For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૃહમંત્રી અમિત શાહ : યુપીની કાયદો અને વ્યવસ્થા જોઈને મારું લોહી ઉકળતું હતું

ઉત્તર પ્રદેશમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે લખનઉ પહોંચ્યા અને ચૂંટણીની તૈયારીઓ અને વ્યૂહરચના પર વિચારણા કરી હતી. આ દરમિયાન અમિત શાહે SP અને BSP પર આકરા પ્રહારો કર્યા હતા.

|
Google Oneindia Gujarati News

લખનઉ : ઉત્તર પ્રદેશમાં 2022ની અંદર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે લખનઉ પહોંચ્યા અને ચૂંટણીની તૈયારીઓ અને વ્યૂહરચના પર વિચારણા કરી હતી. આ દરમિયાન અમિત શાહે સમાજવાદી પાર્ટી (SP) અને બહુજન સમાજ પાર્ટી (BSP) પર આકરા પ્રહારો કર્યા હતા. શાહે કહ્યું કે, યુપીમાં ઘણા વર્ષો સુધી SP-BSP, BSP-SPની રમત ચાલુ રહી હતી. તેઓએ ઉત્તર પ્રદેશને બરબાદ કરી નાખ્યું હતું.

amit shah

ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા જોઈને મારું લોહી ઉકળી ઊઠતું હતું

મંચને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે પૂછ્યું કે, તે સમયે ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી હતી. એટલું જ નહીં, શાહે કહ્યું કે, યુપીમાં કાયદો અને વ્યવસ્થા જોઈને મારું લોહી ઉકળી ઊઠતું હતું. પશ્ચિમ ઉત્તર પ્રદેશના કૈરાનથી લોકોએ પલાયન કરી જતા હતું, ત્યારે લખનઉના શાસકોની ઉંઘ પણ ઉડી ન હતી. શાહે કહ્યું કે, આજે હું કહેવા આવ્યો છું કે હવે ઉત્તર પ્રદેશની અંદર કોઈની હિમ્મત નથી કે પલાયન કરે.

આજે 16 વર્ષની છોકરી ઘરેણા પહેરીને પણ રાત્રે 12 વાગે બહાર નીકળી શકે છે

અમિત શાહે જણાવ્યું હતું કે, યુપીના દરેક જિલ્લામાં બે-ત્રણ બાહુબલી હતા, પણ આજે હું દૂરબીન વડે જોઉં છું તેમ છતા મને બાહુબલી ક્યાંય દેખાતા નથી. પહેલાની સરકારોમાં છોકરીઓ ઘરની બહાર નીકળતી શકતી ન હતી. મેરઠમાં યુનિવર્સિટી હોવા છતાં પણ વિદ્યાર્થિનીઓને દિલ્હીમાં રહીને ભણવું પડતું હતું. કારણ કે, તેમની સલામતી ન હતી, પરંતુ આજે કોઈ પણ તહેવાર હોય તો 16 વર્ષની છોકરી ઘરેણા પહેરીને પણ રાત્રે 12 વાગે પણ સ્કૂટી પર યુપીના રસ્તાઓ પર નીકળી શકે છે.

ભાજપે યુપીને ખૂબ આગળ લઈ જવાનું કામ કર્યું

આ સાથે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આ પરિવર્તન માત્ર અને માત્ર ભારતીય જનતા પાર્ટીના કારણે જ આવ્યું છે. ભાજપે યુપીને ખૂબ આગળ લઈ જવાનું કામ કર્યું છે.

સરકાર પરિવારો માટે નથી પરંતુ ગરીબમાં ગરીબ લોકો માટે છે

ભાજપે પહેલીવાર સાબિત કર્યું છે કે, સરકાર પરિવારો માટે નથી પરંતુ ગરીબમાં ગરીબ લોકો માટે છે. ઉત્તર પ્રદેશને તેની ઓળખ પાછી અપાવવાનું કામ ભાજપે કર્યું છે. ઉત્તર પ્રદેશને દેશનું સૌથી અગ્રણી રાજ્ય બનવા તરફ લઈ જવા ભાજપે ઘણું કામ કર્યું છે

English summary
Home Minister Amit Shah said Seeing the law and order in UP, my blood was boiling.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X