હિન્દૂ પિતાની સંપત્તિ પર ઇસ્લામ કબૂલ કરી ચુકેલી દીકરીનો પણ હક

Posted By:
Subscribe to Oneindia News

જો કોઈ છોકરી ધર્મપરિવર્તન કરી હિન્દૂમાંથી ઇસ્લામ અપનાવી લે તો, શુ તેના પિતાની સંપત્તિ પર તેનો હક લાગી શકે? બોમ્બે હાઈકોર્ટ ઘ્વારા આ સવાલનો જવાબ હા આપવામાં આવ્યો છે. બોમ્બે હાઈકોર્ટ જજ મૃદુલા ભાટકર ઘ્વારા સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું કે ધર્મપરિવર્તન કરી હિન્દૂમાંથી મુસલમાન બનેલી મહિલા પણ પિતાની સંપત્તિમાં પોતાનો હક દાવો કરી શકે છે.

bombay high court

મળતી જાણકારી અનુસાર બોમ્બે હાઈકોર્ટમાં ટ્રાયલ કોર્ટના નિર્ણય વિરુદ્ધ અપીલ કરવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટ ઘ્વારા પોતાના નિર્ણયમાં મુંબઈના માટુંગા ફ્લેટ વેચવા અથવા તોડવા પર રોક લગાવી હતી. ત્યારપછી આ કેસ બોમ્બે હાઈકોર્ટમાં ચાલ્યો ગયો. બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન એક વ્યકતિ ઘ્વારા તર્ક કરવામાં આવ્યો કે તેની બહેને વર્ષ 1954 દરમિયાન ઇસ્લામ કબૂલ કરી લીધો હતો. એવામાં તેનો હક સંપત્તિ પરથી ખતમ થઇ જાય છે કારણકે તેમના પિતા હિન્દૂ છે.

આ બાબતે કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આવું જરૂરી નથી કે સંતાન અને પિતાનો ધર્મ એક સરખો હોવો જોઈએ. આ દરેક વ્યક્તિનો પોતાનો નિર્ણય છે કે તેઓ કયો ધર્મ અપનાવે છે. જજ ઘ્વારા જણાવવામાં આવ્યું કે વિરાસતનો અધિકાર જન્મતા જ હોય છે. હિન્દૂ ધર્મ છોડી ચુકેલી મહિલા પણ પિતાની સંપત્તિમાં હક ધરાવે છે.

English summary
Hindu convert can claim paternal property if the father died bombay high court.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.