ભારતમાં આ જગ્યાઓએ ક્યારેય હોળીની ઉજવણી નથી થતી, કારણ જાણીને ચૌકી જશો
ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના ડિસા તાલુકામાં આવેલા રામસણ ગામમાં કોઈ પણ લોકો હોળીની ઉજવણી કરતા નથી. માન્યતા અનુસાર અહીં 200 વર્ષથી હોળીની ઉજવણી થતી નથી.

દેશભરમાં હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતભરમાં લોકો પરંપરાઓ અનુસાર ઉજવણી કરે છે. જો કે તમને એ જાણીને નવાઈ લાગશે કે ભારતમાં કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં લોકો વર્ષોથી હોળીની ઉજવણી નથી કરતા. આમ કરવા પાછળના કારણ પણ ચૌકાવનારા છે.

રામસણ ગામ - ગુજરાત
ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના ડિસા તાલુકામાં આવેલા રામસણ ગામમાં કોઈ પણ લોકો હોળીની ઉજવણી કરતા નથી. માન્યતા અનુસાર અહીં 200 વર્ષથી હોળીની ઉજવણી થતી નથી. આમ કરવા પાછળ શ્રાપ જવાબદાર હોવાની માન્યતા છે.

તમિલનાડુ
ભારતના દક્ષિણમાં આવેલા તમિલનાડુમાં પણ લોકો હોળીને કોઈ ખાસ મહત્વ આપતા નથી. અહીંના લોકો હોળીના તહેવાર દરમિયાન તેમનો તહેવાર માસી માગમ મનાવે છે.

હાથખોહ ગામ - બુંદેલખંડ
બુંદેલખંડના સાગર જિલ્લાના હાથખોહ ગામમાં પણ હોળીની ઉજવણી કરાતી નથી. અહીં લોકો હોળીનો તહેવાર ઉજવતા નથી. આ ગામમાં હોલિકાનું દહન ન કરવા પાછળ કારણ અપાય છે કે દેવી માતા પ્રગટ થયા અને હોળી ન ઉજવવાનું કહ્યું છે.

દુર્ગાપુર - ઝારખંડ
ઝારખંડના દુર્ગાપુર ગામમાં પણ હોળીની ઉજવણી કરાતી નથી. આ ગામમાં 100 વર્ષથી લોકો હોળીની ઉજવણી કરતા નથી. માન્યતા અનુસાર, અહીં હોળીના દિવસે રાજાના પુત્રનું અવસાન થતા ત્યારથી હોળીની ઉજવણી કરતા નથી.

રૂદ્ધપ્રયાગ - ઉત્તરાખંડ
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેટલાક ગામોમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી. રુદ્રપ્રયાગના કુલી અને કુર્જાન ગામમાં ક્યારેય હોળીની ઉજવણી થતી નથી.












Click it and Unblock the Notifications
