• search

Highlights: જાણો શું-શું છે કોંગ્રેસના ઘોષણાપત્રમાં

નવી દિલ્હી, 27 માર્ચઃ કોંગ્રેસ પાર્ટી એક વિચાર છે. આ એ વિચાર છે, જે છેલ્લા પાંચ મહિનાથી ભારતના ઉજ્જવળ ભવિષ્ય અંગે વિચારી રહી છે. રાજકિય સ્વાર્થની વાત કરીએ તો આ વિચારમાં પોતાના અંગે પણ વિચારવાનું મોટું કામ કરવામાં આવ્યું છે, કારણ કે કોંગ્રેસના દરેક સભ્યના વિચારમાં ભાજપ પ્રત્યેનો ડર બેસી ગયો છે. જીહાં, એ જ કારણ છે કે, પહેલીવાર ઘોષણાપત્રમાં ભારતીય જનતા પાર્ટીનું નામ આવ્યું છે અને તે પણ બોલ્ડ અક્ષરોમાં.

સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહન સિંહ અને અન્ય કોંગ્રેસી નેતાઓની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીએ પોતાનો વિચાર એટલે કે ઘોષણાપત્ર જારી કર્યો છે. આ ઘોષણાપત્રમાં મુખ્ય બિંદુઓને વાંચ્યા બાદ ખરેખર એવું લાગશે કે કોંગ્રેસ પાર્ટી દેશને નવી ઉંચાઇઓ પર લઇ જવા માગે છે.

ઘોષણાપત્રમાં શુ છે, તે તમે નીચે તસવીરો થકી વાંચી શકો છો, પરંતુ અમે તમને જણાવી દેવા માગીએ છીએ કે ઘોષણાપત્ર જારી કરતા રાહુલ ગાંધીએ કહ્યું છેકે આ ઘોષણાપત્ર ગરીબો માટે છે. આદિવાસીઓ માટેછે, મહિલાઓ માટે છે, વિક્લાંગો માટે છે. રાહુલે દાવો કર્યો છે કે આ વચનોની સાથે જો કોંગ્રેસ પાર્ટી ચૂંટણી જીતે તો આગામી પાંચ વર્ષમાં ભારતને મજબૂત અર્થવ્યવસ્થાના રૂપમાં ફરીથી ઉભુ કરી દેશે.

આર્થિક વિકાસ

આર્થિક વિકાસ

કોંગ્રેસ તરફતી તમામ કામકાજી લોકો માટે મૂળ અધિકારો અને કલ્યાણકારી પેકેજોની શરૂઆત કરવામાં આવશે. કોંગ્રેસ અનુસાર તે ભારતને 8 ટકા ગ્રોથના માર્ગે પરત લાવી દેશે. પાર્ટી અનુસાર વિદેશી રોકાણને લઇને ઝીરો પ્રતિકૂળતા થશે. ડિરેક્ટ ટેક્સ કોડ અને ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સને લાગુ કરવામાં આવશે, જેનાથી રાજસ્વમાં ફાયદો થશે. આ ઉપરાંત પાર્ટીનો વિસ્તૃત જોબ એજેન્ડા દેશમાં 10 કરોડ નવી નોકરીઓને સુનિશ્ચિત કરશે.

મજૂરોના હિતની રક્ષા

મજૂરોના હિતની રક્ષા

ઘોષણાપત્ર અનુસાર કોંગ્રેસ પાર્ટી તમામ મજૂર વર્ગ માટે ઇંસ્યોરન્સ અને પેન્શન કવરને સુનિશ્ચિત કરશે. જોખમી ઉદ્યોગોમાં કામ કરતા મજૂરોનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. તમામ પ્રવાસી મજૂરને એક વર્ષની અંદર આધાર કાર્યક્રમની હેઠળ સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત અસંગઠિત મજૂર સામાજિક બિલ 2008ને પણ લાગુ કરવામાં આવશે.

