મહાત્મા ગાંધીના પૂતળાને ગોળી મારનાર પૂજા શકુન પાંડેની ધરપકડ
કોઈ પણ સભ્ય સમાજમાં કોઈ વ્યક્તિની હત્યાનો ઉત્સવ નથી મનાવવામાં આવતો. પરંતુ હિન્દૂ મહાસભાની નેતા પૂજા શકુન પાંડેએ જે રીતે મહાત્મા ગાંધીની હત્યાનું નાટકીય રૂપાંતર કર્યું
કોઈ પણ સભ્ય સમાજમાં કોઈ વ્યક્તિની હત્યાનો ઉત્સવ નથી મનાવવામાં આવતો. પરંતુ હિન્દૂ મહાસભાની નેતા પૂજા શકુન પાંડેએ જે રીતે મહાત્મા ગાંધીની હત્યાનું નાટકીય રૂપાંતર કર્યું તે વિચારવા પર મજબુર કરે છે કે આખરે કઈ પ્રકારની વિચારધારા દેશમાં પેદા થઇ રહી છે. આ ઘટના પછી પોલીસે પૂજા શકુન પાંડેની મંગળવારે અલીગઢથી ધરપકડ કરી છે. તેની સાથે સાથે પૂજાના પતિ અશોક પાંડેની પણ અટક કરવામાં આવી છે. પૂજા આ વીડિયો સામે આવ્યા પછી લાપતા હતી.

12 લોકો પર કેસ નોંધ્યો
આ મામલે ઉત્તરપ્રદેશ પોલીસે પૂજા શકુન પાંડે સહીત 12 લોકો પર કેસ નોંધ્યો છે. આ મામલે પોલીસે ગયા અઠવાડિયે ત્રણ લોકોની ધરપકડ કરી હતી જેઓ આ વીડિયોમાં જોવા મળી રહ્યા હતા.

શું છે મામલો
બુધવારે અલીગઢમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 71મી પુણ્યતિથિ પર અખિલ ભારતીય હિંદુ મહાસભાના સભ્યોએ શૌર્ય દિવસ રૂપે મનાવ્યો. હિંદુ મહાસભાના કાર્યકર્તાઓએ મહાત્મા ગાંધીની હત્યાના સીનને રીક્રિએટ કરને બાપુના પૂતળાને ગોળી મારી પછી તેનું દહન કર્યુ. આ દરમિયાન હિંદુ મહાસભાના કાર્યકર્તાઓએ ‘મહાત્મા નાથુરામ ગોડસે અમર રહે' ના નારા પણ લગાવ્યા. આ દરમિયાન હિંદુ મહાસભાના રાષ્ટ્રીય સચિવ ડૉ. પૂજા શુક્લ પાંડેના નેતૃત્વમાં ગાંધીવધ રૂપે મનાવીને ગોડસેનો ફોટાને માળા પહેરાવીને પુષ્પાંજલિ આપવામાં આવી અને મિઠાઈનું વિતરણ કરવામાં આવ્યુ.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો
તમને જણાવી દઈએ કે ગાંધીજીની પુણ્યતિથિના પ્રસંગે નૌરંગાબાદ વિસ્તારના એક ઘરમાં હિંદુ મહાસભાના કાર્યકર્તાઓએ ગાંધીના પૂતળા પર એર પિસ્ટલથી ગોળીઓ ધરબી દીધી. આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. વીડિયો વાયરલ થયા બાદ હિંદુ મહાસભાના 8 કાર્યકર્તાઓ અને 4 અજ્ઞાતમાં કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમાં હિંદુ મહાસભાની મહિલા નેતા પૂજા શકુન પાંડેનું નામ પણ શામેલ છે. પૂજા શકુન પાંડે નામની આ મહિલા નેતા હિંદુ મહાસભાની રાષ્ટ્રીય મહાસચિવ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
