હિમાચલ પ્રદેશમાં 200 ફીટ ઊંડી ખીણમાં પડી સ્કૂલ બસ, 24 બાળકોની મોત

Posted By:
Subscribe to Oneindia News

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના નૂરપુર નજીકના ગામડા ચેલીમાં એક પ્રાઇવેટ સ્કૂલની બસ લગભગ 200 ફીટ ઊંડી ખીણમાં પડી જતાં તેમાં સવાર 24 જેટલા બાળકોનું મોત થયું છે. આ ઘટનામાં 5 થી 12 વર્ષના માસુમ બાળકોનું મોત થયું છે. સાથે જ ડ્રાઇવર સમેત 2 શિક્ષકો એમ કુલ 29 લોકોની મોત થઇ હોવાની જાણકારી મળી છે. હિમાચલ પ્રદેશના ચીફ મિનિસ્ટર જયરામ ઠાકુરે આ ઘટના પછી મૃતકો માટે શોક વ્યક્ત કર્યો છે. સાથે જ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોને 5 લાખની સહાય આપવાની વાત પણ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં કુલ 29 લોકોની મોત થઇ છે. નોંધનીય છે કે આ ગમગીન ઘટનાથી સમગ્ર હિમાચલ પ્રદેશ શોકગ્રસ્ત થયું છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પણ જણાવ્યું કે આ દુખના અવસરે હિમાચલ પ્રદેશની સરકાર મૃતક વિદ્યાર્થીઓના પરિવારની સાથે છે.

accident

સાથે જ સરકારે ન્યાયિક તપાસનો આદેશ પણ આપ્યો છે. જેથી આ ઘટના કેવી રીતે થઇ તે અંગે જાણકારી મેળવી શકાય. જે રીતે જાણકારી મળી છે તે મુજબ બજીર રામ સિંહ પઠાનિયા મેમોરિયલ સ્કૂલની આ બસ હતી. જે ઊંડી ખીણમાં પડી ગઇ હતી. જો કે અકસ્માત પછી કેટલાક બાળકોને નજીકની હોસ્પિટલમાં પણ લઇ જઇ સારવાર આપવામાં આવી હતી. સાથે જ બાળકોને નીકાળવા માટે એનડીઆરની ટીમ પણ મોકલવામાં આવી છે તેવી જાણાકરી સુત્રો પાસેથી મળી છે. જો કે અકસ્માતના કારણે મૃતક બાળકોના પરિવારજનો પણ શોકગ્રસ્ત થયા છે. વળી મૃતકોની સંખ્યામાં પણ વધારો થવાની સંભાવના રહેલી છે. જો કે આ પહેલા પણ 2017માં યાત્રીઓ ભરેલી એક બસ હિમાચલ પ્રદેશની રામપુર જઇ રહી હતી ત્યારે અકસ્માતનના કારણે 28 લોકોની મોત થઇ હતી. જો કે આવું પહેલી વાર બન્યું છે મોટી સંખ્યામાં બાળકોને લઇ જતી સ્કૂલ ખીણમાં પડી હોય.

English summary
Himachal Pradesh: Total of 29 people have died in the school bus accident in Kangra.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.