હેમંત સોરેને રાંચીમાં 12 પ્લૉટ પર કર્યો ગેરકાયદે કબ્જો, કૌભાંડની લિંક બિહાર-બંગાળ સુધી ફેલાયેલી, EDનો દાવો
Hemant Soren News: ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના વડા અને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી હેમંત સોરેનની ધરપકડના એક દિવસ પછી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોર્ટમાં ઘણા દાવા કર્યા છે. ગુરુવારે (1 ફેબ્રુઆરી) ઈડીએ કોર્ટમાં દાવો કર્યો હતો કે હેમંત સોરેને રાંચીમાં 12 જમીનના પ્લૉટ ગેરકાયદેસર રીતે અધિગ્રહણ કર્યા હતા.
ઈડીએ દાવો કર્યો હતો કે હેમંત સોરેને રાંચીમાં 8.5 એકર જમીનના 12 પ્લૉટ ગેરકાયદેસર રીતે હસ્તગત કર્યા હતા. ઈડીએ જણાવ્યું હતું કે હેમંત સોરેને આ મિલકતો હડપ કરવામાં સામેલ "ખૂબ જ મોટી સિન્ડિકેટ" ની મદદ પણ લીધી હતી.

ઈડીએ એવો પણ દાવો કર્યો છે કે હેમંત સોરેનની જમીનો અને કૌભાંડોની કડીઓ રાંચી, બિહાર અને બંગાળ સુધી વિસ્તરેલી છે. રાંચીની વિશેષ પીએમએલએ (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) કોર્ટ સમક્ષ હેમંત સોરેનને રજૂ કરતી વખતે ઈડીએ આ દાવા કર્યા હતા.
હેમંત સોરેનની 31 જાન્યુઆરી 2024ની રાત્રે ઈડી દ્વારા જમીન કૌભાંડ સંબંધિત મની લૉન્ડરિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે હેમંત સોરેનને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. પરંતુ ઈડીએ તેમની 10 દિવસની કસ્ટડીની માંગણી કરી હતી.
હેમંત સોરેન સામેનો ઈડીનો કેસ જૂન 2023માં રાજ્યમાં રેવન્યુ વિભાગના સબ-ઇન્સ્પેક્ટર ભાનુ પ્રતાપ પ્રસાદ સામેના દરોડા સાથે સંબંધિત છે, જેમણે કથિત રીતે જમીન માફિયા સાથેની મિલીભગતમાં કામ કર્યું હતું.
ઇડીએ કોર્ટને જણાવ્યું હતું કે, "ભાનુ પ્રતાપ પ્રસાદ અન્ય વ્યક્તિઓ સાથે ગેરકાયદેસર રીતે વિવિધ મિલકતો હસ્તગત કરવા અને છૂપાવવા માટે ષડયંત્રમાં સક્રિય રીતે સામેલ હતા." આમાં એવી મિલકતોનો પણ સમાવેશ થાય છે જે ગેરકાયદેસર રીતે હસ્તગત કરવામાં આવી હતી.
ઈડીએ કહ્યું કે, તેઓએ ભાનુ પ્રતાપ પ્રસાદના ફોનમાંથી આ સંપત્તિઓની વિગતો પણ મેળવી લીધી છે. પ્રસાદના મોબાઈલ ફોનમાંથી 12 પ્રોપર્ટીની યાદી મળી છે, જે આજુબાજુમાં સ્થિત છે અને એકસાથે લગભગ 850 ડેસિમલ (8.5 એકર) ક્ષેત્રની ખૂબ મોટી સંપત્તિ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ મિલકત હેમંત સોરેને ગેરકાયદેસર રીતે હસ્તગત કરી છે અને તેમના કબજામાં છે.












Click it and Unblock the Notifications
