રાહુલ ગાંધીએ કહ્યું, 'હિન્દુસ્તાનમાં ખૂબ જ ગુસ્સો છે'

રાહુલે જણાવ્યું કે પંજાબના એક વિધાયક મારી પાસે આવ્યા અને જણાવ્યું કે હું પરેશાન છું કે મારા રૂમમાં એક વ્યક્તિ આવ્યો અને કહ્યું કે 1990માં હું આતંકવાદી હતો અને આપના પરિવારને મારવા માંગતો હતો.
પરંતુ હવે હું બદલાઇ ગયો છું. રાહુલે સમજાવ્યું કે એ શખ્સ ગુસ્સામાં આંધળો થઇ ગયો હતો. મેં મારા ગૃહમંત્રીને જણાવ્યું કે આપણે આપણા સીઆરપીએફ જવાનો માટે ઘણું બધું કરવાનું બાકી છે.
ભારત એક વિચાર છે અને જવાનો, લોકો અને નેતાઓ દ્વારા તે બનેલો સામુહિક વિચાર છે. આપણે આ વિચારને મજબૂત બનાવવો પડશે. હિન્દુસ્તાનમાં ખૂબ જ ગુસ્સો છે. આપણે ગુસ્સાને ઓછો કરવો પડશે. એ સમયે પંજાબના યુવાનોમાં પણ ખૂબ જ ગુસ્સો હતો. પંજાબનો એ યુવાન હવે દેશનું કામ કરે છે.












Click it and Unblock the Notifications
