For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'દેશભક્ત હતો ગોડસે, દેશહિતમાં મહાત્મા ગાંધીને માર્યા'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 ડિસેમ્બર: ધર્માંતરણ પર બબાલ હજી શાંત નથી થઇ, એવામાં અખિલ ભારતીય હિંદુ મહાસભાએ હવે નવા વિવાદને જન્મ આપ્યો છે. હિન્દુ મહાસભાની માંગ છે કે આખા દેશમાં ગાંધીજીના હત્યારા નાથૂરામ ગોડસેની મૂર્તિ લગાવવામાં આવે. મીડિયા સાથેની વાતચીતમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય મહાસચિવ મુન્ના શર્માએ જણાવ્યું છે કે તેઓ આ અંગે કેન્દ્ર સરકારને માંગ પત્ર મોકલી રહ્યા છે.

હિન્દુ મહાસભા અનુસાર ગોડસે એક દેશભક્ત હતો અને તેણે દેશહિતમાં ગાંધીની હત્યા કરી હતી. હિંદુ મહાસભાની માંગ છે કે મુસલમાનોના નામ પર બનેલા માર્ગોનું નામ બદલી દેવામાં આવે. મહાસભાએ જણાવ્યું કે હિંદુઓ પર અત્યાચાર કરનારા ઓરંગજેબના નામ પર માર્ગ છે જેને બદલવાની જરૂર છે.

ગોડસેએ 30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીની હત્યા કરી હતી પરંતુ હિન્દુ મહાસભા તેને શહીદ માને છે. તેમનું માનવું છે કે ગોડસે દેશભક્ત હતો અને તેણે દેશહિતમાં પોતાનો જીવ આપ્યો. હિન્દુ મહાસભા અનુસાર જ્યારે ભાજપના સાંસદ સાક્ષી મહારાજે ગોડસેને દેશભક્ત ગણાવ્યા ત્યારે તેમને આ વિચાર આવ્યો.

hindu mahasabha
નોંધનીય છે કે હિન્દુ મહાસભા આઝાદી પહેલા બનેલું સંગઠન છે, જેના અધ્યક્ષ મદન મોહન માલવીય, લાલા લાજપત રાય, વીડી સાવરકર અને શ્યામા પ્રસાદ મુખર્જી રહી ચૂક્યા છે.

આ નિવેદન બાદ રાજકીય ગલિયારામાં વિવાદોનું વંટોળ ઊઠ્યું છે. બીએસપી સુપ્રીમો માયાવતીએ ભાજપ પર હુમલો કરતા જણાવ્યું કે આ સંગઠન ભાજપનું સહયોગી છે. ભાજપની જવાબદારી બને છે કે પોતાના સહયોગી સંગઠન પર પ્રતિબંધ લગાવે. નાથૂરામ ગોડસેની મૂર્તિ લગાવવી યોગ્ય નથી. એક બાજુ તો બીજેપી કહે છે કે તે ગાંધીના આદર્શો પર ચાલી રહી છે, પરંતુ બીજી તરફ તેઓ ગોડસેની પ્રતિમા લગાવવાની વાતો કરી રહ્યા છે.

જ્યારે ભાજપી નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે તમામ સંગઠન છે, બહાર શું બોલી રહ્યા છે, તેની જવાબદારી તો અમારી નથી. મહાત્મા ગાંધીનો હત્યારો દેશનો દુશ્મન છે. આપણે તેને મહિમામંડિત નહીં કરીએ. કાનૂની કાર્યવાહી થશે.

English summary
Hindu Mahasabha wants to install Godse's bust at public places.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X