હાથરસ ગેંગરેપઃ પીડિતાના FSL રિપોર્ટ પર શંકા વ્યક્ત કરનાર ડૉક્ટરને નોકરીમાંથી કાઢ્યા
FSL રિપોર્ટ પર સવાલ ઉઠાવનાર જવાહરલાલ મેડિકલ કૉલેજના ડૉક્ટરને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.
નવી દિલ્લીઃ ઉત્તર પ્રદેશના હાથરસ કેસનો વિવાદ હજુ શમ્યો નથી. આ કેસમાં હવે FSL રિપોર્ટ પર સવાલ ઉઠાવનાર જવાહરલાલ મેડિકલ કૉલેજના ડૉક્ટર અઝીમ મલિકને અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયે પદ પરથી હટાવી દીધા છે. ડૉ. અઝીમ મલિક ઉપરાંત અન્ય એક ડૉક્ટર ઓબેદ હકને પણ હોસ્પિટલ દ્વારા પત્ર જારી કરીને નોકારીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે હાથરસ પીડિતાનો એમએલસી રિપોર્ટ બનાવનાર ટીમમાં ડૉક્ટર અઝીમ અને ડૉક્ટર ઓબેદ પણ શામેલ હતા.

ઉલ્લેખનીય છે કે હાથરસ જિલ્લામાં 14 સપ્ટેમ્બરે દલિત યુવતી સાથે થયેલ કથિત ગેંગરેપ અને મર્ડર વિશે દેશભરમાં આક્રોશ છે. આ કેસમાં રોજ નવો વળાંક સામે આવી રહ્યો છે. જેના માટે રાજ્યની યોગી સરકાર હવે સવાલોના ઘેરામાં છે. નવો વિવાદ એ વાત પર શરૂ થઈ ગયો છે કે પીડિતાની એફએસએલ રિપોર્ટ પર શંકા વ્યક્ત કરનાર ડૉક્ટર અઝીમ મલિકને કામ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ગયા મહિને હાથરસ કેસમાં ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરીને ડૉક્ટરે કહ્યુ હતુ કે કેસમાં એફએસએલ રિપોર્ટનુ કોઈ મૂલ્ય નથી.












Click it and Unblock the Notifications
