હરિયાણામાં દલિત યુવતિ પર સામૂહિક બળાત્કાર ગુજારી બનાવ્યો MMS

પોલીસે આ મુદ્દે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દિધી છે. પોલીસે પીડિતાને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં મોકલી આપી દિધી છે. આરોપીઓની ધરપકડ માટે સંભવિત જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે હરિયાણામાં દલિતો પર અત્યાચારની ઘટનાઓ વધી રહી છે. યાદ હોય તો થોડાં દિવસો અગાઉ પૂર્વ હિસાર જિલ્લામાં એક દલિત કિશોરી પર સામૂહિક બળાત્કાર ગુજારી તેના અશ્લિલ ફોટા અને વીડિયો જાહેર થવાની ધમકીથી ડરીને છોકરીના પિતાએ આત્મહત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે અને વહિવટીતંત્રએ કડક કાર્યવાહી કરવાનો દિલાસો આપ્યો હતો.












Click it and Unblock the Notifications
