એઇડ્સગ્રસ્ત ઑટો ડ્રાઇવરે 300 મહિલાઓ સાથે કર્યો અસુરક્ષિત યૌન સંબંધ

Posted By:
Subscribe to Oneindia News

તબિબી તપાસમાં એઇડ્સ પિડીત હોવાની વાત ખબર પડ્યા બાદ એક ઑટો ડ્રાઇવર શેતાન બની ગયો. અને તેણે પોતાની આ નાઇલાજ અને જીવલેણ બિમારી 300 મહિલાઓને આપી દીધી. જી હા, આ ઘટના હૈદરાબાદની છે. જ્યાં એક ઑટો ચાલકે 300 મહિલાઓને HIV પીડિત બનાવી દીધી છે.

Aids

પોલીસ તપાસમાં મળેલી જાણકારી મુજબ આરોપી ડ્રાઇવરે ત્રણ લગ્ન કર્યા હતા અને તે મલ્કાનગીરીનો રહેવાસી હતો. પોલીસે જણાવ્યુ હતુ કે ડ્રાઇવરની એક સોફ્ટવેર એન્જીનીયરના ઘરમાં ચોરી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પૂછપરછમાં જ્યારે તેણે પોતાની સ્ટોરી જણાવી ત્યારે સૌ કોઇ અચંબામાં પડી ગયા. તેણે ખુલાસો કર્યો હતો કે કેટલાક મહિના પહેલા જ તેને ખબર પડી હતી કે તેને એઇડ્સ છે.

ત્યારબાદ તેણે જાણીજોઇને મહિલાઓની સાથે અસુરક્ષિત યૌન સંબંધો બનાવ્યા હતા. HIV પોઝીટીવ આવ્યા બાદ તેણે રેડ લાઇટ વિસ્તારમાં જવાની શરૂઆત કરી દીધી. એટલુ જ નહિં તેણે ઘરેલુ મહિલાઓને પણ પોતાની આ બિમારીની ઝપેટમાં લઇ લીધી હતી. ઘરેલુ મહિલાઓના સંપર્કમાં તે તેમના બાળકોને સ્કુલેથી લાવવા લઇ જવા દરમ્યાન સંપર્કમાં આવ્યો હતો. જો કે હાલમાં આરોપી કસ્ટડીમાં છે.

English summary
An HIV-positive auto driver in Hyderabad has shocked the police with his admission that he intentionally had sex with over 300 women, many of them sex workers.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.