For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gas Leak: ગૃહમંત્રી અમિત શાહે અધિકારીઓ સાથે વાતચીત કરી

Gas Leak: ગૃહમંત્રી અમિત શાહે અધિકારીઓ સાથે વાતચીત કરી

|
Google Oneindia Gujarati News

વિશાખાપટ્ટનમઃ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક કેમિકલ પ્લાન્ટના એકમમાં સવારે ગેસ લિક થયો. ગેસ લીક થવાની ઘટનામાં અત્યાર સુધી 7 લોકોના મોત થઈ ચૂક્યાં છે. આ ઘટના વિશાખાપટ્ટનમ જિલ્લાના આરઆર વેંકટપુરમ ગામથી સામે આવી છે. આરઆર વેંકટપુરમ ગામમાં સ્ટાઈલિન ગેસ લિક બાદ એક બાળક સહિત ઓછામાં ઓછા સાત લોકોના મોત થયાં છે અને 120 જેટલા લોકોને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે આ ઘટનાને પરેશાન કરી દેતી ઘટના ગણાવી.

amit shah

અમિત શાહે ટ્વીટ કરી કહ્યું, 'વિશાખાપટ્ટનમમાં થયેલ ઘટના પરેશાન કરતી છે. NDMAના અધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ સાથે વાત કરી. અમે સ્થિતિ પર સતત અને નજીકથી નજર રાખી રહ્યા છીએ. વિશાખાપટ્ટનમના લોકો સારા થાય તેવી પ્રાર્થના કરું છું.' જ્યારે NDRF ડીજીએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું કે NDRF દ્વારા કરવામાં આવી રહેલ રાહત અને બચાવ અભિયાનમાં કુલ 27 વ્યક્તિ સામેલ છે, જે ઔદ્યોગિક લિકથી નિપટવામાં નિષ્ણાંત છે.

આ મામલે આંધ્ર પ્રદેશના ગવર્નર ઑફિસે કહ્યું કે, રાજ્યપાલે આ ઘટના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે અધિકારીઓને બચાવ અભિયાન ચલાવવાનો આદેશ આપ્યો છે. રાજ્યપાલે રેડ ક્રોસ સ્વયંસેવકોની સેવાઓનો લાભ ઉઠાવવાનું સૂચન કર્યું છે. સાથે જ તેમણે વિશાખાપટ્ટનમ રેડ ક્રોસ યૂનિટને ચિકિત્સા શિબિરોની રચના કરવાનો આદેશ આપ્યો છે.

જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું કે વિશાખાપટ્ટનમ ગેસ લીક ઘટના વિશે જાણીને ઘણું દુખ થયું. મૃતકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે, હું તમામની સલામતીની દુવા કરું છું. હું પાર્ટી કાર્યકર્તાઓને સ્વાસ્થ્ય પ્રોટોકોલનું પાલન કરતા પ્રશાસન સાથે સમન્વયમાં શક્ય તમામ રાહત પ્રદાન કરવાનો આગ્રહ કરું છું.

વિશાખાપટ્ટનમઃ ઝેરીલી ગેસ ગળતરથી હાલાત બગડ્યા, 3ના મોતવિશાખાપટ્ટનમઃ ઝેરીલી ગેસ ગળતરથી હાલાત બગડ્યા, 3ના મોત

English summary
home minister amit shah jp nadda on Vizag Gas Leak incident chemical gas leakage in andhra pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X