Lockdownમાં ખાનગી વાહનોને લઈ ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન
Lockdownમાં ખાનગી વાહનોને લઈ ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન
નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે આજે લૉકડાઉનમાં કેટલીક છૂટછાટને લઈ ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં ખાનગી વાહનોને રસ્તા પર નીકળવાને લઈને પણ નિયમ બનાવવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન મુજબ આપાત સ્થિતિમાં ખાનગી વાહનોને નિકળવાની છૂટ રહેશે, જેમાં મેડિકલ ઈમરજન્સી અને વેટનરી સાથે જોડાયેલી ઈમરજન્સીની સ્થિતિ સામેલ છે.

ગાઈડલાઈનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ઈમરજન્સી સેવાઓ માટે ખાનગી વાહનોનો ઉપયોગ કરી શકાય છે અને વેટનરી કેર અને જરૂરી વસ્તુઓની ખરીદી માટે પણ તમારા વાહનનો ઉપયોગ કરવાની છૂટ રહેશે. જો ફોર વ્હીલર વાહન છે તો ડ્રાઈવર ઉપરાંત પાછલી સીટ પર એક પેસેન્જર સફર રી શકે છે અને ટૂ વ્હિલર પર માત્ર ડ્રાઈવરને જ નીકળવાનીી મંજૂરી રહેશે પાછલી સીટ પર કોઈ બેઠેલું ના હોવું જોઈએ.












Click it and Unblock the Notifications
