દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7964 નવા કેસ આવ્યા અને 265 દર્દીના મોત
જેમ જેમ લૉકડાઉનના ચોથા તબક્કાની અંતિમ તારીખ નજીક આવી રહી છે તેમ દેશમાં કોરોના વાયરસનુ સંક્રમણ ભયાનક રીતે ફેલાતુ દેખાઈ રહ્યુ છે. શનિવારે બુલેટિન જારી કરીને કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં જ કોરોના વાયરસના 7964 કેસ સામે આવ્યા છે ત્યારબાદ દર્દીઓની સંખ્યા વધીને 1,73,763 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 265 લોકોના મોત થયા છે. કોરોના વાયરસના સંક્રમણ અને આનાથી થયેલ મોતનો આ અત્યાર સુધીને સૌથી મોટો આંકડો છે.

82370 દર્દી અત્યાર સુધી રિકવર થયા
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ કોરોના વાયરસના કારણે અત્યાર સુધી દેશભરમાં 4971 લોકોના મોત થઈ ચૂક્યા છે. જો કે એક રાહતની વાત એ છે કે કોરોના વાયરસના 82370 દર્દી રિકવર પણ થયા છે ત્યારબાદ સક્રિય કેસ હાલમાં 86422 છે. દેશની રાજધાની દિલ્લીમાં પણ કોરોના વાયરસનુ સંક્રમણ વિકરાળ સ્વરૂપ લઈ રહ્યુ છે. સંક્રમણના વધતા કેસો બાદ દિલ્લીમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 102 થઈ ગઈ છે. છેલ્લા 12 દિવસમાં રાજધાનીમાં કોરોના વાયરસના 7000 નવા કેસ સામે આવ્યા છે.

31 મેના રોજ ખતમ થઈ રહ્યો છે લૉકડાઉનનો ચોથો તબક્કો
તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતા દેશમાં 31 મેના રોજ ખતમ થઈ રહેલ લૉકડાઉનના ચોથા તબક્કા બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે બે સપ્તાહ માટે લૉકડાઉન આગળ લંબાવવામાં આવી શકે છે. જો કે આશા છે કે લૉકડાઉન-5માં અમુક નવા પ્રકારની છૂટ મળી શકે છે અને મુખ્ય ફોકસ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશના 11 શહેરો પર રહી શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે આ શહેરોમાં લૉકડાઉનના નિયમો કડકાઈથી લાગુ રહેશે જ્યારે દેશના બાકીના ભાગોમાં અમુક વધુ છૂટ આપવામાં આવી શકે છે.

5 શહેરોમાં જ આખા ભારતના 60 ટકા કોરોના કેસ
મીડિયા રિપોર્ટ્સ મુજબ, લૉકડાઉન-5માં એ 11 શહેરો પર વધુ ફોકસ કરવાનુ છે જ્યાં દેશના 70 ટકા કોરોના વાયરસના કેસ મળી રહ્યા છે. માહિતી મુજબ જે શહેરોમાં આગલા લૉકડાઉનમાં વધુ ધ્યાન આપવામાં આવશે તેમાં દિલ્લી, મુંબઈ, બેંગલુરુ, પૂણે, ઠાણે, ઈન્દોર, ચેન્નઈ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકત્તા શામેલ છે. જ્યારે આમાંથી 5 શહેરોમાં જ આખા ભારતના લગભગ 60 ટકા કોરોના વાયરસ કેસ છે. આ 5 શહેર છે મુંબઈ, દિલ્લી, અમદાવાદ,પૂણે અને કોલકત્તા. આ પહેલા કેન્દ્ર સરકારે દેશના એ 30 નગર નિગમોની એક યાદી તૈયાર કરી હતી જ્યાં દેશમાં 80 ટકા કોરોના વાયરસ કેસ છે.
નિધન બાદ પોતાના પરિવાર માટે કેટલી સંપત્તિ છોડી ગયા છે અજીત જોગી