For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઘાનિસ્તાનમાં ફસાયેલા હિન્દુ-શીખ ભારતીયો આજે ભારત આવશે

અફઘાનિસ્તાનમાં ફસાયેલા હિન્દુ-શીખ ભારતીયો આજે ભારત આવશે

|
Google Oneindia Gujarati News

અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી બાદથી અફઘાનિસ્તાનમાં રહેતા લોકોનું પલાયન યથાવત છે. હાલાત થોડા સામાન્ય થયા બાદ ભારતે ફરી એકવાર અફઘાનિસ્તાનથી પોતાના નાગરિકોને બહાર કાઢવાનું કામ શરૂ કરી દીધું છે. ભારત સરકાર દ્વારા અફઘાન મોકલાયેલ સ્પેશિયલ ચાર્ટર્ડ વિમાન આજે દિલ્હી પહોંચે તેવી સંભાવના છે. આ વિમાનમાં અફઘાન મૂળના હિન્દુ અને શીખ સમુદાયના નાગરિકોને પણ લાવવામાં આવી રહ્યા છે.

afghanistan

ઈન્ડિયન વર્લ્ડ ફોરમના અધ્યક્ષ પીએસ ચંડોકે જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારથી પરેશાન સ્થાનિક હિન્દુ-શીખ સમુદાયના લોકો ઉપરાંત ભારતીય નાગરિકોના અફઘાન મૂળના પતિ/પત્નીને પણ ભારત લાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું, આ ગર્વની વાત છે કે અફઘાનિસ્તાનમાં ઐતિહાસિક ગુરુદ્વારોના 3 પવિત્ર શ્રી ગુરુ ગ્રંથ સાહિબ જી અને પ્રાચીન 5મી સદીના અસમાઈ મંદિર, કાબુલથી રામાયણ, મહાભારત અને ભગવત ગીતા સહિત હિન્દુ ધાર્મિક ગ્રંથોને વિમાનમાં લાવવામાં આવી રહ્યા છે.

ઈન્ડિયન વર્લ્ડ ફોરમના અધ્યક્ષ પુનીત સિંહ ચંડોકે એક નિવેદનમાં કહ્યું કે અફઘાનિસ્તાનમાં પ્રતાડિત થયેલા લોકોના આગમન બાદ સોબતી ફાઉન્ડેશન દ્વારા તેમનો પુનર્વાસ કરવામાં આવશે.

English summary
hindu-shikh trapped in afghanistan will return to india today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X