For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચોમાસાએ મુંબઈના હાલ કર્યા બેહાલ, આજે પણ હાઈ ટાઇડની આશંકા

ચોમાસાએ મુંબઈના હાલ કર્યા બેહાલ, આજે પણ હાઈ ટાઇડની આશંકા

|
Google Oneindia Gujarati News

મુંબઈમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. ફરી એકવાર ચોમાસાએ મુંબઈને પાણી-પાણી કરી દીધું છે. મુંબઈમાં મંગળવારે રાતથી વરસાદ થઈ રહ્યો છે. સતત થઈ રહેલ વરસાદના કારણે શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે, જેનાથી લોકોને અવર જવરમાં સમસ્યા થઈ રહી છે. જો કે રાત્રે વરસાદ ધીમો હતો પરંતુ સવારે વરસાદની ગતિ તેજ થઈ ગઈ. હવામાન વિભાગે આજે પણ અહીં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે, હવામાન વિભાગનું કહેવું છે કે સાંજે ચાર વાગ્યાથી મુંબઈમાં ફરી હાઈ ટાઇડ આવવાની સંભાવના છે.

મુંબઈમાં જબરદસ્ત વરસાદ

મુંબઈમાં જબરદસ્ત વરસાદ

મુંબઈમાં જબરદસ્ત વરસાદને કારણે અહીં લોકલ ટ્રેન સેવાઓ અસરગ્રસ્ત થઈ છે. જણાવી દઈએ કે દેશમાં હાલ મૉનસૂનની સિઝન ચાલી રહી છે. દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રને ભીંજવ્યા બાદ અચાનકથી સાઉથ-વેસ્ટ મૉનસૂનની ગતીમાં કમી આવી છે, જે બાદ ઉત્તર ભારતના લોકોએ હવે મૉનસૂનના વરસાદ માટે થોડો ઈંતેજાર કરવો પડી શકે છે.

તેજ પવન અને ધૂળની આંધી

તેજ પવન અને ધૂળની આંધી

આજે દિલ્હીમાં તેજ હવા અને ધૂળની આંધી આવી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે હરિયાણા અને પંજાબમાં પણ આજથી લઈ આગલા 24 કલાક દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે જ્યારે મુંબઈમાં આજે પણ ભારે વરસાદનું એલર્ટ છે. આજે પણ હવામાન વિભાગે હાઈ ટાઇડની ચેતવણી આપી છે.

મૉનસૂનને કારણે અહીં વાદળ વરસશે

મૉનસૂનને કારણે અહીં વાદળ વરસશે

હવામાન વિભાગે કહ્યું કે આગામી 2-3 દિવસમાં તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, ગુજરાતના કેટલાક ભાગો અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ યથાવત છે.

હાઈ ટાઇડ

હાઈ ટાઇડ

મુંબઈમાં આજે પણ હાઈ ટાઇડની આશંકા છે. સમુદ્રના સ્તરમાં વધ-ઘટને હાઈ ટાઇડ કહેવાય છે, ચંદ્ર અને સૂર્યથી પેદા થતા ગુરુત્વાકર્ષણ બળ અને પૃથ્વીના ચક્કર લગાવવાના કારણે હાઈ ટાઇડ પેદા થાય છે પરંતુ બૈરોમૈટ્રિક દબાણના કારણે સમુદ્રની અંદર તોફાન ઉઠે છે, જેને કારણે સમુંદરમાં વિકરાટ, તેજ અને તાકતવર લહેરો ઉઠે છે, જે બહુ ખતરનાક હોય છે.

English summary
Heavy monsoon rain mumbai, IMD alert for Wednesday too
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X