For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવતા 50 વર્ષો સુધી ભાજપ સત્તામાં રહેશે, શું છે અમિત શાહનો મંત્ર?

અમિત શાહ પોતાના દરેક ભાષણમાં વિકાસની ચર્ચા કરતા હતા. પરંતુ સમયની સાથે હવે વિકાસનો નારો ધીમે ધીમે મંદ પડવા લાગ્યો છે.

|
Google Oneindia Gujarati News

આગામી લોકસભા ચૂંટણીમાં હવે થોડા મહિનાનો સમય જ બચ્યો છે. એટલુ જ નહિ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ પહેલેથી વાગી ચૂક્યુ છે. ભાજપ પણ પોતાનો રાજકીય રથ લઈને મેદાનમાં ઉતરી ચૂકી છે. 2014ની ચૂંટણીની વાત કરીએ તો નરેન્દ્ર મોદીથી લઈ અમિત શાહ પોતાના દરેક ભાષણમાં વિકાસની ચર્ચા કરતા હતા. પરંતુ સમયની સાથે હવે વિકાસનો નારો ધીમે ધીમે મંદ પડવા લાગ્યો છે. વિકાસના આ નારાની જગ્યા હવે મંદિર, હિંદુ અને રાષ્ટ્રવાદ જેવા મુદ્દાઓએ લઈ લીધી છે. અમિત શાહના હમણાંના તમામ નિવેદનો પર નજર નાખીએ તો શાહ સતત પોતાની રેલીઓમાં આ મુદ્દાઓ પર હવે ખુલીને બોલતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ 'લોખંડી પુરુષ' સરદાર પટેલને પીએમ મોદીએ લેખ લખીને આપી શ્રદ્ધાંજલિ, વાંચોઆ પણ વાંચોઃ 'લોખંડી પુરુષ' સરદાર પટેલને પીએમ મોદીએ લેખ લખીને આપી શ્રદ્ધાંજલિ, વાંચો

સબરીમાલા પર સુપ્રીમ કોર્ટને કહ્યુ અસ્પષ્ટ

સબરીમાલા પર સુપ્રીમ કોર્ટને કહ્યુ અસ્પષ્ટ

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે જે રીતે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો તે બાદ અમિત શાહે કેરળના પ્રવાસ પર ખુલીને આ મુદ્દે પોતાની વાત કહી. તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સવાલ ઉભા કરતા કહ્યુ કે કોર્ટે એવો ચુકાદો ન આપવો જોઈએ જેને લાગુ ન કરી શકાય. શાહના આ નિવેદનની લગભગ બધા વિપક્ષોએ ટીકા કરી. શાહે ત્યાં સુધી કહી દીધુ કે કેરળની સરકાર એ લોકોની લોહી વહાવી રહી છે જે પોતાની આસ્થા બચાવવા માટે રસ્તા પર પ્રદર્શન કરી રહ્યા છે.

ઉધઈની જેમ ચાટી રહ્યા છે ઘૂસણખોરો

ઉધઈની જેમ ચાટી રહ્યા છે ઘૂસણખોરો

મધ્ય પ્રદેશમાં એક રેલીને સંબોધિત કરતા અમિત શાહે કહ્યુ કે ગેરકાયદેસર ઘૂસણખોરો ઉધઈ જેવા હોય છે. તે જે જમી રહ્યા છે તે આપણા ગરીબોને મળવુ જોઈએ અને તે આપણી નોકરીઓ પણ લઈ રહ્યા છે. એ આપણા દેશમાં વિસ્ફોટ કરાવે છે જેમાં ઘણા બધા લોકો મરી જાય છે. એટલુ જ નહિ શાહે દિલ્લીના રામલીલા મેદાનમાં પૂર્વાંચલના મહાકુંભને સંબોધિત કરતા લોકોને પૂછ્યુ દિલ્લીની અંદર ગેરકાયદેસર ઘૂસણખોરોથી મુશ્કેલીઓ છે કે નહિ. તેમને દેશમાંથી કાઢવા જોઈએ કે નહિ. કરોડોની સંખ્યામાં ઘૂસણખોરો ઘૂસી ગયા છે અને ઉધઈની જેમ ચાટી રહ્યા છે. તેમને ઉખાડી ફેંકવા જોઈએ કે નહિ. શાહે કહ્યુ કે 2019માં જો અમે સત્તામાં આવીશુ તો રાષ્ટ્રવ્યાપી સ્તરે દેશમાં ગેરકાયદેસર ઘૂસણખોરોની ઓળખ કરાવવામાં આવશે.

