For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસના કેસોમાં અત્યાર સુધીનો સૌથી વધુ વધારો, કુલ 1,25,101

ભારતમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. રોજ હજારોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. રોજ હજારોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના કેસોમાં 6,654 કેસોની અત્યાર સુધીનો સૌથી વધુ વધારો થયો છે અને 137 મોત થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 1,25,101 છે જેમાં 69,597 સક્રિય કેસ અને 3,720 મોત શામેલ છે.

રાજસ્થાનમાં કુલ કેસ 6,542

રાજસ્થાનમાં કુલ કેસ 6,542

રાજસ્થાનમાં આજે સવારે 9 વાગ્યા સુધી કોરોના વાયરસના 48 કેસ સામે આવ્યા છે અને 2 મોત થયા છે. રાજ્યમાં કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા વધીને 6,542 થઈ ગઈ છે અને કોરોના વાયરસથી થતા મોતનો આંકડો 155 છે, રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 2,695 છે. પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસના 135 નવા કેસ સામે આવ્યા છે અને 6 મોત થયા છે. રાજ્યમાં 22 મે સુધી કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 3,322 છે. આમાં રિકવર થઈ ચૂકેલા 1,249 કેસ અને 199 મોત શામેલ છે.

મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિત 44,582

મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં 2,940 નવા કેસો સાથે કોરોના વાયરસના કેસોમાં એક દિવસમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં હવે કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા વધીને 44,582 થઈ ગઈ છે. અહીં મુંબઈના ધારાવીમાં કોરોના વાયરસના 53 નવા કેસ સામે આવ્યા છે. ધારાવીમાં હવે કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની સંખ્યા વધીને 1,478 થઈ ગઈ છે અને કોરોના વાયરસથી થતા મોતનો આંકડો 57 છે.

ગુજરાતમાં કુલ કેસ 13,273

ગુજરાતમાં કુલ કેસ 13,273

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 363 નવા કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં હવે કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા વધીને 13,273 થઈ ગઈ છે. આમાં 5,880 રિકવર થઈ ચૂકેલ કેસ અને 802 મોત શામેલ છે. ઝારખંડમાં કોરોના વાયરસના 15 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હવે કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 323 થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીરમાં 40 નવા કેસ સામે આવ્યા છે. હવે ત્યાં કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા વધીને 1489 થઈ ગઈ છે. વળી, પંજાબમાં કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 2,029 છે. આમાં 143 સક્રિય કેસ,1,847 રિકવર થઈ ચૂકેલા કેસ અને 39 મોત શામેલ છે. તેલંગાનામાં 786 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હવે કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા વધીને 14,753 થઈ ગઈ છે. બિહારમાં કોરોના વાયરસના 118 વધુ કેસ સામે આવ્યા છે. હવે રાજ્યમાં કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા વધીને 2,105 થઈ ગઈ છે.

કોરોના સંક્રમિતોને શું ભોજન આપવુ જોઈએ, નક્કી કરવામાં આવ્યુ ડાયેટકોરોના સંક્રમિતોને શું ભોજન આપવુ જોઈએ, નક્કી કરવામાં આવ્યુ ડાયેટ

English summary
Highest ever new cases and total 125101 coronavirus cases in India says health minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X