સ્વાસ્થ્યનો અધિકાર

સ્વાસ્થ્યનો અધિકાર

કોંગ્રેસ પાર્ટી રાઇટ ટૂ હેલ્થ બિલને લાવશે અને પાર્ટી એ સુનિશ્ચિત કરશે કે બધાને ઉચ્છ ગુણવત્તાની સ્વાસ્થ્ય સેવાઓ હાંસલ થઇ શકે. સ્વાસ્થ્ય સેવાઓ પર જીડીપીનો ત્રણ ટકા ભાગ ખર્ચ કરવામાં આવશે. દરેક ઘર અને શાળામાં ફંક્શનલ ટોયલેટ્સ સુનિશ્ચિત કરવામાં આવશે. આ ઉપરાંત સાર્વજનિક સ્વાસ્થ્યમાં ત્રણ વર્ષના ડિપ્લોમા કોર્સની શરૂઆત કરવામાં આવશે. વર્ષ 2020 સુધી પાર્ટીનો લક્ષ્ય સ્વાસ્થ્ય ક્ષેત્રમાં 60 લાખ નવી નોકરીઓ પેદા કરવાનો છે.

પછાત જાતિ, જનજાતિ અને બીજા પછાત વર્ગોનું સશક્તિકરણ

પછાત જાતિ, જનજાતિ અને બીજા પછાત વર્ગોનું સશક્તિકરણ

શેડ્યુલ્ડ કાસ્ટ્સ અને શેડ્યુલ્ડ ટ્રાઇબલ્સ એમેંડમેંટ બિલ 2013ને પાસ કરશે, જે થકી બેરોજગાર સ્તાનક યુવાઓને વાર્ષિક વિદેશી છાત્રવૃત્તિ અને સ્કિલ ડેવલોપમેન્ટ વાઉચર્સ આપવામાં આવશે, જે 10 હજાર રૂપિયાના હશે. આ ઉપરાંત એક વિશેષ કમિશનની સ્થાપના કરવામાં આવશે, જેના થકી એ સમુદાયોની ભાળ મેળવવામાં આવશે, જેમને આ યોજનાઓનો ફાયદો મળી રહ્યો નથી.

મહિલાઓનું સશક્તિકરણ અને બાળકોની સુરક્ષા

મહિલાઓનું સશક્તિકરણ અને બાળકોની સુરક્ષા

ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે, પાર્ટીની ટોચની પ્રાથમિકતાઓમાં મહિલા આરક્ષણ બિલ અને બાળ મજૂરી રોકવા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્યુઅલ ઓફેંસેજ એક્ટ લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત મહિલાઓને તમામ હોસ્પિટલમાં વન સ્ટોપ ક્રાઇસિસ સેન્ટર્સની સ્થાપના કરવામાં આવશે. ઘોષણાપત્ર અનુસાર સુનિશ્ચિત કરવામાં આવશે કે તમામ પોલીસ સ્ટેશનોમાં 25 ટકા મહિલા કર્મચારી હોય. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે તે મહિલાઓની સુરક્ષા માટે સિટીઝન ચાર્ટર પાસ કરશે.

લઘુમતિઓની સુરક્ષા

લઘુમતિઓની સુરક્ષા

ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે, પાર્ટી પ્રિવેન્શન ઓફ કોમ્યુનલ એન્ડ ટાર્ગેટેડ વાયોલેન્સ બિલ પાસ કરવાના હરસંભવ પ્રયાસો કરશે. મૌલાના આઝાદ એજ્યુકેશનલ ફંડની જેમ લઘુમતિઓની ઉદ્યમશીલતા અને સ્કિલ ડેવલોપમેન્ટને આગળ વધારવા માટે એક સમૂહનું નિર્માણ કરવામાં આવશે. પાર્ટી અનુસાર તે લઘુમતિઓને તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને આરક્ષણ આપવાની દિશામાં ધ્યાન કેન્દ્રિત કરશે.

યુવા અને છાત્ર એજેન્ડા

યુવા અને છાત્ર એજેન્ડા

ઘોષણાપત્ર અનુસાર પાર્ટીનો હેતુ દેશમાં સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક વ્યવસ્થાની શરૂઆત કરવાનો છે. પાર્ટીની વાત માનીએ તો સર્વ શિક્ષા અભિયાનને શ્રેષ્ઠ શિક્ષા અભિયાનમાં બદલવાનો છે. જે હેઠળ આખા દેશમાં સ્ટેટ ઓફ ધ આર્ટ ખેલકૂદ સુવિધાઓ આપવામાં આવશે અને આ સાથે નેશનલ સ્પોર્ટ્સ એજ્યુકેશન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીર, નોર્થ ઇસ્ટ અને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ખાસ ધ્યાન આપવામાં આવશે. પ્રદેશ આધારિત એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ પ્રોગ્રામને એ લોકો માટે શરૂ કરવામાં આવશે, જે વિદેશોમાં નોકરી કરવા માગે છે.

ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ

ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ

આંગણવાડી કર્મચારી અને સહકરી નર્સો, મિડવાઇવ્સની સાથે જ વિકાસ કરતી તમામ સંસ્થાઓને જરૂરી વળતર આપવામાં આવશે. આ ઉપરાંત તમામ વૃદ્ધો, અભાવગ્રસ્ત લોકો,વિધવાઓ અને આ પ્રકારના બાકી સમૂહો માટે એક યુનિવર્સલ પેન્શન સ્કીમની શરૂઆત કરવામાં આવશે. 125 લોકો અથવા તેનાથી વધારે પુર્નવાસ કેન્દ્રોને રસ્તાઓથી જોડવામાં આવશે. તમામ ગ્રામીણ વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવશે. પંચાયત માટે અનુદાન વધારવામાં આવશે. ભૂમિ સાથે જોડાયેલા તમામ રેકોર્ડનું ડિજીટલિકરણ કરવામાં આવશે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ

કૃષિ અને ખેડૂત કલ્યાણ

ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી ખેડૂતોને સંપૂર્ણ સમર્થન આપશે અને કૃષિ ઉત્પાદન અને નિકાસ વધારવાના હેતુથી તે પીપીપી મોડલનો અને વિકસિત કરશે. પાકો માટે થનારા ઇંસ્યોરન્સની સ્કીમમાં કવરેજની રાશિ વધારવામાં આવશે. આ ઉપરાંત પાર્ટી તરફથી મત્સ્ય પાલન મંત્રાલયની સ્થાપના કરવામાં આવશે. તમામ નાના અને મહિલા ખેડૂતો માટે પાંચ લાખથી વધુના દેવામાં છૂટછાટ આપવામાં આવશે.

ઉત્પાદન અને ઔદ્યોગિક વૃદ્ધિમાં લાભ

ઉત્પાદન અને ઔદ્યોગિક વૃદ્ધિમાં લાભ

પાર્ટી વર્ષ 2022 સુધી જીડીપીમાં મેન્યુફેક્ચરિંગનો ભાગ વધારવાના હેતુથી નેશનલ મેન્યુફેક્ચરિંગ નીતિને લાગુ કરશે. પાર્ટી અનુસાર તે ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર પ્રોજેક્ટને ટૂંક સમયમાં પૂરા કરવાનો પ્રયત્ન કરશે. આ ઉપરાંત પાર્ટી સરકાર બન્યાના 100 દિવસની અંદર તમામ લક્ષ્ય નોકરીઓની તક ઉભી કરવાના હેતુથી નવા રોકાણો પર ધ્યાન આપશે. ઘોષણાપત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોંગ્રેસ તરફથી એક ઇ-બિઝ પ્રોજેક્ટની શરૂઆત કરવામા આવશે, જે હેઠળ તમામ રોકાણકારો માટે સિંગલ વિન્ડો પ્લેટફોરમ સુવિધા શરૂ થશે.

ઇંફ્રાસ્ટ્રક્ચર

ઇંફ્રાસ્ટ્રક્ચર

ઘોષણાપત્ર અનુસાર પાર્ટી ઇંફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા માટે 1 ટ્રિલિયન ડોલરની રકમ ખર્ચ કરવામાં આવશે. સરકાર તરફથી નેશનલ રોડ ટ્રાન્સપોર્ટ સેફ્ટી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત સરકાર હાઇ સ્પીડ રેલ અને કોસ્ટલ ટર્મિનલ્સ તથા જરૂરી રેલ રોડ નેટવર્કસ થકી બંદરોને તમામ મિલિયન પ્લસ સિટીઝ સાથે જોડવાનો પ્રયાસ કરશે.

