For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગર્લ્સ હૉસ્ટેલમાં યુવતીએ જોયું CCTV માં વૉશરુમનો સીન ચાલી રહ્યો હતો

ઉત્તરપ્રદેશના પ્રયાગ રાજ જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલમાં હિડન કેમેરો લગાવેલો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. હિડન કેમેરા હોસ્ટેલના બાથરૂમમાં હોવાની ચર્ચા છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના પ્રયાગ રાજ જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલમાં હિડન કેમેરો લગાવેલો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. હિડન કેમેરા હોસ્ટેલના બાથરૂમમાં હોવાની ચર્ચા છે. મળતી માહિતી પ્રમાણે કેમેરો લાંબા સમયથી હતો, પરંતુ તેના પર કોઈની નજર નહોતી પડી. પરંતુ 12 દિવસ પહેલા જ હોસ્ટેલમાં આવેલી એક વિદ્યાર્થિનીએ આ ખુલાસો કર્યો છે. સોમવારે સાંજે એક વિદ્યાર્થિની જ્યારે બાથરૂમ યુઝ કરીને બહાર નીકળી તો તેની નજર સીસીટીવીના ટીવી સ્ક્રીન પર ગઈ. ત્યાં લોબીની અંદરનું રેકોર્ડિંગ ચાલી રહ્યું હતું. જેમાં એક વિદ્યાર્થિની બાથરૂમની બહાર હાથ ધોઈ રહી હતી. આ વિદ્યાર્થિનીને શંકા ગઈ તો તેણે હોસ્ટેલની બીજી વિદ્યાર્થિનીઓને બોલાવી જ્યારે ચેક કરવામાં આવ્યું તો ત્યાં કોઈ કેમેરા નહોતો લગાવેલો. મતલબ કે હિડન કેમેરાથી રેકોર્ડિંગ થઈ રહ્યું હતું. બાદમાં બીજી જગ્યાઓ પર પણ હિડન કેમેરા હોવાની શંકામાં વિદ્યાર્થિનીઓએ હોબાળો કર્યો. હોસ્ટેલ ચલાવનાર માલિક અને વિદ્યાર્થિનીઓ વચ્ચે બોલાચાલી થઈ તો વિદ્યાર્થિનીઓએ પોતાના સગાસંબંધીઓને બોલાવી લીધા. મામલો બિચક્યો અને મારામારી પણ થઈ. આખરે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મામલો થાળે પાડ્યો. બાદમાં એક્સપર્ટની ટીમ બોલાવવામાં આવી. આ ટીમ ટેક્નિકલ તપાસ કરીને હોસ્ટેલમાં રહેલા હિડન કેમેરાની તપાસ કરશે.

શું છે મામલો?

શું છે મામલો?

આ મામલો પ્રયાગરાજ જિલ્લામાં શિવકુટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેલિયરગંજ વિસ્તારમાં એક ગર્લ્સ હોસ્ટેલનો છે. આ હોસ્ટેલમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરનારી વિદ્યાર્થિનીઓ આખા દેશમાંથી આવીને રહે છે. 12 દિવસ પહેલા ફૈઝાબાદની વિદ્યાર્થિની રહેવા આવી હતી. હાલના સમયમાં હોસ્ટેલમાં 24 વિદ્યાર્થિનીઓ રહે છે. અને ધીરે ધીરે તેઓ હોસ્ટેલમાં પરિચિત થઈ રહ્યા હતા. સોમવારે એક વિદ્યાર્થિની બાથરુમ યુઝ કરીને પાણી પીવા માટે મુખ્ય દરવાજા પાસેના ચોકમાં લાગેલા વોટર કૂલર પાસે પહોંચી હતી. આ દરમિયાન તેણે બાજુમાં ટેબલ પર મોનિટર અને ડીવીઆર મૂકાયેલું હતું, જેમાં સીસીટીવી ફૂટેજ દેખાતું હતું. આ જગ્યાને રિસેપ્શનની જેમ બનાવવામાં આવી હતી. જ્યારે વિદ્યાર્થિનીની નજર સ્ક્રીન પર ગઈ તો તે ચોંકી ઉઠી. ટીવી સ્ક્રીન પર લોબીની અંદરનું દ્રશ્ય દેખાઈ રહ્યું હતું. જેમાં એક વિદ્યાર્થિની બાથરૂમમાંથી નીકળીને બેઝિનમાં હાથ ધોઈ રહી હતી. વિદ્યાર્થિનીએ રિસેપ્શન પર પુછ્યુ કે અંદર તો કેમેરા છે નહીં તો બાથરુમ પાસે આ રેકોર્ડિંગ ક્યાંથી દેખાઈ રહ્યું છે. આ વિદ્યાર્થિનીએ અન્ય વિદ્યાર્થિનીઓને બોલાવી પછી ઉંચા અવાજે બોલાચાલી થઈ ગઈ. જોત જોતામાં પાડોશીઓની ભીડ થઈ ગઈ અને આખા મામલે હોબાલો શરૂ થઈ ગયો.

