For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી-NCRમાં વરસાદ, ઠંડીનુ પ્રમાણ વધ્યુ, આ રાજ્યોમાં હિમવર્ષાની સંભાવના

પ્રદૂષણની માર ઝેલી રહેલ દિલ્લી-એનસીઆરને આજે રાહત મળી છે કારણકે આજે સવારે રાજધાની અને તેની આસપાસના ઘણા વિસ્તારોમાં વરસાદ થયો છે જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થયો છે.

|
Google Oneindia Gujarati News

પ્રદૂષણની માર ઝેલી રહેલ દિલ્લી-એનસીઆરને આજે રાહત મળી છે કારણકે આજે સવારે રાજધાની અને તેની આસપાસના ઘણા વિસ્તારોમાં વરસાદ થયો છે જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે આ સ્થિતિ આગામી ત્રણ દિવસ સુધી રહી શકે છે પરંતુ એનસીઆરમાં ઝડપી પવન ફૂંકાશે અને આકાશમાં વાદળો છવાયેલા રહેશે. આ કારણે લોકોને ઠંડી અનુભવાશે.

દિલ્લી-એનસીઆરમાં થયો વરસાદ

ઉલ્લેખનીય છે કે દેશના ઘણા વિસ્તારોમાં ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે અને આવનારા દિવસોમાં તાપમાનમાં ઝડપથી ઘટાડો પણ થવાનો છે. વિભાગે નૉર્થ ઈન્ડિયાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ, હિમવર્ષા અને કરાવૃષ્ટિની સંભાવના વ્યક્ત કરી છે. ભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમયાન જમ્મુ-કાશઅમીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં ભારે વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે જેનાથી તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડી વધશે.

તમિલનાડુ, કર્ણાટક, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની સંભાવના

તમિલનાડુ, કર્ણાટક, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની સંભાવના

તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે દિલ્લીમાં આગામી બે દિવસો માટે પહેલેથી જ યલો એલર્ટ જારી કર્યુ હતુ. વળી, આ ઉપરાંત તમિલનાડુ, કર્ણાટક, પુડુચેરી અને કરાઈકલમાં પણ અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તમિલનાડુના 3 જિલ્લાઓમાં આજે વરસાદના કારણે બધી શાળાઓ બંધ રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે દક્ષિણ ભારતના રાજ્યો કાલે રાતથી જ વરસાદના કારણે હેરાન છે. આ ઉપરાંત ઠંડી પણ વધવાનુ અનુમાન છે એઠલુ જ નહિ કેરળ અને ઓડિશામાં હવામાન બગડવાનુ અનુમાન છે.

આ પણ વાંચોઃ ઉદ્ધવ ઠાકરેએ PM મોદીને ફોન કરીને શપથ ગ્રહણમાં આવવા માટે આપ્યુ આમંત્રણઆ પણ વાંચોઃ ઉદ્ધવ ઠાકરેએ PM મોદીને ફોન કરીને શપથ ગ્રહણમાં આવવા માટે આપ્યુ આમંત્રણ

પહાડોની હિમવર્ષાની અસર

પહાડોની હિમવર્ષાની અસર

મેદાની વિસ્તારોમાં પર પણ સ્કાઈમેટના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડા ઉત્તરી ભાગોમાં હળવાથી મધ્ય વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે અને સાથે હિમવર્ષાની પણ સંભાવના છે. વળી, ઉત્તર પશ્ચિમી ભારતમાં સવારના સમયે ધૂમ્મસ સાથે વાદળ છવાયેલા રહેવાની સંભાવના છે જ્યારે દિલ્લીમાં પ્રદૂષણની સ્થિતિ ખરાબ થશે. અનુમાન છે કે ગુલમર્ગ, પહેલગામ, શિમલામાં સારી એવી હિમવર્ષા થઈ શકે છે. વળી, ચેન્નઈ અને બેંગલુરુમાં વરસાદ થઈ શકે છે. આ સ્થળોએ વરસાદના કારણે તાપમાન ઘટશે અન ઠંડી વધશે.

English summary
Heavy Rain and Snowfall expected in Kashmir, Himachal and Uttrarkhand, temperature drop in North india and rain expected in south India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X