For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરિયાણા ચૂંટણી પરિણામઃ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બોલ્યા, ભાજપને નકારી ચૂક્યો છે જનમત

હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો પર દરેકની નજરો ટકેલી છે. આ દરમિયાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કુમારી શૈલજાએ ભાજપ પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો પર દરેકની નજરો ટકેલી છે. આ દરમિયાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કુમારી શૈલજાએ ભાજપ પર નિશાન સાધ્યુ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યુ કે હરિયાણામાં જનાદેશે ભાજપને નકારી દીધો છે. સાથે જ તેમણે આને ભાજપની નૈતિક હાર પણ ગણાવી છે. શૈલજાએ ટ્વીટ કરીને કહ્યુ, હરિયાણાના જનાદેશથી સ્પષ્ટ છે કે જનમત ભાજપને નકારી ચૂક્યુ છે. આ ભાજપની ચૂંટણી હાર સાથે જ નૈતિક હાર પણ છે. કોંગ્રેસ પ્રદેશમાં સરકાર બનાવવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીના રુઝાનો અનુસાર રાજ્યની 90માંથી 37 સીટો પર ભાજપ આગળ ચાલી રહી છે.

kumari selija

જો કોંગ્રેસની વાત કરીએ તો પાર્ટી 32 સીટો પર આગળ ચાલી રહી છે. જો કે ભાજપે જેટલુ સારુ પ્રદર્શન કરવાની આશા રાખી હતી તેટલુ સારુ પ્રદર્શન તે નથી કરી રહી. હરિયાણામાં ભાજપ હજુ પણ બહુમતના આંકડાથી પાછળ ચાલી રહ્યુ છે. વળી, ઈનેલોની સ્થિતિ પણ હાલમાં ઠીક નથી. રાજ્યમાં 90 વિધાનસભા સીટો માટે 21 ઓક્ટોબરના રોજ મતદાન થયુ હતુ. આ પહેલા શૈલજાએ દાવો કરતા કહ્યુ હતુ કે તેમની પાર્ટી રાજ્યમાં આગામી સરકાર બનાવશે. તેમણે કહ્યુ હતુ, હું પૂરા વિશ્વાસ સાથે કહી શકુ છુ કે કોંગ્રેસ પાર્ટી હરિયાણામાં આગામી સરકાર બનાવવા જઈ રહી છે. તેમણે કહ્યુ હતુ કે તેમની પાર્ટી રાજ્યની 90માંથી 45 સીટો પર જીત મેળવશે.

તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યુ હતુ કે, 'તે રાષ્ટ્રીય મુદ્દાઓથી લોકોનુ ધ્યાન વળાવી રહી છે અને બેરોજગારી, અર્થવ્યવસ્થા, ખેડૂતોની સમસ્યા અને બગડતો કાયદો વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર વાત નથી કરી રહ્યા.' શૈલજાએ કહ્યુ હતુ કે, 'ભાજપમાં આત્મ વિશ્વાસની કમી હતી અને તેણે પાર્ટીના બધા મોટા નેતાઓને પ્રચારમાં ઉતારી દીધા હતા. આમાંથી કોઈએ પણ સ્થાનિક મુદ્દાઓ વિશે વાત કરી નહોતી.'

આ પણ વાંચોઃ હરિયાણા વિધાનસભા ચૂંટણી: તો શું આ કારણોસર સત્તાથી દૂર જતુ દેખાઈ રહ્યુ છે ભાજપ?આ પણ વાંચોઃ હરિયાણા વિધાનસભા ચૂંટણી: તો શું આ કારણોસર સત્તાથી દૂર જતુ દેખાઈ રહ્યુ છે ભાજપ?

English summary
Haryana Election Results 2019, INC Haryana chief kumari selija attack on bjp.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X