For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૃહ મંત્રી અમિત શાહ અને સીએમ યોગીને મળી જાનથી મારી નાખવાની ધમકી, સીઆરપીએફને મળ્યો મેલ

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મારી નાખવાની ધમકી આપતો એક ઈ-મેઇલ મળ્યો છે. આ મેલમાં સીએમ યોગી અને અમિત શાહને જાનથી મારી નાખવાની ધમક

|
Google Oneindia Gujarati News

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મારી નાખવાની ધમકી આપતો એક ઈ-મેઇલ મળ્યો છે. આ મેલમાં સીએમ યોગી અને અમિત શાહને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકીભર્યો મેલ આવ્યા બાદ સીઆરપીએફ કચેરીમાં ખળભળાટ મચી ગયો હતો. સીઆરપીએફ અને અન્ય એજન્સીઓ સતર્ક બની ગઇ છે.

Amit shah

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સીઆરપીએફને થોડા દિવસો પહેલા યુ.પી.ના સીએમ યોગી આદીત્યનાથ અને ગૃહ પ્રધાન અમિત શાહને આત્મઘાતી હુમલાથી મારી નાખવાની ધમકી આપતો એક ઇમેઇલ મળ્યો છે. આ ઉપરાંત મેલ દ્વારા ધાર્મિક સ્થળો અને મહત્વપૂર્ણ મથકો ઉપર હુમલો કરવાની ધમકી પણ આપવામાં આવી છે. આ ઇમેઇલ સીઆરપીએફની થ્રેટ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા એનઆઈએ સહિતની ગુપ્તચર એજન્સીઓને સોંપવામાં આવી છે. આ ઇમેઇલ પછી તમામ એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.
આ ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લશ્કર-એ-તૈયબા આતંકીઓ દેશની અંદર છુપાયેલા છે. આ ઉપરાંત 3 રાજ્યોમાં 200 કિલો ઉચ્ચ ગ્રેડ આરડીએક્સનો પણ આ મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઇમેઇલમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં 11 થી વધુ આતંકવાદીઓ અને આત્મઘાતી બોમ્બર્સ સક્રિય છે. આ ઇમેઇલ મોકલનાર છેવટે લખે છે કે અમે અજ્ઞાત છીએ, અમે સૈન્ય છીએ, અમે માફ કરતા નથી, ભૂલી જતાં નથી, અમારી રાહ જુઓ.
સીઆરપીએફના ડીજીપી કુલદીપસિંહે કહ્યું કે, અમે મહારાષ્ટ્ર અને કેન્દ્રની સંબંધિત એજન્સીઓને ઇમેઇલ મોકલી દીધો છે. તેઓ તેના પર કામ કરી રહ્યા છે અને અમે તેમની સૂચના મુજબ કામ કરીશું. તમને જણાવી દઇએ કે સીએમ યોગીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે ત્યારે આ પહેલો કેસ નથી. આ પહેલા પણ ગયા વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં આગ્રામાં સીએમ યોગીને ધમકી આપવાના બે અલગ અલગ કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો: TMC ઉમેદવાર સુજાતા માંડલ પર ઇંટોથી હુમલો, લાકડી લઇને પાછળ દોડવાનો લગાવ્યો આરોપ

English summary
Home Minister Amit Shah and CM Yogi receive death threats, CRPF receives mail
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X