Heatwave : બિકાનેરમાં રેતીમાં ઈંડુ પકવતો જોવા મળ્યો BSF જવાન, જુઓ વીડિયો
રાજસ્થાન સહિત ભારતના મોટાભાગના રાજ્યોમાં ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. ભારે ગરમી વચ્ચે રાજસ્થાનમાં તાપમાન 48 ડીગ્રી પાર કરી ગયુ છે.
ગરમીથી જેસલમેર, બિકાનેર અને બાડમેર જેવા વિસ્તારોની હાલત ખરાબ છે. બપોરના સમયે આ વિસ્તારોમાં રેતી એટલી ગરમ થઈ જાય છે કે ચાલવું મુશ્કેલ બને છે.

થોડા દિવસો પહેલા, સતત વધી રહેલા તાપમાન વચ્ચે સરહદની સુરક્ષામાં લાગેલા સૈનિકે રેતીમાં પાપડ શેક્યો હતો. હવે વધુ એક વીડિયોમાં BSF જવાન રેતીમાં ઈંડું પકવકો જોવા મળ્યો છે.
સરહદી વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહેલા સૈનિકોને ઘણીવાર પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજસ્થાનના રણ વિસ્તારોમાં વર્તમાન તાપમાન 46 થી 47 ડિગ્રી સેલ્સિયસ છે.
બીએસએફના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આકરી ગરમી હોવા છતાં આપણા સૈનિકો સરહદી વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. અમે તેમને હીટસ્ટ્રોકથી બચાવવા માટે લીંબુ પાણી અને અન્ય પ્રવાહી પૂરા પાડીએ છીએ.
વાયરલ થયેલા વીડિયોમાં બીકાનેર નજીક બોર્ડર પર તૈનાત એક BSF જવાન રેતીમાં ઇંડા પકવતો જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી બે મિનિટની 59 સેકન્ડની ક્લિપમાં એક BSF જવાન ગરમ રેતીથી ઈંડાને ઢાંકતો જોવા મળે છે. થોડીવાર પછી, જ્યારે ઇંડાને રેતીમાંથી બહાર કાઢવામાં આવે છે ત્યારે તે બાફેલું દેખાય છે.
VIDEO | A Border Security Force (BSF) jawan 'boils' egg in sand amid the prevailing intense heat in Bikaner, #Rajasthan. The mercury has soared to 48.8 degrees Celsius in parts of the state.
— Press Trust of India (@PTI_News) May 24, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) https://t.co/XhPDNaBR8p pic.twitter.com/CMwcSC9dQQ
જણાવી દઈએ કે, બીએસએફના જવાનોને રાજસ્થાનના રણમાં કાળઝાળ ગરમી વચ્ચે સ્વસ્થ અને ફિટ રાખવા અધિકારીઓ દ્વારા લેવામાં આવતી સાવચેતી વિશે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું કે, હાલનું તાપમાન 46 થી 47 ડિગ્રી સેલ્સિયસ છે, તેમ છતાં આપણા સૈનિકો સતત પેટ્રોલિંગ કરીએ છે અને આપણે તેમને હીટસ્ટ્રોકથી બચાવવા લીંબુ પાણી અને અન્ય પ્રવાહી આપવામાં આવે.












Click it and Unblock the Notifications
