For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિજાબ વિવાદઃ કર્ણાટક હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે છાત્રાઓ

ર્ણાટક હાઈકોર્ટે કૉલેજમાં હિજાબ પહેરીને આવવાની મંજીરી આપતી માંગવાળી અરજીને ફગાવી દીધી છે.

|
Google Oneindia Gujarati News

બેંગલુરુઃ કર્ણાટક હાઈકોર્ટે કૉલેજમાં હિજાબ પહેરીને આવવાની મંજીરી આપતી માંગવાળી અરજીને ફગાવી દીધી છે. ઘણી છાત્રાઓ તરફથી હાઈકોર્ટમાં આ અરજી દાખલ કરવામાં આવી હતી. મંગળવારે કર્ણાટક હાઈકોર્ટના ચુકાદા બાદ અરજીકર્તા છાત્રાઓએ સુપ્રીમ કોર્ટમાં જવાની વાત કહી છે. તેમનુ કહેવુ છે કે પોતાની માંગને લઈને તે સુપ્રીમ કોર્ટમાં પિટિશન આપશે. કર્ણાટક હાઈકોર્ટમાં અરજીકર્તા છાત્રાઓ તરફથી હાજર થયેલા વકીલ કેવી ધનંજયે જણાવ્યુ કે હજુ હાઈકોર્ટના ચુકાદાની વિગતો તેમને મળી નથી. જ્યારે કોર્ટનો આખો આદેશ આવી જશે ત્યારે અમે સુપ્રીમ કોર્ટમાં અમારી અરજી કરીશુ.

hijab

શું કહ્યુ છે કર્ણાટક હાઈકોર્ટે

કૉલેજોમાં છોકરીઓના હિજાબ પહેરવા સાથે જોડાયેલા કેસમાં કર્ણાટક હાઈકોર્ટે પોતાનો ચુકાદો સંભળાવીને કહ્યુ છે કે હિજાબ ઈસ્લામનો હિસ્સો નથી. શિક્ષણ સંસ્થા આ પ્રકારના પહેરવેશ અને હિજાબ પર બેન લગાવી શકે છે. કૉલેજોમાં હિજાબ પહેરીને આવવા પર અનુમતિ માંગતી બધી અરજીઓ ફગાવીને અદાલતે કહ્યુ કે ક્લાસરુમની અંદર કોડ ઑફ કન્ડક્ટ જરુરી છે, ક્લાસરૂમની બહાર ભલે છાત્રાઓ જે કોઈ ડ્રેસ પહેરે પરંતુ ક્લાસરૂમમાં સ્કૂલ-કૉલેજોના ડ્રેસ કોડને માન્યતા આપવામાં આવે. સ્કૂલ અને કૉલેજને પોતાનો ડ્રેસ કોડ નક્કી કરવાનો અધિકાર છે.

કેવી રીતે શરુ થયો આ વિવાદ

આ વિવાદની શરુઆત થોડા સમય પહેલા ત્યારે થઈ જ્યારે કર્ણાટક કેબ ઉડુપીમાં એક કૉલેજે છાત્રાઓને હિજાબ પહેરીને આવવાથી રોકી દીધા હતા. ઘણી બીજી કૉલેજોએ પણ આવુ જ કર્યુ. જેનો છાત્રાઓએ ભારે વિરોધ કર્યો અને ધરણા પ્રદર્શન કરીને કૉલેજોમાં હિજાબ સાથે આવવાની મંજૂરી માંગી. કૉલેજ પ્રશાસનનુ ના માનીને અમુક છાત્રાઓએ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી. જેમાં હાઈકોર્ટમાં એ અપીલ કરવામાં આવી કે તેમને હિજાબ સાથે કૉલેજ અટેન્ડ કરવાની મંજૂરી આપવામાં આવે પરંતુ હાઈકોર્ટે તેને ફગાવી દીધી.

English summary
Hijab issue petitioners says We will move the Supreme Court after the full high court order is out
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X