શહેરી વિકાસ

શહેરી વિકાસ

ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યુ છે કે, પાર્ટી દેશના શહેરોને વિકાસ સાથે જોડવાના તમામ પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે. કોંગ્રેસ એ સુનિશ્ચિત કરશે કે તમામ મેયરો અને મ્યુનિસિપલ ચેરપર્સનન્સને તમામ શક્તિઓ આપવામાં આવે, જેથી તેઓ એક સીઇઓ તરીકે પોતાની કાર્યકારી શક્તિઓ અને જવાબદારીઓ તરીકે સંચાલન કરી શકે. આ ઉપરાંત પાર્ટી તરફથી એવું કહેવામાં આવ્યું છે કે, તે શહેરી વિસ્તારો હેઠળ આવતા મતદાન ક્ષેત્રો સાથે જોડાયેલા મુદ્દાઓ પર ફરીથી વિચાર વિમર્શ કરશે જેથી જનસંખ્યાના આધારે સંસદીય ક્ષેત્રોને સમાયોજિત કરી શકાય.

હાઉસિંગ

હાઉસિંગ

ઘોષણાપત્રમાં કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે તમામ ગરીબ લોકોને પાર્ટી રાઇટ ટૂ હોમસ્ટેડ આપવા માગે છે. આ ઉપરાંત ઇન્દિરા આવાસ યોજના તમામ ગ્રામીણ વિસ્તારો સુધી વિસ્તારવામાં આવશે. રાજીવ ગાંધી આવાસ યોજનાનો વિસ્તાર શહેરોમાં રહેતા ગરીબ લોકો સુધી કરવામાં આવશે. પાર્ટીએ દાવો કર્યો છે કે બે દશકાઓથી વધુ સમયથી કોઇપણ જમીન પર રહેા લોકોને સ્વાતાધિકારી દસ્તાવેજ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

પર્યાવરણ

પર્યાવરણ

ઘોષણાપત્રમાં પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે પર્યાવરણ પ્રત્યે જવાબદેહી ઘણી જરૂરી છે.. તેવામાં ગ્રીન નેશનલ એકાઉન્ટ્સ થકી પાર્ટી એ સુનિશ્ચિત કરશે કે પર્યાવરણ ક્ષરણની લાગત રાષ્ટ્રીય ખાતમાં સ્પષ્ટપણે જોવા મળે. આ ઉપરાંત પાર્ટી તરફથી એક નેશનલ એન્વાયર્નમેન્ટ અપ્રેજલ એન્ડ મોનિટરિંગ ઓથોરિટીની શરૂઆત કરવામાં આવશે. તમામ નદીઓની સફાઇનું કામ મોટા ઘોરણે શરૂ કરવામાં આવશે અને એક નેશનલ મિશન એન્ડ વિન્ડ એનર્જી થકી વાયુ ઉર્જાનો શ્રેષ્ઠ પ્રયોગ કરવાના પ્રયાસો કરવામાં આવશે.

ઇનોવેશન, જાણકારી અને કોમ્યુનિકેશન ટેક્નોલોજી

ઇનોવેશન, જાણકારી અને કોમ્યુનિકેશન ટેક્નોલોજી

ઘોષણાપત્ર અનુસાર પાર્ટીનો આગામી લક્ષ્ય ડેમોક્રેટાઇજેશન ઓફ ઇન્ફોર્મેશન છે. પાર્ટીનું કહેવું છે કે, આ સેવાઓનું વિતરણ, સિટીઝન ઇન્ટરફેસ અને દાયિત્વોમાં ક્રાન્તિકારી બદલાવ લાવશે. તમારા પૈસા તમારો હાથ એક એવો મંચ હશે જેના થકી એક નક્કી સમયની અંદર સેવાઓનું વિતરણ થશે અને તેનાથી ભ્રષ્ટાચાર પર કાબુ મેળવી શકાશે. તમામ પંચાયતોને હાઇ સ્પીડ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સાથે જોડવામાં આવશે અને સારી આફત વ્યવસ્થા માટે એખ એડવાન્સ વાયરલેસ કોમ્યુનિકેશન સિસ્ટમને પણ તૈયાર કરવામાં આવશે.

