For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારે વરસાદના લીધે મુંબઇ બન્યું બેહાલ, મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 23 જુલાઇ: મુંબઇમાં મંગળવારે વરસેલા ભારે વરસાદ બાદ કેટલાક વિસ્તારોમાં ટ્રાફીક સમસ્યા સર્જાઇ હતી. શહેરમાં સતત કેટલાક વિસ્તારોમાં મૂશળાધર વરસાદના જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે. વહિવટીતંત્રએ લોકોને કહ્યું હતું કે એકદમ જરૂરિયાત જણાતા ઘરની બહાર નીકળે.

ભારે વરસાદના કારણે સાંતાક્રુજના એસવી રોડ, અંધેરીના સાકી નાકા, મારોલ રોડ, માહિમ ચર્ચ, વર્સોવા, મિલાન સબવે, જૂહૂ, માટૂંગા અને કુર્લામાં પાણીનો ભરાવો થઇ ગયો છે. થાણે અને રાયગઢમાં પણ ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઇમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ થઇ શકે છે.

મલાડ, ગોરેગાંવ, બોરિવલી, ઘાટકોપર, ચેંબૂર, બ્રાંદ્વા, અંધેરી, પરેલ, દાદર, કોબાલમાં ભારે વરસાદ વરસ્યો છે. આ સ્થળોએ પણ પાણી ભરાઇ ગયા છે. વરસાદની અસર વેસ્ટર્ન અને સેન્ટ્રલ લાઇન પર પડી છે. આ લાઇન પર ટ્રેનો મોડી દોડી રહી છે.

mumbai-local

હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ભારે વરસાદ આગાહી કરી છે આગામી 48 કલાકમાં મુંબઇના થાણે અને કોંકણ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. મુંબઇમાં 10:20 પછી 4 મીટર ઉંચા હાઇટાઇડ એલર્ટ છે, જો તે સમયે વરસાદ થયો તો પાણી ભરાવવાની અને પૂર જેવી સ્થિતી સર્જાઇ શકે છે.

શનિવારે રાજધાની દિલ્હીમાં ભારે વરસાદ વરસ્યો હતો. અહી વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી અને લોકોને ઘરે તથા ઓફિસે પહોંચવામાં સમસ્યા સર્જાઇ હતી.

મુંબઇની હાલની સ્થિતિ

- હિંદમાતા, સાયના, ભાયખલા, કુર્લામાં પાણીમાં ગરકાવ
- ઘાટકોપર અને ચેંબૂરમાં વરસાદ
- મલાડ, ગોરેગાંવ અને બોરિવલીમાં વરસાદથી પરેશાની
- પરેલ, દાદર અને કોલાબામાં વરસાદ કારણે મુશ્કેલી

English summary
The city of Mumbai witnessed heavy rains on Tuesday leading to traffic jams in many areas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X