For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હસીન જહાં હાઇકોર્ટ પહોંચી, પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્નીએ ફરી એકવાર તેમના માટે મુસીબત ઉભી કરી દીધી છે. ખરેખર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ અલ્હાબાદ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી છે

|
Google Oneindia Gujarati News

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્નીએ ફરી એકવાર તેમના માટે મુસીબત ઉભી કરી દીધી છે. ખરેખર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ અલ્હાબાદ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જેમાં તેમને મોહમ્મદ શમીના ઈશારે તેમના પર ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો છે. હાઇકોર્ટે હસીન જહાંની અરજી સ્વીકાર કરીને તેના પર સુનાવણી શરુ કરી દીધી છે. આ મામલે રાજ્ય સરકાર પાસેથી જાણકારી માંગવામાં આવી છે. આ અરજી પર આગળની સુનાવણી 18 જુલાઈ દરમિયાન થશે. આ પહેલા રાજ્ય સરકારે તેમનો જવાબ દાખલ કરવો પડશે.

પોલીસે ગેરવર્તણૂક કરી

પોલીસે ગેરવર્તણૂક કરી

હસીન જહાં ઘ્વારા જણાવવામાં આવ્યું કે 28 એપ્રિલ 2019 દરમિયાન તેઓ પોતાની દીકરી અને મેડ સાથે અમરોહા ગઈ હતી અને ત્યાં પોતાના બેડ પર આરામ કરી રહી હતી. ત્યારપછી તેના પતિ મોહમ્મદ શમી અને તેના પરિવારના કહેવા પર રાત્રે લગભગ 8 વાગ્યે એસએચઓ દેવેન્દ્ર કુમાર પોલીસ સાથે આવ્યા અને તેની આવવાના કારણ સહીત કેટલીક પૂછપરછ કરી અને પાછા ચાલ્યા ગયા. પરંતુ રાત્રે 12 વાગ્યે પોલીસ ફરી આવી અને દરવાજો ઠોકવા લાગી, જયારે તેને દરવાજો ખોલ્યો ત્યારે પોલીસ રૂમમાં દાખલ થઈને ગાળાગાળી કરવા લાગી. રાત્રે તેને દીકરી સાથે પોલીસ ચોકી લઇ આવ્યા અને આખી રાત તેને ચોકીમાં બેસાડી રાખી.

અદાલતમાં શુ અપીલ કરી

અદાલતમાં શુ અપીલ કરી

હસીન જહાં ઘ્વારા અદાલતમાં જણાવવામાં આવ્યું કે તેને તેના વકીલ સાથે સંપર્ક પણ નહીં કરવા દેવામાં આવ્યો અને તેના પરિવારને સૂચના પણ નહીં આપવામાં દેવામાં આવી. આખી રાત તેને પોલીસ ચોકીમાં બેસાડીને શારીરિક અને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવી. પોલીસે તેની સાથે ખોટો વર્તાવ કર્યો છે. હસીન જહાં ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે મોહમ્મદ શમીના કહેવા પર આવું કરવામાં આવ્યું છે.

પોલીસ પર અત્યાચાર કરવાનો આરોપ

પોલીસ પર અત્યાચાર કરવાનો આરોપ

હસીન જહાંને કહ્યું કે આખરે યોગી સરકાર તેની હાલત કેમ નથી જોઈ રહી? તેઓ બેટી બચાઓ, બેટી પઢાઓ કહે છે, હું પણ એક દીકરી છું, મારી સાથે કેવો વર્તાવ કરવામાં આવી રહ્યો છે. રાત્રે 12 વાગ્યે મને મારા પલંગથી ખેંચીને ધક્કા મારીને લાવવામાં આવી છે, મારા હાથમાંથી ફોન ખેંચી લેવામાં આવ્યો. મારો ગુનો શુ છે?

બીજી મહિલાઓ સાથે સંબંધ રાખવાનો આરોપ

બીજી મહિલાઓ સાથે સંબંધ રાખવાનો આરોપ

આપણે જણાવી દઈએ કે પત્ની હસીન જહાં ઘ્વારા ક્રિકેટર મોહમ્મદ શમી પર બીજી મહિલાઓ સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેને તેમની વાતચીત ના સ્ક્રીન શોટ પણ સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરી દીધા હતા. હસીન જહાં ઘ્વારા શમી અને તેના પરિવાર પર તેને મારવાની કોશિશ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

જૂન 2014 દરમિયાન થયા હતા લગ્ન

જૂન 2014 દરમિયાન થયા હતા લગ્ન

આપણે જણાવી દઈએ કે ક્રિકેટર મોહમ્મદ શમી અને હસીન જહાં બંનેના લગ્ન જૂન 2014 દરમિયાન થયા હતા. બંને લગ્ન પહેલા એકબીજા ને ઓળખતા હતા. બંનેને એક દીકરી પણ છે. જેનું નામ આયરા છે. લગ્ન પહેલા હસીન જહાં એક મોડલ પણ રહી ચુકી છે.

English summary
Hasin Jahan reached the High Court, imposed serious charges on police
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X