For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદની સંભાવના જ્યારે અમુક સ્થળોએ આવી શકે છે આંધી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે ઝારખંડ, બિહારમાં હળવો અને મધ્યમ વરસાદ થઈ શકે છે. આ પ્રી-મોન્સુન વરસાદ હશે.

|
Google Oneindia Gujarati News

ગરમીથી ઉકળી રહેલ ઉત્તર ભારતને બસ હવે ચોમાસાની રાહ છે. આકાશી તાપથી તપી રહેલી ઝારખંડની ધરતી પર આજે મેઘ મહેરબાન થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે ઝારખંડ, બિહારમાં હળવો અને મધ્યમ વરસાદ થઈ શકે છે. આ પ્રી-મોન્સુન વરસાદ હશે, જ્યારે ચક્રવાત અને પશ્ચિમી વિક્ષોભના કારણે હરિયાણામાં બે દિવસ ભારે વરસાદના અણસાર છે. હવામાન વિભાગે આ દરમિયાન ગાજવીજ સાથે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ધૂળ ભરેલી હવાઓ ચાલવાની ચેતવણી જાહેર કરી છે.

આ પણ વાંચોઃ 'એક દેશ એક ચૂંટણી'ના વિચાર પર મોટાભાગની પાર્ટીઓ સંમતઃ રાજનાથ સિંહઆ પણ વાંચોઃ 'એક દેશ એક ચૂંટણી'ના વિચાર પર મોટાભાગની પાર્ટીઓ સંમતઃ રાજનાથ સિંહ

આગામી થોડા કલાકોમાં અહીં આવી શકે છે આંધી-તોફાન

આગામી થોડા કલાકોમાં અહીં આવી શકે છે આંધી-તોફાન

પૂર્વાનુમાન મુજબ હરિયાણા, ચંદીગઢ અને દિલ્લીમાં આગામી 48 કલાકોમાં સારો વરસાદ થવાથી 23 ટકા વરસાદની ઉણપ પૂરી થવાની સંભાવના છે. હવામાન વિશેષજ્ઞો અનુસાર, વિદર્ભમાં 21 જૂન સુધી એક-બે સ્થળોએ હળવો અને મધ્યમ વરસાદ થવાની સંભાવના છે તો વળી, 22 અને 23 જૂનના રોજ ઉત્તરી મહારાષ્ટ્ર, વિદર્ભ અને મરાઠાવાડ઼ામાં સારો વરસાદ થઈ શકે છે.

મહારાષ્ટ્રમાં મોનસુનનું આગમન 22 જૂન સુધી

મહારાષ્ટ્રમાં મોનસુનનું આગમન 22 જૂન સુધી

સ્કાઈમેટના જણાવ્યા મુજબ દક્ષિણી કોંકણ-ગોવા અને આની પાસેના દક્ષિણી મધ્ય મહારાષ્ટ્રમાં મોનસુનનું આગમન 22 જૂન સુધી થઈ શકે છે. પરંતુ મુંબઈને મોનસુન માટે હજુ થોડો સમય રાહ જોવી પડશે. અનુમાન છે કે મુંબઈમાં મોનસુન સામાન્યથી 18 દિવસ વિલંબ સાથે 26 કે 27 જૂન સુધી પહોંચી શકે છે.

સાંજ સુધી અહીં પણ થઈ શકે છે વરસાદ

સાંજ સુધી અહીં પણ થઈ શકે છે વરસાદ

હવામાન વિભાગે યુપીના ચિત્રકૂટ, ઔરૈયા, હમીરપુર, જાલોન, મહોબા, બાંદા, ફતેહપુર, કન્નૌજ અને રાજસ્થાનના અજમેર, અલવર, બાંસવાડા, બારાં, ભરતપુર, ભીલવાડા, બુંદી, ચિત્તોડગઢ, ડુંગરપુર, કોટા, પ્રતાપગઢ, રાજસમંદ, સવાઈમાધોપુર, સીકર, સિરોહી, ટોંક, ઉદયપુર, જાલોર, જોધપુર, નાગોર, પાલી, શ્રીગંગાનગર, દૌસા, ધૌલપુર, જયપુર, ઝાલાવાડ, ઝુંઝનુ, કરૌલી, બાડમેર, ચૂરુ, હનુમાનગઢ, જેસલમેરમાં ગુરુવારે આંધી વાદળ ગરજવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

મોનસુન છે લેટ

મોનસુન છે લેટ

પ્રચંડ ગરમીની માર ઝેલી રહેલ ભારતમાં આ વખતે મોનસુન પહેલેથી જ લેટ આવ્યુ છે અને ત્યારબાદ તેની ચાલને ચક્રવાત ‘વાયુ' એ પ્રભાવિત કરી દીધી છે જેના કારણે તેની ચાલ ધીમી થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 વર્ષાં આ પહેલી વાર છે જ્યારે મોનસુન દેશમાં આટલી ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. જ્યાં સામાન્ય રીતે અત્યાર સુધીમાં દેશાં બે- તૃતીયાંશ ભાગ સુધી મોનસુન પહોંચી જાય છે. વળી આ વખતે આ માત્ર 15 ટકા ભાગ સુધી પહોંચી શક્યો છે જેના કારણે મોનસુના વરસાદમાં 44 ટકાનો ઘટાડો આવ્યો છે.

English summary
Heavy Rain and Dust Storm Expected in Jharkhand,Bihar, odisha, Chhattisgarh, haryana and karnataka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X