For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા, પહાડ પર ફસાયેલા 3 ટ્રેકર્સના મોત, 10ને બચાવાયા

હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં આવેલા બર્ફીલા તોફાનમાં પર્વતારોહણ કરનારા લોકો ફસાઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

કિન્નોરઃ હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં આવેલા બર્ફીલા તોફાનમાં પર્વતારોહણ કરનારા લોકો ફસાઈ ગયા છે. આ લોકોમાંથી 10ના જીવ બચાવી લેવામાં આવ્યા છે જ્યારે ત્રણ અન્યના મોત થઈ ગયા છે. માહિતી મુજબ જીવ ગુમાવનાર ત્રણ ટ્રેકર્સ મહારાષ્ટ્રના રહેવાસી છે. સૂચના મળતા રાહત તેમજ બચાવ દળ ઘટના સ્થળે પહોંચ્યુ જ્યાં બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યુ છે. નજરે જોનારા લોકોએ જણાવ્યુ કે વિસ્તારમાં બરફ પડી રહ્યો છે અને ટ્રેકર્સના જીવ જોખમમાં છે. પહાડી વિસ્તારની વાત કરીએ તો હિમવર્ષા વચ્ચે ચાર ધામ યાત્રા હજુ પણ ચાલુ છે. સોમવારે પહાડી રાજ્યોના મોટાભાગના હિસ્સામાં હિમવર્ષા સાથે વરસાદ પણ જોવા મળ્યો. ખરાબ હવામાન વચ્ચે ઉત્તરાખંડ પ્રશાસને કહ્યુ છે કે ચાર ધામ યાત્રા હજુ પણ ચાલુ છે.

Himachal Pradesh

તમને જણાવી દઈએ કે ચાર ધામમાંથી એક બદ્રીનાથ ધામના દર્શન માટે ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. બદ્રીનાથ સાથે કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીના મંદિરો પર પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આ ત્રણે તીર્થ સ્થળ બદ્રીનાથ ધામમાં જ શામેલ છે. કેદારનાથ ધામથી અમુક ફોટા સામે આવ્યા છે જેમાં અમુક લોકો રસ્તા પરથી બરફ હટાવતા દેખાઈ રહ્યા છે જેથી મુસાફરો માટે રસ્તો સાફ થઈ શકે.

ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે ઉત્તરાખંડ રાજ્ય સરકારે ગયા સપ્તાહે ચાર ધામ યાત્રાને રોકવી પડી હતી કારણકે ઉત્તરાખંડમાં અચાનક ભારે વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ શરૂ થઈ ગઈ હતી. આ ઘટનાઓમાં ઘણા પર્યટકો સહિત કમસે કમ 75 લોકોના મોત થઈ ગયા હતા. આ ઉપરાંત હિમવર્ષમાં ફસાવાથી 10 ટ્રેકર્સ સહિત કમસે કમ 13 લોકોના મોત પણ થઈ ગયા હતા. હિમવર્ષા અને વરસાદના કારણે કેદારનાથ ધામ માટે હેલીકૉપ્ટર સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી. હેલીપેડ બરફથી ઢંકાઈ જવાના કારણે હેલીકૉપ્ટર સેવા પણ પ્રભાવિત થઈ હતી.

તમને જણાવી દઈએ કે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી માટે તીર્થયાત્રા 18 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ હતી. નૈનીતાલ હાઈકોર્ટે સંપૂર્ણપણે વેક્સીનેટેડ થઈ ચૂકેલા યાત્રીઓ માટે જ યાત્રાની મંજૂરી આપી હતી. આ સાથે જ કોરોના વાયરસ માટેનો આરટી-પીસીઆર રિપોર્ટ પણ સાથે લાવવાના આદેશ આપ્યા હતા.

English summary
Heavy snowfall in Himachal Pradesh, 3 trekkers lost lives, 10 rescued.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X