નાના એવા દેશમાં હિન્દી માટે ઘણું માન

hindi
રાયપુર, 25 ઑગસ્ટઃ ક્ષેત્રફળ અને જનસંખ્યાની દ્રષ્ટિએ ઇઝરાઇલ એક નાનો દેશ છે. ઇઝરાઇલના લોકો સ્વયં તેને 'માનચિત્ર પર બિંદુ' કહે છે. પરંતુ આ નાના એવા શહેરના રસ્તા પર નીકળીએ તો એટલી જ ભાષા બોલાઇ છે જેટલી અમેરીકા, રુસ, કે ભારત સમાન બહુજાતીય કે બહુભાષીય દેશોમાં બોલાય છે. આ ભાષા અહીંના નાગરિકોની નહીં પરંતુ ઇઝરાઇલના એ લોકોની છે જે વિશ્વના ખુણે-ખુણેથી આવી અહીં વસવાટ કરે છે.

ઇઝરાઇલમાં હિન્દીના પ્રાધ્યાપક ડો. ગેનાદી શ્લોમ્પેરના મત પ્રમાણે, ''ત્યાંની 70 લાખની વસ્તીમાં લગભગ 70 હજાર જેટલા ભારતીય લોકો રહે છે. એમાથી સૌથી વધુ મહારાષ્ટ્રના છે અને તે ત્યાં મરાઠી બોલે છે. અશ્દોદ, દીમોના, રામ્લા જેવા નગરોમાં મરાઠી લોકોની સંખ્યા સૌથી વધુ છે. જ્યાં સ્થળે-સ્થળે ભારતીય રીત-ભાતમાં રેસ્ટોરાં અને દુકાનો છે, જ્યાં ભારતીય ભોજન મળે છે, ભારતીય સંગીત અને ફિલ્મોની કેસેટ મળે છે.''

એ સ્વાભાવિક છે કે ત્યાં વસવાટ કરી રહેલા પુર્વ નાગરિક ભારત સાથે સાંસ્કૃતિક રીતે જોડાયેલા છે. ઇઝરાઇલ સમાજમાં પણ ભારતમાં રૂચી ધરાવતા ઘણા લોકો છે. 1926માં યેરૂશલમના હિબ્રુ યુનિવર્સિટીમાં આફ્રીકી-એશીયાઇ અધ્યયન સંસ્થીનુ ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. શરુઆતમાં તેનુ સંશોધન કાર્ય અરબ દેશોની પરિસ્થિતિ પર આધારિત હતુ, પરંતુ સમય જતા વિદ્વાનોની નજર દક્ષિણ એશિયા અને પુર્વ એશિયા તરફના દેશો પર પણ પડી.

ડો. ગેનાદી માને છે કે દુનિયામાં ભારતને ચમત્કારનો દેશ ગણવામા આવે છે. એ જ વિચારને ઇઝરાઇલના નવા વિદ્વાનોને પણ પ્રાચીન ભારતની સમૃદ્ધ સંસ્કૃતિને ખોજવામાં અને સમજવામા મદદ પ્રરીત કર્યા. જે વિદ્વાનોને ઇઝરાઇલમાં ભારતીય વિદ્યા માટે પાયો નાખ્યો તેને આગળ વધાર્યુ, તેમાં પ્રો. ડેવિડ શુલ્મન, પ્રો. શઉલ મિગ્રોન અને પ્રો. વ્લાદિમાર સિરકિન પ્રમુખ છે.

ભારતના ધર્મ દર્શન, પ્રાચીન સાહિત્ય અને પ્રાચીન ભાષા ઘણા દિવસો સુધી તેમના મહત્વના વિષયો રહ્યા, પરંતુ વિદ્યાર્થીઓનો રસ જોઇને અને બન્ને દેશો વચ્ચે રાજકિય સબંધો બંધાયા બાદ તે માની ગયા કે ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કરીને તેના ઈતિહાસ અને લોકોના વર્તમાનની સ્થિતિની ઉપેક્ષા ના કરી શકાય. આફ્રીકી-એશીયાઇ અભ્યાસ સંસ્થાએ ભારતીય વિભાગમાં ભારતને લગતી નવી-નવી વાતોનુ પઠન-પાઠન શરૂ કર્યું. પછી આ ચક્ર આગળ વધતું ગયું સત્ય તો એ છેકે અહીં હિન્દીમાં પ્રચાર-પ્રસાર કરવા માટે કોઇપણ જાતના દબાણની જરૂર નથી. પ્રાચીન સંસ્કૃતિવાળી એક મોટી શક્તિની રાષ્ટ્રિય ભાષા હોવાથી હિન્દી ઇઝરાઇલમાં એક અનોખું મહત્વ દર્શાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X