For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરી બગડશે મોસમ, આજથી ત્રણ દિવસ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદના અણસાર

ફરી બગડશે મોસમ, આજથી ત્રણ દિવસ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદના અણસાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે બિનમોસમ વરસાદે લોકોને પરેશાન કરી દીધા છે, ભારતીય હવામાન વિભાગે આજે પણ કેટલાક રાજ્યોમા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, હવામાન વિભાગના નિદેશક સોનમ લોટસે ચેતવણી આપી છે કે આગલા ત્રણ દિવસ સુધી લોકો પહાડી વિસ્તારો તરફ ના જાય, ખાસ કરીને જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આશંકા છે, વિભાગે કહ્યુ્ં કે આ દરમિયાન કારગિલ જિલ્લામાં હળવી હિમવર્ષાની પણ આશંકા છે.

પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં વરસાદ થઈ શકે છે

પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં વરસાદ થઈ શકે છે

IMD મુજબ આગલા 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી-એનસીઆરમાં કેટલીક જગ્યાઓએ ગાજ-વીજ સાથે વરસાદ થઈ શકે છે જ્યારે ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ઝારખંડમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ થઈ શકે છે જ્યારે આસામ અને અરુણાચલ પ્રદેશના પૂર્વી ભાગોમાં પણ હળવો વરસાદ થવાની આશંકા છે. જ્યારે કેરળ, આંતરિક તમિલનાડુ અને દક્ષિણ આંતરિક કર્ણાટકના કેટલાક ભાગોમાં વાદળ વરસી શકે છે.

સ્કાઈમેટે વોર્નિંગ આપી

સ્કાઈમેટે વોર્નિંગ આપી

જ્યારે સ્કાઈમેટના મોસમ નિષ્ણાંતો મુજબ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને ઉત્તરાખંડમાં 7થી 10 એપ્રિલ વચ્ચે કેટલીય જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે, જ્યારે 9 અને 10 એપ્રિલે હળવાથી મધ્યમ વરસાદ થવાના અણસાર છે, જ્યારે દક્ષિણ ભારતમાં આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના કેટલાક ભાગોમાં વરસાદ શરૂ થઈ શકે છે. 10થી 11 એપ્રિલ વચ્ચે ઉત્તરી તટીય આંધ્ર પ્રદેશ, કેરળ, આંતરિક તમિલનાડુ અે દક્ષિણી આંતરિક કર્ણાટકના કેટલાક બાગોમાં હળવા વરસાદના અણસાર છે, જે 2-3 દિવસ સુધી ચાલુ રહેશે.

સક્રિય પશ્ચિમી વિક્ષોભ

સક્રિય પશ્ચિમી વિક્ષોભ

સ્કાઈ મેટે કહ્યું કે સક્રિય પ્ચિમી વિક્ષોભ પહાડો ઉપર છે. જેના પ્રભાવથી મેદાની વિસ્તારો પર એક ચક્રવાતી હવાનું ક્ષેત્ર વિકસિત થઈ ગયું છે. આ સિસ્ટમોના પ્રભાવથી આગલા 24 કલાક દરમિયાન મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

અહીં પણ વાદળ વરસશે

અહીં પણ વાદળ વરસશે

યૂપી, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરી ઓરિસ્સા, તમિલનાડુના દક્ષિણી તટીય, આંતરિક તમિલનાડુ, ઉત્તરી આંતરિક કર્ણાટક અને તેની નજીક આવેલ દક્ષિણી મધ્ય મહારાષ્ટ્રમાં પાછલા 24 કલાક દરમિયાન કેટલાક સ્થળોએ વરસાદ જોવા મળ્યો, જો કે આજે અહીં વરસાદનું અનુમાન છે છતાં પણ મોસમમાં નમી રહેશે.

Jammu and Kashmir: સોપોર કસ્બામાં અથડામણ, સુરક્ષાબળોએ 4 આતંકીઓને ઘેર્યાJammu and Kashmir: સોપોર કસ્બામાં અથડામણ, સુરક્ષાબળોએ 4 આતંકીઓને ઘેર્યા

English summary
Heavy Rainfall expected in Jammu-Kashmir, Himachal and Uttarakhand in next three days, so be alert says Skymetweather.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X