વીણી-વીણીને બહાર કાઢીશુ

વીણી-વીણીને બહાર કાઢીશુ

લગભગ દરેક ચૂંટણી રેલીમાં અમિત શાહ ગેરકાયદેસર ઘૂસણખોરોનો મુદ્દો ઉઠાવે છે. રાજસ્થાનના ગુરુદાસપુરમાં શાહે કહ્યુ કે ભાજપ સરકાર એક એક ઘૂસણખોરને વીણી વીણીને મતદાર યાદીમાંથી હટાવવાનું કામ કરશે. એટલુ જ નહિ શાહે જે રીતે ગયા મહિને ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં દાવો કર્યો કે જો ભાજપ 2019માં સત્તામાં આવશે તો તે આવતા 50 વર્ષો સુધી સત્તામાં રહેશે. તેનાથી સ્પષ્ટ છે કે ભાજપ આવનારા સમયમાં આ તમામ મુદ્દાઓ તરફ મજબૂતીથી આગળ વધશે.

ભાજપનું હથિયાર

ભાજપનું હથિયાર

ગેરકાયદેસર નાગરિકોના મુદ્દાને જોઈએ તો શાહના નિવેદનથી એ સ્પષ્ટ છે કે ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને વીણી વીણીને બહાર કાઢવાની વાત કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત નાગરિકતા બિલ 2016ની વાત કરીએ તો તે અનુસાર પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશના હિંદુ, શીખ, બુદ્ધ, જૈન, પારસી, ઈસાઈ ભારતની નાગરિકતા માટે યોગ્ય હશે જ્યારે મુસલમાન આના માટે યોગ્ય નહિ હોય. જો આ બિલ પાસ થશે તો તે બંધારણના અનુચ્છેદ 14નું ઉલ્લંઘન ગણાશે.

ધ્રુવીકરણ

ધ્રુવીકરણ

જે રીતે બેરોજગારી, મોંઘવારી, ગરીબી અને ખેડૂતોના મુદ્દે કેન્દ્ર સરકાર સવાલોના ઘેરામાં છે તે છતાં શાહના આ આત્મવિશ્વાસ પાછળનું કારણ સમજવુ જરૂરી છે. વાસ્તવમાં જે રીતે શાહ પોતાના નિવેદનોમાં આ મુદ્દા ઉઠાવી રહ્યા છે તેનાથી સ્પષ્ટ છે કે તે આ બિલના આધાર પર લોકોને એ ભરોસો અપાવવાની કોશિશ કરી રહ્યા છે કે કેવી રીતે આગામી ચૂંટણીમાં તે ગેરકાયદેસર નાગરિકોને વીણી વીણીને બહાર કાઢવાનું કામ કરશે. જો કે મહત્વની વાત એ છે કે શાહના આ તમામ નિવેદનો બાદ શું આગામી ચૂંટણીઓમાં ધ્રુવીકરણ થશે.

આ પણ વાંચોઃ #StatueOfUnity: પીએમ મોદીએ કર્યુ સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ, જુઓ ફોટાઆ પણ વાંચોઃ #StatueOfUnity: પીએમ મોદીએ કર્યુ સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ, જુઓ ફોટા

English summary
Here is how Amit Shah is sure to bring BJP in power nationalism hindu polarization is the key.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X