For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામના ભડકાઉ ભાષણની તપાસ થશે : પાટીલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

r-r-patil
મુંબઇ, 19 માર્ચ: નવી મુંબઇમાં આસારામ બાપુના હોળી કાર્યક્રમમાં મીડિયાકર્મીઓ સાથે થયેલી ગેરવર્તણૂકનું કારણ ભડકાઉ ભાષણ હતું આવું મહારાષ્ટ્રના ગૃહમંત્રીનું કહેવું છે જે હવે ભાષણની તપાસ અને હંગામો કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની વાત કરી રહ્યાં છે.

જો કે સોમવારે નવી દિલ્હીમાં આસારામ બાપુના હોળી કાર્યક્રમ દરમિયાન તેમના સમર્થકોએ પત્રકારો પર હુમલો કરી રહ્યાં છે. પત્રકારો પર પથ્થરમારો કર્યો અને તેમની સાથે મારપીટ પણ કરવામાં આવી.

હવે મહારાષ્ટ્ર સરકારે આ મુદ્દાની નોંધ લીધી છે. રાજ્યના ગૃહમંત્રી આર આર પાટીલે કહ્યું હતું કે આવા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે જે આમાં સામેલ છે. આ તોડફોડમાં એક ન્યુઝ ચેનલોનો કેમેરો પણ તોડી પાડ્યો હતો અને કેમેરામેન સાથે મારપીટ કરી હતી.

જો કે આ હોબાળો ત્યાર શરૂ થયો જ્યારે થાણે મહાનગરપાલિકાએ આસારામ બાપુને હોળી રમવા માટે પાણી આપવાની મનાઇ કરી દિધી. ત્યારબાદ આસારામના સમર્થકોએ હંગામો શરૂ કરી દિધો.

આસારામ બાપુના આ હોળી કાર્યક્રમને લઇને મહારાષ્ટ્રમાં હોબાળો મચ્યો છે. આરોપ છે કે એક તરફ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો દુકાળ સામનો કરી રહ્યાં છે પરંતુ આસારામ બાપુ હોળી રમવાના ચક્કરમાં હજારો લીટર પાણીનો બગાડ કરી રહ્યાં છે. રવિવારે નાગપુરમાં પણ આસારામ બાપુ હોળી રમ્યા હતા ત્યારબાદ હોબાળો મચ્યો હતો.

English summary
Maharashtra Home Minister Asaram Babu came down heavily on spiritual guru Asaram Bapu saying that wastage of water for pre-Holi celebrations was uncalled for.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X