પીએમ મોદીના નિર્ણયની અસર, એક મહિનામાં 564 નક્સલવાદીઓએ કર્યુ આત્મસમર્પણ

Subscribe to Oneindia News

નોટબંધીના એલાન બાદ એક તરફ જ્યાં લોકો બેંકો અને એટીએમની બહાર લાઇનમાં ઉભા છે અને કેટલાક લોકો સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. ત્યાં બીજી તરફ આ નિર્ણયની સકારાત્મક અસરના સમાચાર એ છે કે નોટબંધીના એલાન બાદ અત્યાર સુધીમાં 469 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યુ છે. આમાં 70% આત્મસમર્પણ ઓરિસ્સાના મલકાનગિરીમાં થયુ છે.

naxal

એક મહિનામાં સૌથી વધુ આત્મસમર્પણ

આખા મહિનાના આંકડા જોઇએ તો કુલ મળીને 564 નક્સલવાદીઓ અને તેમના મદદગારોએ આત્મસમર્પણ કર્યુ છે. 8 નવેમ્બરે 500 અને 1000 રુપિયાની નોટો બંધ થવાની ઘોષણા થયા બાદ અત્યાર સુધીમાં 469 નક્સલવાદીઓ આત્મસમર્પણ કરી ચૂક્યા છે. આ આંકડો કોઇ પણ મહિનામાં થયેલા કુલ આત્મસમર્પણનો સૌથી વધુ છે.

ગામના લોકો પણ કરી રહ્યા છે વિરોધ

છેલ્લા 28 દિવસોમાં આટલા વધુ આત્મસમર્પણ પાછળ નોટબંધીની સાથે બીજા પણ ઘણા કારણો છે. આત્મસમર્પણ કરનારા મોટાભાગના નક્સલવાદીઓએ કહ્યુ કે તેમને આ વિચારધારા યોગ્ય નથી લાગતી. બીજુ કારણ એ પણ છે કે નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં સતત વિકાસ થવાને કારણે ગામના લોકો પણ નક્સલવાદીઓનો વિરોધ કરી રહ્યા છે. આના કારણે નક્સલવાદીઓને સ્થાનિક લોકોનું સમર્થન પણ નથી મળી રહ્યુ.

naxal

નોટબંધી બાદ નક્સલીઓની મુશ્કેલીઓ વધી

8 નવેમ્બર બાદ નક્સલવાદીઓના આત્મસમર્પણમાં થયેલા વધારા પર ગૃહમંત્રીએ અગાઉ કહ્યુ હતુ કે નોટબંધી લાગૂ થયા બાદ નક્સલવાદીઓનું જીવવુ મુશ્કેલ બની રહ્યુ છે. કારણકે તેમની પાસે ખર્ચ કરવા માટે નવા નોટ ઉપલબ્ધ જ નથી. એ પણ સમાચાર પણ આવ્યા હતા કે નક્સલવાદીઓ નોટ બદલવા માટે ગામના લોકોનો ઉપયોગ કરી રહ્યા હતા.

naxal

પૈસા ભરેલી બેગો મૂકીને ચાલ્યા ગયા હતા

નક્સલવાદીઓના આત્મસમર્પણ પાછળ ધૂંધળી થતી વિચારધારાની સાથે મોટી સંખ્યામાં જમા એ પૈસા પણ છે જે હવે બેકાર થવા જઇ રહ્યા છે. હાલમાં જ પોલિસે કોડાગોન જિલ્લાના આશરે 42 લાખ રુપિયાના 500 અને 1000 રુપિયાના નોટ જપ્ત કરી કર્યા હતા. નક્સલવાદીઓ એક ગામમાં ઘૂસ્યા હતા અને ગામલોકોને ધમકાવીને નોટ બદલાવવા બેંકમાં મોકલવાની કોશિશ કરી રહ્યા હતા. પરંતુ જ્યારે તેમણે ના પાડી તો તેઓ ત્યાં જ પૈસા ભરેલી બેગ મૂકીને જતા રહ્યા હતા.

naxal

નક્સલવાદીઓને આશરે 1000 કરોડનું નુકશાન

અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે નોટબંધીને કારણે નક્સલવાદીઓને આશરે 1000 કરોડ રુપિયાનું નુકશાન થયુ છે. આમાંથી વધુ નુકશાન બસ્તર ક્ષેત્રમાં થયુ છે. માત્ર બસ્તર ક્ષેત્રમાં જ આશરે 400 થી 600 કરોડ રુપિયાનું નુકશાન નક્સલવાદીઓને થયુ છે.

English summary
Highest surrender of Maoists in a month after demonetisation was announced.
Please Wait while comments are loading...