ભ્રષ્ટાચાર સામે લડાઇ

ભ્રષ્ટાચાર સામે લડાઇ

પાર્ટીએ પોતાના ઘોષણાપત્રમાં દાવો કર્યો છે કે ધ પ્રિવેંશન ઓફ કરપ્શન બિલ ભ્રષ્ટાચાર સામે લડતી સંસ્થાઓને વધુ શક્તિ આપી શકશે. આ ઉપરાંત પ્રિવેંશન ઓફ બ્રાઇબરી ઓફ ફોરેન પબ્લિક ઓફિશિયલ્સ એન્ડ પબ્લિક ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન બિલ 2011 વિદેશી સંસ્થાઓને તેના દાયરામાં લાવશે. પબ્લિક પ્રોક્યોરમેન્ટ બિલ 2012 કેન્દ્ર સરકારની તમામ સાર્વજનિક ખરીદીને રેગ્લુલેટ કરશે.

ગર્વનેંસમાં સુધારો

ગર્વનેંસમાં સુધારો

ઘોષણાપત્રમાં પાર્ટી તરફથી કહેવામાં આવે છે કે રેકમંડેશંસ ઓફ ધ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશનને લાગુ કરવામાં આવશે. એક સ્પેશિયલ મોનેટરિંગ સિસ્ટમને લાવવામાં આવશે, જેથી તમામ કેસોને ટૂંક સમયમાં હલ કરી શકાશે. જ્યૂડિશિયલ એપ્વાઇંટમેંટ્સ બિલ અને જ્યૂડિશિયલ એકાઉન્ટેબિલિટી બિલને જજની નિયુક્તિમાં પારદર્શિતા લાવવાના હેતુસર લાવવામાં આવશે. પાર્ટીએ દાવો કર્યો છે કે તે બે વ્યસ્કો અને સેમ સેક્સના લોકો વચ્ચે પોતાની રજામંદીથી કરવામાં આવેલા યૌન સંબંધોના ગુનાના દાયરામાંથી બહાર લાવવાની દિશામાં કામ કરશે.

આંતરિક સુરક્ષા

આંતરિક સુરક્ષા

ઘોષણાપત્રમાં કોંગ્રેસે દાવો કર્યો છે કે લેફ્ટ વિગ એક્સટ્રીમિઝમ એટલે કે નક્સલવાદની સમસ્યાનો મજબૂતી સાથે સામનો કરવામાં આવશે. આ સમસ્યાથી પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત સુરક્ષા દળોને મજબૂતી આપવા માટે અને વધુ હથિયાર, ઇંફ્રાસ્ટ્રક્ચર અને માનવબળ આપવામાં આવશે. જ્યારે આ વિસ્તારોમાં રહેતા લોકોને સશક્ત બનાવી વિકાસના કાર્યોમાં આગળ વધારવામાં આવશે.

રક્ષા અને પૂર્વ સૈનિકોનું કલ્યાણ

રક્ષા અને પૂર્વ સૈનિકોનું કલ્યાણ

ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે, પાર્ટી ઉત્પાદન ક્ષમતાઓમાં નવી તેજી લાવશે સાથે જ તે સૈન્ય સંભાવનાઓના વિસ્તારના નવા માર્ગોની શોધ કરશે. પાર્ટી પૂર્વ સૈનિકો માટે એક નેશનલ કમિશન ફોર એક્સ સર્વિસમેનની સ્થાપના પણ કરશે જેથી તે સૈનિકોના પરિવારો સાથે જોડાયેલી કલ્યાણકારી યોજનાઓને લાગુ થવાના કાર્યો પર નજર રાખી શકે.

વિદેશ નીતિ

વિદેશ નીતિ

ઘોષણાપત્રમાં સરકારે વચન આપ્યું છે કે, તે યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં ભારતની સ્થાયી સદસ્યતા માટે સમર્થન એકઠું કરવાના પ્રયાસો કરાશે આતંકવાદ સામે લડાઇ માટે પાર્ટીનો હેતુ ઇંટેલિજન્સ શેરિંગ, આતંકવાદી સંગઠનોને પહોંચાડવામાં આવતી મદદ પર અકંશુ અને મની લોડ્રિંગને રોકવાનું હશે.

English summary
Congress party has release its manifesto, take a look on few important points through which party is eying on its voters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more