For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈમાં હાઈટાઈડનુ એલર્ટ, સમુદ્રમાં બપોરે 4.52 મીટર સુધી ઉઠી શકે છે લહેરો

ભારતીય હવામાન વિભાગ(આઈએમડી)એ કહ્યુ છે કે ગુરુવારે મુંબઈમાં હાઈટાઈડ આવવાની સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય હવામાન વિભાગ(આઈએમડી)એ કહ્યુ છે કે ગુરુવારે મુંબઈમાં હાઈટાઈડ આવવાની સંભાવના છે. મુંબઈમાં આજે 1 વાગીને 43 મિનિટે 4.52 મીટરની હાઈટાઈડ આવી શકે છે. જેના માટે એલર્ટ જારી કરવામાં આવી છે. આ દરમિયાન સમુદ્રની લહેરો 4.52 મીટર સુધી ઉઠી શકે છે. આ ખતરાને જોતા લોકોને સમુદ્ર તટથી દૂર રહેવાની સલાહ આપી છે. સાથે જ તટીય વિસ્તારોમાં પાસે રહેતા લોકોને પણ ઘરોમાંથી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

mumbai

ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સ્થાનિક પોલિસની ટીમ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મુંબઈમાં વરસાદ થઈ રહ્યો છે. આજે દિવસભર વરસાદ રહેવાની શંકા છે. ઘણા સ્થળોએ ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. જેનાથી લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બૃહદ મુંબઈ નગર નિગમે કોઈ પણ પ્રકારનુ નુકશાન વેચવા માટે સાવચેતી રાખવા કહ્યુ છે અને અમુક જરૂરી ઉપાય કર્યા છે. જો કે આવતા અમુક કલાકોમાં મુંબઈમાં ભારે વરસાદની સંભાવના નથી. પરંતુ સ્થાનિક હવામાન વિભાગનુ કહેવુ છે કે અહીં મધ્યમ વરસાદ થઈ શકે છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ થઈ રહ્યો છે અને પાણી ભરાવાના કારણે લોકો ઘણા પરેશાન છે.

છેલ્લા 24 કલાકની અંદર સાંતાક્રૂઝમાં 49 મિમી વરસાદ નોધવામાં આવ્યો છે. વળી, બાંદ્રામાં 24 મિમી, રામ મંદિરમાં 33 મિમી અને મહાલક્ષ્મીમાં 14 મિમી વરસાદ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત થાણે અને નવી મુંબઈમાં પણ ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગ અનુસાર આવતા 3.4 કલાકમાં દક્ષિણી મહારાષ્ટ્ર, ઉત્તરી કર્ણાટક, તેલંગાના અને ઉત્તરી આંધ્ર પ્રદેશમાં વાદળો છવાયેલા રહેશે અને મધ્યમ વરસાદ સાથે સાથે તોફાન અને વિજળી કડકવાની પણ સંભાવના છે.

રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજનના સમયને સ્વરુપાનંદ મહારાજે ગણાવ્યો અશુભરામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજનના સમયને સ્વરુપાનંદ મહારાજે ગણાવ્યો અશુભ

English summary
High tide of 4.52 meters expected in mumbai today said indian meteorol ogical department.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X