગ્રેસનું રહ્યું છે. ભાજપે મને 6 વખત ઓફર કરી પણ મેં ક્યારેય સ્વીકારી નહીં. છેલ્લા 5 વર્ષમાં મેં રાજ્યમાં પાર્ટીને લોહી અને પરસેવાથી સિંચી છે. રાજસ્થાનમાં નેતૃત્વને ખતમ કરવામાં આવી રહ્યું છે. અમે હંમેશાં અમારી પાર્ટીને સમર્પિત રહીએ છીએ.

આ પણ વાંચો: ગાંધી જયંતિ પર અભિનેતા પ્રકાશ રાજનું આ ટ્વિટ થઈ રહ્યુ છે વાયરલ

English summary
Haryana Congress leader accused of selling tickets for 5 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X