For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાથરસ કેસમાં સીએમ યોગી પર પ્રિયંકાના પ્રહાર - રાજીનામુ આપો, તમારા શાસનમાં અન્યાયની બોલબાલા

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર વાર કર્યો છે અને તેમને રાજીનામુ આપવા કહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ હાથરસ ગેંગરેપ પીડિતાનુ મંગળવારે મોત થઈ ગયુ. ત્યારબાદ મોડી રાતે ભારે પોલિસબળની હાજરીમાં જ પરિવારની મરજી વિના તેના હાથરસમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ કેસમાં વિપક્ષ યોગી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે અને સતત આકરા સવાલ કરી રહ્યા છે. સાથે જ સોશિયલ મીડિયા પર પણ લોકો પ્રશાસન અને પોલિસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. હવે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર વાર કર્યો છે અને તેમને રાજીનામુ આપવા કહ્યુ છે.

'યોગી આદિત્યનાથ રાજીનામુ આપો'

'યોગી આદિત્યનાથ રાજીનામુ આપો'

પોતાના ટ્વિટમાં પ્રિયંકા ગાંધીએ લખ્યુ છે, 'રાતે 2.30 વાગે પરિવારજનો વિનંતી કરતા રહ્યા પરંતુ હાથરસની પીડિતાના શરીરને ઉત્તર પ્રદેશ પ્રશાસને બળજબરીથી બાળી નાખી. જ્યારે તે જીવિત રહતી ત્યારે સરકારે તેને સુરક્ષા ન આપી. જ્યારે તેના પર હુમલો થયો સરકારે સમયે ઈલાજ ન આપ્યો. પીડિતાના મૃત્યુ બાદ સરકારે પરિવારજનો પાસેથી દીકરીના અંતિમ સંસ્કારનો અધિકાર છીનવી લીધો અને મૃતકને સમ્માન પણ ન આપ્યુ. ઘોર અમાનવીયતા. તમે ગુનો રોક્યો નહિ પરંતુ ગુનેગારોની જેમ વ્યવહાર કર્યો. અત્યાચાર રોક્યો નહિ, એક માસૂમ બાળકી અને તેના પરિવાર પર બમણો અત્યાચાર કર્યો. યોગી આદિત્યનાથ રાજીનામુ આપો. તમારા શાસનમાં ન્યાય નથી, માત્ર અન્યાયની બોલબાલા છે.'

'મહિલાઓની સુરક્ષાનુ નામો નિશાન નથી'

'મહિલાઓની સુરક્ષાનુ નામો નિશાન નથી'

આ પહેલા પીડિતાના મોતના સમાચાર પર પ્રિયંકા ગાંધીએ કહ્યુ હતુ, 'હાથરસમાં હેવાનિયત ઝેલનાર દલિત બાળકીએ સફદરગંજ હોસ્પિટલમાં દમ તોડી દીધો. બે સપ્તાહ સુધી તે હોસ્પિટલમાં જિંદગી અને મોત સામે લડતી રહી. હાથરસ, શાહજહાંપુર અને ગોરખપુરમાં એક પછી એક રેપની ઘટનાઓએ રાજ્યને હચમચાવી દીધુ છે. યુપીમાં કાયદો વ્યવસ્થા હદથી વધુ બગડી ચૂકી છે. મહિલાઓની સુરક્ષાનુ નામો નિશાન નથી. ગુનેગાર ખુલ્લેઆમ ફરી રહ્યા છે. આ બાળકીના હત્યારાઓને કડકમાં કડક સજા મળવી જોઈએ. યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશની મહિલાઓની સુરક્ષા પ્રત્યે જવાબદેહ છે.'

રાહુલ ગાંધીએ ગણાવ્યુ જંગલરાજ

રાહુલ ગાંધીએ ગણાવ્યુ જંગલરાજ

વળી, આ બાબતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ, 'યુપીના વર્ગ વિશેષ જંગલરાજે વધુ એક યુવતીને મારી નાખી. સરકારે કહ્યુ કે આ ફેક ન્યૂઝ છે અને પીડિતાને મરવા માટે છોડી દીધી. ના તો આ દૂર્ભાગ્યપૂર્ણ ઘટના ફેક હતી, ના પીડિતાનુ મોત અને ના સરકારની બેરહેમી.' એક અન્ય ટ્વિટમાં વીડિયો શેર કરીને રાહુલ ગાંધીએ કહ્યુ, 'ભારતની એક દીકરીનુ રેપ-ખૂન કરવામાં આવે છે, તથ્ય દબાવવામાં આવે છે અને અંતમાં તેના પરિવાર પાસેથી અંતિમ સંસ્કારનો હક પણ છીનવી લેવામાં આવે છે. આ અપમાનજનક અને અન્યાયપૂર્ણ છે.'

પોલિસે શું કહ્યુ?

પોલિસે શું કહ્યુ?

આ કેસમાં ઉત્તર પ્રદેશ, કાયદો વ્યવસ્થા, ADG પ્રશાંત કુમારે કહ્યુ હતુ, 'અમે કેસમાં વહેલી તકે ચાર્જશીટ લગાવીશુ અને કોશિશ કરવામાં આવશે કે કેસને ફાસ્ટ ટ્રેક કરે અને મહત્તમ સજા અપાવીએ.' આઈજી અલીગઢ પિયુષ મોર્ડિયાએ કહ્યુ, 'બધા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. મેડિકલ તપાસમાં બળાત્કારની પુષ્ટિ થઈ નથી. સેમ્પલ ફૉરેન્સિક લેબમાં મોકલી દેવામાં આવ્યા છે, રિપોર્ટની રાહ છે.' અલીગઢમાં જેએન હોસ્પિટલના ડૉક્ટરે કહ્યુ, 'પીડિતાના સીટી સ્કેનમાં ગરદનના હાડકામાં ઈજા હતી. નસ દબાવાને કારણે તેને શ્વાસ લેવામાં મુશ્કેલી આવી રહી હતી. હાથ-પગ ચલાવી શકતી નહોતી. બે દિવસ બાદ આખો કેસ જણાવતા ગાયનેકોલૉજિસ્ટ અને ફૉરેન્સિકે તપાસ કરી આખો રિપોર્ટ સીએમઓને જમા કર્યો છે.'

સુશાંતના વિસરા રિપોર્ટ પર એઈમ્સની સફાઈ, CBIને સોપ્યો રિપોર્ટસુશાંતના વિસરા રિપોર્ટ પર એઈમ્સની સફાઈ, CBIને સોપ્યો રિપોર્ટ

English summary
Hathras Gangrape: Priyanka Gandhi demands resignation of Uttar Pradesh CM Yogi Adityanath.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X