Haryana Election 2024 : હરિયાણામાં કૃષિ કાયદા બીજેપી માટે રસ્તાનો રોડો બનશે? જાણો કેમ મુશ્કેલી વધી રહી છે?
Haryana Assembly Election 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બીજેપી માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતી સર્જાઈ છે. ખેડૂત વિરોધી નીતિઓને કારણે લોકસભા ચૂંટણી હાર્યા બાદ હવે બીજેપી હરિયાણા હારે તેવી સ્થિતી સર્જાઈ છે.
ખેડૂત વિરોધી નીતિઓને કારણે બીજેપીને લોકસભા ચૂંટણીમાં મોટો ઝટકો મળ્યા બાદ પણ કંગના રનૌત જેવા લોકો ખેડૂત વિરોધી નિવેદનો બંધ નથી કરી રહ્યાં છે. આ નિવેદનો બીજેપી માટે મુશ્કેલી વધારી રહ્યા છે.

હાલમાં જ કંગનાએ કહ્યું છે કે સરકારે પાછા લીધેલા કૃષિ કાયદા લાગુ કરવા ખેડૂતોએ માંગ કરવી જોઈએ. આ નિવેદન બાદ બીજેપીમાં ખલબલી મચી ગઈ છે. માંડ માંડ ચૂંટણીમાં રહેલી બીજેપીને આ નિવેદને મોટુ નુકસાન પહોંચાડી દીધુ છે.
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન કેન્દ્રીયમંત્રી મનોહર લાલ ખટ્ટર અને હિમાચલ પ્રદેશથી સાંસદ કંગના રનૌતના ખેડૂતોના આંદોલન અને કૃષિ કાયદાઓ પરના નિવેદનો પર કોંગ્રેસ સતત હમલાવર છે.
કોંગ્રેસે બીજેપી નેતાઓના આ નિવેદનને મુદ્દો બનાવી લીધો છે. સુપ્રિયા શ્રીનેતે કંગના રનૌતના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે તો પવન ખેડાએ મનોહર લાલ ખટ્ટરના નિવેદનની ઝાટરણી કાઢી છે.
આ નિવેદનો બાદ હંગામો સર્જાતા બીજેપીએ કંગના રનૌતના નિવેદનથી કિનારો કરી લીધો છે અને તેનું અંગત નિવેદન ગણાવ્યુ છે. આ હંગામો એટલો વધ્યો છે કે કંગનાએ માફી પણ માંગવી પડી છે.
મનોહર લાલ ખટ્ટરે એક ઈન્ટરવ્યુમાં અને ત્યારબાદ અંબાલામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતો એક મહોરૂ છે, કારણ કે ખેડૂતોનું કામ હોય છે ખેતી કેવી રીતે કરવી અને આવક રીતે વધારવી. સારી ખેતી કરીને તેમની આવક થાય છે.
એક જૂથ સરકાર વિરુદ્ધ આંદોલન ચલાવવા માંગે છે. તેમણે કહ્યું કે અમે હરિયાણામાં ખેડૂતો માટે ઘણા કામ કર્યા છે તેથી જ હરિયાણાના ખેડૂતો વિરોધ નથી કરતા. આ નિવેદન બાદ વિપક્ષી નેતાઓ અને લોકોમાં ગુસ્સો છે.
જણાવી દઈએ કે, આ નિવેદનો બીજેપી માટે મુશ્કેલી વધારશે તે નક્કી છે. 700 થી વધુ ખેડૂતોના જીવ લેનારા કાયદાને લઈને બયાનબાજી બીજેપીને ભારે પડી શકે છે.












Click it and Unblock the Notifications
