Haryana Election 2024 : હરિયાણાની આ સીટો પર કાંટાની ટક્કર, જુઓ લિસ્ટમાં કયા કયા નામ?
Haryana Assembly Election 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. આ ચૂંટણીમાં બીજેપી-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
હરિયાણામાં છેલ્લા કેટલાક સમયમાં કોંગ્રેસે શાનદાર એન્ટ્રી મારી છે. આ જ કારણ છે કે ઘણી એવી સીટો છે જેના પર કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

ગઢી સાંપલા કિલોઈ
ગઢી સાંપલા કિલોઈ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાનો ગઢ છે. જાટ સમુદાય હરિયાણાની વસ્તીના 25 ટકા હિસ્સો ધરાવે છે અને તે દેસવાલી પટ્ટાનો મધ્ય ભાગ છે, જેમાં રોહતક, ઝજ્જર અને સોનીપત જિલ્લાઓનો સમાવેશ થાય છે. અહીંથી ભૂપેન્દ્ર હુડ્ડા સામે ભાજપે ગેંગસ્ટર રાજેશ હુડ્ડાની પત્ની મંજુ હુડાને મેદાનમાં ઉતાર્યા છે.
તોશામ બેઠક
તોશામ સીટ બીજા નંબરની ચર્ચિત સીટ છે. કોંગ્રેસે ક્રિકેટ પ્રશાસકમાંથી રાજકારણી બનેલા અનિરુદ્ધ ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે તો ભાજપે શ્રુતિ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક હરિયાણાના દિવંગત પૂર્વ મુખ્યમંત્રી બંસી લાલના પિતરાઈ ભાઈના પૌત્ર અને પૌત્રી અહીંથી ચૂંટણી લડ્યા છે.
અંબાલા કેન્ટ
અંબાલા કેન્ટથી ભાજપના શક્તિશાળી નેતા અનિલ વિજ ચૂંટણી લડી રહ્યાં છે અને છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. અનિલ વિજે 2023 માં નૂહ હિંસા સમયે હરિયાણાના ગૃહ મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો. જો કે તેઓ વર્તમાન નાયબ સિંહ સૈની કેબિનેટથી દૂર છે. કોંગ્રેસે આ સીટ પર પરવિંદર સિંહ પરીને મેદાનમાં ઉતાર્યા છે.
લાડવા વિધાનસભા
લાડવા વિધાનસભા સીટ નાયબ સિંહ સૈનીની સીટ છે. મનોહર લાલના રાજીનામા બાદ કરનાલથી પેટાચૂંટણીમાં નાયબ સિંહ સૈની વિધાનસભામાં ચૂંટાયા હતા. નાયબ સૈની તેમની કરનાલ બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા હતા પરંતુ ભાજપે તેમને લાડવાથી મેદાનમાં ઉતાર્યા, જે ભાજપની સૌથી સુરક્ષિત બેઠક માનવામાં આવે છે.
બદલી સીટ
બદલી વિસ્તારમાંથી ભાજપે ભાજપના પૂર્વ અધ્યક્ષ ઓમપ્રકાશ ધનખરને મેદાનમાં ઉતાર્યા છે, જે જાટ નેતા છે અને પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે. 2014માં આ સીટ જીતનાર ધનખર 2019માં કોંગ્રેસના કુલદીપ વત્સ સામે હારી ગયા હતા, જે પોતાની સીટ જાળવી રાખવા માટે આ વિધાનસભા ચૂંટણી લડી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
