Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જમ્મુ-કાશ્મીરઃ રાજભવનના ફેક્સ મશીને બદલ્યો રાજનીતિનો ઈતિહાસ

જમ્મુ-કાશ્મીરઃ રાજભવનના ફેક્સ મશીને બદલ્યો રાજનીતિનો ઈતિહાસ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ઈતિહાસમાં લગભગ જ ક્યારેય એવું થયું હશે જ્યારે સોશિયલ મીડિયાના આ જમાનામાં રાજ્યપાલે માત્ર 15 મિનિટમાં જ રાજ્યપાલે પ્રદેશ વિધાનસભા ભંગ કરી દીધી છે. આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે કે જેવી રીતે પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ રાજભવનને ફેક્સ દ્વારા સરકાર બનાવવાનો પ્રસ્તાવ મોકલ્યો અને કહ્યું કે એમની પાસે નેશનલ કોન્ફ્રન્સ અને કોંગ્રેસનું સમર્થન છે, એમણે ફેક્સ દ્વારા સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.

ફેક્સ મશીનની ખેલ બગાડ્યો

ફેક્સ મશીનની ખેલ બગાડ્યો

પરંતુ જેવી રીતે રાજભવન દ્વારા આ ફેક્સ રિસીવ ન થયું એનાથી પ્રદેશની સરકારને પલટાવી દીધી. મહેબૂબા મુફ્તીએ ફેક્સ બાદ રાજભવનને ફોન કરવાની કોશિશ કરી પરંતુ આ ફોન કોઈ પણ નહોતું ઉઠાવી રહ્યું. જેના માત્ર 15 મિનિટની અંદર રાજભવન તરફથી એક ફેક્સ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી પ્રદેશ વિધાનસભાને ભંગ કરી દીધી છે. ખુદ મહેબૂબ મુફ્તીએ આના પર ગંભીર સવાલ ઉઠાવતા કહ્યું કે જે ફેક્સ મશીન થોડો સમય પહેલા એક ફેક્સ રિસીવ નહોતુંકરી રહ્યું તે મશીને જ એક ફેક્સ દ્વારા વિધાનસભા ભંગ કરવાની નોટિસ જાહેર કરી દીધી.

એક સાથે બે લોકોનો સરકાર બનાવવાનો દાવો

એક સાથે બે લોકોનો સરકાર બનાવવાનો દાવો

જેવી રીતે મહેબૂબા મુફ્તીએ કોંગ્રેસ અને એનસીના સમર્થનનો દાવો કરતા રાજભવનને સરકાર બનાવવાનો પ્રસ્તાવ મોકલ્યો તે બાદ પીપલ્સ કોન્ફ્રન્સના અધ્યક્ષ સજ્જા લોને પણ ટ્વીટ કરીને કહ્યું કે એમની પાસે ભાજપના 26 ધારાસભ્ય ઉપરાંત 18 બળવાખોર ધારાસભ્યોનું સમર્થન છે, જેથી તેઓ સરકાર બનાવવાનો દાવો રજૂ કરી રહ્યા છે અને એમણે રાજભવનને એક પત્ર પણ ફેક્સ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે સજ્જાદ લોનની પાસે ખુદને મળીને કુલ 2 ધારાસભ્યો છે.

રાજકીય ઘમાસાણ યથાવત

મહેબૂબા મુફ્તીએ દાવો કરીને કહ્યું હતું કે એમની પાસે વિધાનસભામાં કુલ 56 ધારાસભ્યોનું સમર્થન છે, જેમાં તેમની પાર્ટીના 26 ધારાસભ્યો, નેશનલ કોન્ફ્રેન્સના 15 ધારાસભ્યો અને કોંગ્રેસના 12 ધારાસભ્યોનું સમર્થન છે, એવામાં બહુમતના આંકડા 44થી વધુ ધારાસભ્યો તેમની પાસે છે. પરંતુ જેવી રીતે માત્ર 15 મિનિટના રાજકીય ડ્રામા બાદ રાજ્યપાલે રાજ્યની વિધાનસભા ભંગ કરી દીધી તેનાથી પ્રદેશના રાજકીય સંગ્રામને વધારી દીધો છે, જો કે આગામી દિવસોમાં રાજકારણ વધુ ગરમાઈ શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X