• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video: બે બહેનોએ છેડતી કરનાર યુવકની કરી ધોલાઇ, 3ની ધરપકડ

By Kumar Dushyant
|

રોહતક, 1 ડિસેમ્બર: અહી અદમ્ય સાહસનો પરિચય આપતાં કોલેજ જનાર બે બહેનોએ બસમાં છેડતી કરનાર યુવકોની જોરદાર ધોલાઇ કરી જ્યારે બાકીના યાત્રીઓને ખબર હોવાછતાં અજાણ્યા બનીને બેસી રહ્યાં. બંને બહેનોએ જ્યારે આરોપીઓ સાથે સામનો થયો ત્યારે તેમણે પાઠ ભણાવવાની હિંમત કરી. તેમાંથી એક છોકરીએ કથિત રીતે શીલભંગ કરવાને લઇને યુવકોની બેલ્ટ વડે ધોલાઇ કરી.

એક મુસાફરે આ ઘટનાક્રમને પોતાના મોબાઇલ ફોન વડે રેકોર્ડિંગ કરી લીધો અને તે વીડિયો ટેલિવિઝન તથા સોશિયલ મીડિયા પર ફેલાઇ ગયો. વીડિયોમાં છોકરીઓ લાત-મુક્કા અને બેલ્ટ વડે છેડતી કરનારાઓની ધોલાઇ કરતી જોવા મળી રહી છે અને આરોપીઓ મુંગા બની ગયા. પોલીસે આજે જણાવ્યું હતુંક એ તેને આ ઘટનાના મુદ્દે ત્રણ યુવકો વિરૂદ્ધ કેસ દાખલ કરી લીધો. ત્યારબાદ ત્રણેય યુવકોની ધરપકડ કરી લેવામાં આવી.

આરોપીઓની ઓળખ કુલદીપ, મોહિત અને દિપક તરીકે કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓ વિરૂદ્ધ આઇપીસી કલમ 354: હુમલો અથવા મહિલાની ગરિમાને નુકશાન પહોંચાડવાની મંશાથી આપરાધિક બળ પ્રયોગ અને કલમ 323 જાણીજોઇને નુકશાન પહોચાડવા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

bus

છોકરીઓએ પોલીસમાં ફરિયાદ કરી છે શુક્રવારે જ્યારે તે હરિયાણા રોડવેજની બસ દ્વારા કોલેજ જઇ રહી હતી ત્યારે કેટલાક યુવકોએ તેમની સાથે છેડતી કરી. ટિપ્પણી કરતાં એક આરોપી તેમને મારવા લાગ્યો. છોકરીઓએ હિંમત હાર્યા વિના તેને પાઠ ભણાવ્યો. જો કે સહયાત્રીઓએ તેમને કોઇપણ પ્રકારની મદદ ન કરી. પોલીસે જણાવ્યું કે એક છોકરીએ તો આરોપીની બેલ્ટ વડે ધોલાઇ કરી. તેમાંથી એક છોકરીએ જણાવ્યું કે તેમણે અમને ધમકી આપી અને અમારી ગેરવર્તણૂક કરી. તેમાંથી એકે મારી મારી બહેન ખોટી રીતે અડપલાં કર્યા.

તેમણે અશ્લીલ ઇશારા કરવાનું શરૂ કર્યું, બોલાચાલી બાદ આ છોકરાઓમાંથી એકે પોતાના મિત્રને કહ્યું કે તે અમને મારે. એકે મારી બહેનને મારી જો કે મારી બહેને તેનો હાથ પકડી લીધો. આ છોકરીએ જણાવ્યું હતું કે, ત્યારબાદ મેં મારો બેલ્ટ કાઢ્યો અને તેમને ફટકાર્યા. જ્યારે બસ ધીમી પડી તો તેમણે અમને બસમાંથી ધક્કો મારી દિધો. આ દરમિયાન બંને બહેનોના પિતાએ આરોપ લગાવ્યો છે કે પંચાયત દ્વારા તેમના પર આ વાતને લઇને દબાણ કરવામાં આવી રહ્યું છે કે છોકરીઓ ફરિયાદ પાછી ખેંચી લે. બીજી તરફ રોહતક પોલીસ અધીક્ષક શશાંક આનંદે જણાવ્યું કે આ દેશની બહાદુર છોકરીઓ છે અને અમે તેમની સાથે છીએ.

બંને બહેનોના માતા-પિતા હરિયાણા પોલીસ સમક્ષ દાખલ કરવામાં આવેલી પ્રાથમિકીમાં જણાવ્યું કે છેડતી કરનાર યુવક રોહતકમાં કંસાલા ગામમાં ઉતર્યા હતા. આ દરમિયાન રોહતક પોલીસના એસએચઓ ગજેન્દ્ર સિંહે જણાવ્યું કે આરોપીઓ વિરૂદ્ધ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમણે સાથે જ કહ્યું કે પોલીસને આવા કેસમાં મજબૂતીથી વર્તવું જોઇએ. તેમણે કહ્યું અમે ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી લીધી છે, તપાસ ચાલુ છે આ અફસોસજનક છે કે કોઇપણ છોકરીઓની મદદ માટે આગળ આવ્યું નહી. આવા કેસમાં કડકાઇપૂર્વક વર્તવુ અમારી ફરજ છે.

આ ઘટના પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતાં મહિલા અધિકાર કાર્યકર્તા આભા સિંહે કહ્યું, આ કલમ 354 એ હેઠળ ગુનો છે. આ બિનજામીનપાત્ર ગુનો છે. ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવી જોઇએ. બસમાં હાજર લોકો છોકરીઓની મદદ માટે આગળ આવ્યા નહી. આપણે કાયદામાં એવો સુધારો કરવો જોઇએ કે જે લોકો છેડતીનો શિકાર બનેલી છોકરીઓની મદદ કરતા નથી તેમને પણ દંડિત કરવામાં આવે.

આ ઘટના પર ટિપ્પણી કરતાં રાષ્ટ્રીય મહિલા કમિશનની અધ્યક્ષ લલિતા કુમારમંગલમે કહ્યું 'હું છોકરીઓને શુભેચ્છા આપવા માંગીશ અને તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા માટે કહીશ. છેડતી કરનારા વિરૂદ્ધ ખૂબ ઓછી છોકરીઓ હિંમત કરે છે. સરકારે કાર્યવાહી કરવી જોઇએ. હું દરેક ભારતીયને અપીલ કરીશ કે તે આગળ આવે અને મદદ કરે.

English summary
The Haryana Police, finally acting in the incident in which two sisters from Haryana's Rohtak town took on three molesters in a moving bus as the other passengers remained mute spectators, on Sunday arrested all three youths.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more