For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખોટા રિવ્યુ પોસ્ટ કરવા બદલ ઈ કૉમર્સ કંપનીઓને ચૂકવવો પડી શકે છે ભારે દંડ

ટૂંક સમયમાં ઈ-કૉમર્સ કંપનીઓને પ્રોડકટની નકલી સમીક્ષાઓ પોસ્ટ કરવા બદલ ભારે દંડનો સામનો કરવો પડી શકે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ટૂંક સમયમાં ઈ-કૉમર્સ કંપનીઓને પ્રોડકટની નકલી સમીક્ષાઓ પોસ્ટ કરવા બદલ ભારે દંડનો સામનો કરવો પડી શકે છે. ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યા મુજબ ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા રચાયેલી સમિતિ નકલી સમીક્ષાઓ સંબંધિત ધોરણોમાં ફેરફારોને અંતિમ સ્વરૂપ આપી રહી છે જે 2021માં બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા ઘડવામાં આવ્યા હતા.

ecommerve

એકવાર આ ધારાધોરણોમાં ફેરફાર કરવામાં આવ્યા પછી તે ફરજિયાત બની જશે અને નકલી સમીક્ષાઓ પોસ્ટ કરવા બદલ અને પ્રતિસ્પર્ધી સંસ્થાઓની નકલી સમીક્ષાઓ કરાવવા બદલ ઈ-કૉમર્સ કંપનીઓને દંડ ભરવો પડશે. ઘણી ઈ-કૉમર્સ કંપનીઓ એકબીજા સામે નકારાત્મક સમીક્ષાઓ કરે છે. નકલી સમીક્ષાઓ પરના BISના ધોરણો અત્યારે સ્વૈચ્છિક છે.

કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, 2019ની જોગવાઈઓ અનુસાર ઉત્પાદનોની નકલી સમીક્ષાઓ પોસ્ટ કરવા અને ફુગાવેલ રેટિંગ આપવા માટે ઈ-કૉમર્સ સંસ્થાઓ પર દંડ લાદવામાં આવશે અને દંડની રકમ રૂ.10 લાખથી રૂ.50 લાખ સુધીની હોઈ શકે છે. આ ઉપરાંત ગ્રાહક બાબતોનો વિભાગ પણ ભૂલભરેલી ઈ-કૉમર્સ સંસ્થાઓનુ સુઓમોટો સંજ્ઞાન લઈ શકે છે એમ સૂત્રોએ જણાવ્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે સમિતિ એક સપ્તાહની અંદર નકલી સમીક્ષાઓ પર BIS ધોરણોમાં ફેરફાર સૂચવે તેવી અપેક્ષા છે. પેનલે બુધવારે આ બાબતે એક બેઠક યોજી હતી જ્યાં વિભાગના ટોચના અધિકારીઓ તેમજ કેટલાક હિતધારકો હાજર હતા.

English summary
Heavy penalty for posting fake reviews of products may face by E-commerce entities says report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X