હોસ્ટેલ માલિકે કહ્યું બહાર થાય છે રેકોર્ડિંગ

હોસ્ટેલ માલિકે કહ્યું બહાર થાય છે રેકોર્ડિંગ

આ આખા હોબાળાની પાછળ કારણ એ હતું કે હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને કહેવાયું હતું કે કેમેરા માત્ર બહાર લાગેલા છે. પરંતુ અંદરનું રેકોર્ડિંગ પણ થઈ રહ્યું હતું. જો કે જ્યારે તપાસ કરવામાં આવી તો બાથરુમની અંદર કેમેરો મળ્યો નહીં. વિદ્યાર્થિનીઓએ વધારે પૂછપરછ કરી તો મકાન માલિક સાથે મારામારી પણ થઈ. વિદ્યાર્થિનીઓનો આરોપ હતો કે હોસ્ટેલમાં અન્ય જગ્યાએ પણ હિડન કેમેરા લાગેલા હશે અને વિદ્યાર્થિનીઓનું ખોટી રીતે રેકોર્ડિંગ થઈ રહ્યું છે.

મારામારીથી બગડ્યો માહોલ

મારામારીથી બગડ્યો માહોલ

વિદ્યાર્થિનીઓએ જ્યારે હોસ્ટેલ માલિકને આ મામલે ફરિયાદ કરી તો બોલાચાલી વધી ગઈ. અને હોસ્ટેલ માલિકે વિદ્યાર્થિનીઓને ધમકી આપી અને અભદ્ર વર્તન કર્યું. જ્યારે વિદ્યાર્થિનીઓએ પોતાના સગાસંબંધીઓને ફોન કરીને બોલાવ્યા જ્યારે બધા હોસ્ટેલ પહોંચ્યા તો હોસ્ટેલ માલિકે મારામારી કરી. હોબાળો વધ્યો તો લોકોની ભીડ પણ વધી અને પોલીસ પણ પહોંચી. પોલીસે તપાસ કરી તો કેમેરો ન મળ્યો, પરંતુ રેકોર્ડિંગથી સ્પષ્ટ થયું કે હોસ્ટેલમાં હિડન કેમેરા છે. આ મામલે અધિકારીઓ એક્ટિવ થયા અને એક્સપર્ટની ટીમને તપાસ માટે મોકલાઈ જે હવે પોતાનો રિપોર્ટ આપશે. જેના આધારે આગળની કાર્યવાહી થશે.

વિદ્યાર્થિનીઓ પોલીસ પર લગાવ્યો આરોપ

વિદ્યાર્થિનીઓ પોલીસ પર લગાવ્યો આરોપ

હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીોએ આરોપ લગાવ્યો કે હોસ્ટેલ સંચાલકે દબાણ બનાવવા માટે પહેલા પોતાના ઓળખીતાઓને બોલાવીને ધોંસ જમાવવા લાગ્યો અને પોલીસ પર પણ પોતાની પહોંચ બતાવીને મામલો દબાવવા કોશિશ કરી. ત્યારે પોલીસ પણ સંચાલકને બચાવતી હતી. આ મામલે વિદ્યાર્થિનીઓએ પોલીસના ઉચ્ચઅધિકારીઓને કાર્યવાહી કરવાની માગ કરી તો એસપી ક્રાઈમ એ એક્સપર્ટ ટીમ દ્વારા ગુપ્ત કેમેરા શોધવાની તપાસ શરૂ કરવા આશ્વાસન આપ્યું છે. તો આ મામલે હોસ્ટેસલ સંચાલકનો દાવો છે કે અહીં કોઈ હિડન કેમેરા લાગેલા નથી. આ આરોપ કોટા છે. બીજી તરફ પોલીસે મોડી રાત સુધી હોસ્ટેલમાં ગુપ્ત કેમેરાની તપાસ શરૂ કરી અને કેમેરા ન મળતા એક્સપર્ટ ટીમ બોલાવવામાં આવી જે હવે ટેક્નોલોજીના સહારે કેમેરા શોધશે.

English summary
hidden camera in girls hostel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X