For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમલૈગિંક વિવાહની માન્યતા માંગતી અરજીની આજે સુનાવણી, જાણો ક્યા દેશમાં કાયદેસર છે આવા લગ્ન

સમલૈગિંક લગ્ન પર સુનાવણીને લઈને વરિષ્ઠ વકીલ આનંદ ગ્રોવરે સુનાવણીના લાઈવ સ્ટ્રીમિંગની માગ કરી છે. જેના પર CJI DY ચંદ્રચુડે જણાવ્યું હતું કે, જ્યારે સુનાવણી થશે, ત્યારે અમે તેના પર વિચાર કરીશું.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : સમલૈગિંક વિવાહ મુદ્દે આજે એટલે કે 6 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટીસ પીએ એસ નરસિમ્હાની બે સભ્યોની બેચે આ મામલે પહેલા કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે.

સમલૈગિંક વિવાહનું સમર્થન કરવાનારા લોકો આ માટે લાંબા સમયથી લડાઇ લડી રહ્યા છે. આ દરમિયાન અલગ-અલગ હાઇકોર્ટની તમામ અરજીઓને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાવાળી અરજી પર ચર્ચા કરવામાં આવશે. આ અંગે છેલ્લી સુનાવણી 14 ડિસેમ્બર, 2022ના રોજ થઇ હતી.

Supreme Court

ઉલ્લેખનીય છે કે, સમલૈગિંક લગ્ન પર સુનાવણીને લઈને વરિષ્ઠ વકીલ આનંદ ગ્રોવરે સુનાવણીના લાઈવ સ્ટ્રીમિંગની માગ કરી છે. જેના પર CJI DY ચંદ્રચુડે જણાવ્યું હતું કે, જ્યારે સુનાવણી થશે, ત્યારે અમે તેના પર વિચાર કરીશું.

32 દેશોમાં માન્ય છે સમલૈગિંક વિવાહ

32 દેશોમાં માન્ય છે સમલૈગિંક વિવાહ

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે સર્વસંમતિથી સમલૈગિંક સંબંધને અપરાધ જાહેર કરી દીધું છે, પરંતુ લગ્ન કરવાની માન્યતા હજૂસુધી મળી નથી.

બીજી તરફ વિશ્વના 32 દેશોમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવી છે. સમલૈંગિક લગ્નોને માન્યતા આપવા માટેહાઈકોર્ટ સમક્ષ પડતર અરજીઓને સર્વોચ્ચ અદાલતમાં ટ્રાન્સફર કરવાની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ 6 જાન્યુઆરીના રોજસુનાવણી કરશે.

પાર્થ અને ઉદયે બીજી અરજી દાખલ કરી

પાર્થ અને ઉદયે બીજી અરજી દાખલ કરી

આ મામલે પહેલી અરજી હૈદરાબાદમાં રહેતા એક ગે કપલ સુપ્રિયો ચક્રવર્તી અને અભય ડાંગે દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ બંનેલગભગ 10 વર્ષથી એકબીજા સાથે રહે છે.

કોરોના દરમિયાન બંને પોઝિટિવ આવ્યા અને જ્યારે તેઓ સ્વસ્થ થયા, ત્યારે બંનેએ પરિવારસાથે તેમના સંબંધોની ઉજવણી કરવા લગ્ન અને પ્રતિબદ્ધતા સમારોહનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું. આ સાથે જ બંને ઈચ્છે છે કે,તેમના લગ્નને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ માન્યતા આપવામાં આવે.

આવા સમયે સમલૈંગિક લગ્નને લઈને બીજી અરજી પાર્થ ફિરોઝ મેહરોત્રા અને ઉદય રાજ​આનંદ દ્વારા દાખલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીયછે કે, આ બંને છેલ્લા 17 વર્ષથી એકબીજા સાથે રહે છે. તેઓ એમ પણ કહે છે કે, તેઓ એકસાથે બે બાળકોનો ઉછેર કરી રહ્યા છે, પરંતુતેમના લગ્ન હજૂ કાયદેસર રીતે પૂર્ણ થયા નથી, જેના કારણે તેઓ તેમના બાળકો સાથે કાનૂની સંબંધો બનાવી શકતા નથી.

આ બંને અરજીઓ LGBTQ લોકોના તેમના મૂળભૂત અધિકારના ભાગરૂપે તેમની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાના અધિકારનેવિસ્તારવા માટે દિશા માંગે છે.

દિલ્હી-કેરળ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે 9 અરજીઓ

દિલ્હી-કેરળ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે 9 અરજીઓ

સ્પેશિયલ મેરેજ એક્ટ, ફોરેન મેરેજ એક્ટ અને હિંદુ મેરેજ એક્ટ હેઠળ સમલૈંગિક લગ્નોને માન્યતા આપવા માટે દિલ્હી હાઈકોર્ટ અને કેરળહાઈકોર્ટમાં નવ અરજીઓ દાખલ કરવામાં આવી છે. અરજદારોના વકીલે કેરળ હાઈકોર્ટમાં કેન્દ્રના નિવેદન વિશે બેચને જાણ કરી હતી કે, તેતમામ કેસોને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે પગલાં લઈ રહી છે.

આ દેશોમાં કાયદેસર છે સમલૈંગિક લગ્ન

આ દેશોમાં કાયદેસર છે સમલૈંગિક લગ્ન

  • આર્જેન્ટિના
  • ઓસ્ટ્રેલિયા
  • બ્રાઝિલ
  • કેનેડા
  • ક્યુબા
  • ડેનમાર્ક
  • ફિનલેન્ડ
  • ફ્રાન્સ
  • જર્મની
  • માલ્ટા
  • ન્યૂઝીલેન્ડ
  • દક્ષિણ આફ્રિકા
  • સ્વીડન
  • તાઈવાન
  • બ્રિટન
  • અમેરિકા

English summary
Hearing on the application seeking the recognition of same gender marriage
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X