હિમાચલના ધારાસભ્યોને નહીં મળે VIP સુવિધા, CM સુક્ખુએ લીધો નિર્ણય
હિમાચલ પ્રદેશમાં ધારાસભ્યોને મળનારી VIP સુવિધાઓ બંધ કરી દેવામાં આવી છે. આવામાં હવે તેમને હિમાચલ બહાર VIP ટ્રીટમેન્ટ મળશે નહીં.
હિમાચલ પ્રદેશમાં 15મા મુખ્યમંત્રી તરીકે સુખવિંદરસિંહ સુક્ખુએ સોમવારના રોજ કાર્યભાર સંભાળ્યો છે. આ સાથે જ સુખવિંદરસિંહ સુક્ખુએ પહેલા જ દિવસે મોટો નિર્ણય લીધો છે. સુખવિંદરસિંહ સુક્ખુએ નિર્ણય કર્યો છે કે, હિમાચલ પ્રદેશમાં ધારાસભ્યોને મળનારી VIP સુવિધાઓ બંધ કરી દેવામાં આવી છે. આવામાં હવે તેમને હિમાચલ બહાર VIP ટ્રીટમેન્ટ મળશે નહીં. હવે તેમને આમ નાગરિકોની જેમ ચંદીગઢ અને દિલ્હી સ્થિત હિમાચલ સદન અને હિમાચલ ભવનમાં રહેવા માટે ભાડું ચૂકવવું પડશે.

ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
ધારાસભ્ય દળની બેઠક બાદ માહિતી આપતાં હિમાચલના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ધારાસભ્યોને મળતી વીઆઈપી સુવિધાઓ બંધ કરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં હવે ધારાસભ્યોએ પણ ચંદીગઢ અને દિલ્હી સ્થિત હિમાચલ સદન અને હિમાચલ ભવનમાં રહેવા માટે નાગરિકોની જેમ ભાડું ચૂકવવું પડશે. આ સાથે જ તેમણે મંત્રીમંડળના વિસ્તરણ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, હાઈકમાન્ડ સાથે ચર્ચા કરીને ટૂંક સમયમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે.
વિધાનમંડળ પક્ષની બેઠકમાં આગળની કાર્યવાહી અંગે પણ ચર્ચા કરવામાં આવી
વિધાનમંડળ પક્ષની બેઠકમાં આગળની કાર્યવાહી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સિવાય બાકીના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. સુખવિંદર સિંહ સુક્ખુએ પણ બેઠક દરમિયાન ધારાસભ્યોને પ્રેરિત કર્યા હતા. આવા સમયે પદ સંભાળ્યા બાદ મુખ્યમંત્રીએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહને પણ મળ્યા હતા. આ દરમિયાન ખુદ મુખ્યમંત્રીએ પ્રતિભા સિંહને પુષ્પગુચ્છ અર્પણ કર્યું હતું.
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળી છે મોટી જીત
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટી જીત મળી છે. હિમાચલ પાર્ટીએ કુલ 40 સીટો જીતી છે. જ્યારે ભાજપને માત્ર 25 બેઠકો મળી હતી. ઉલ્લેખનીય છે કે, પાર્ટીએ વિધાનસભા ચૂંટણીની જીતનો શ્રેય પ્રિયંકા ગાંધીને આપ્યો છે. કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર, પ્રિયંકા ગાંધીની રેલીઓ અને ચૂંટણી વ્યૂહરચના વધુ અસરકારક સાબિત થઈ, જેના કારણે પાર્ટીએ આટલી સીટો જીતી છે.












Click it and Unblock the Notifications
