For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં રાજનાથ સિંહઃ અમે 5 વર્ષમાં પાકિસ્તાન પર ત્રણ વાર કરી એર સ્ટ્રાઈક

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે શનિવારે પાકિસ્તાનમાં આતંકીઓ સામે કરવામાં આવેલી એર સ્ટ્રાઈક વિશે એક મોટો ખુલાસો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે શનિવારે પાકિસ્તાનમાં આતંકીઓ સામે કરવામાં આવેલી એર સ્ટ્રાઈક વિશે એક મોટો ખુલાસો કર્યો છે. કર્ણાટકના બેંગલુરુમાં એક સભાને સંબોધિત કરતા ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે છેલ્લા 5 વર્ષોમાં ભારતીય સેનાએ ત્રણ વર સીમા પાર જઈને એર સ્ટ્રાઈક કરી સફળતા મેળવી છે. આ દરમિયાન રાજનાથે સ્પષ્ટ કર્યુ કે તે બે એર સ્ટ્રાઈકની માહિતી તો આપશે પરંતુ ત્રીજી સ્ટ્રાઈક વિશે કંઈ જણાવી નહિ શકે.

5 વર્ષમાં ત્રણ એર સ્ટ્રાઈક કરી

5 વર્ષમાં ત્રણ એર સ્ટ્રાઈક કરી

ગૃહમંત્રીએ કહ્યુ, ‘હું જણાવવા ઈચ્છુ છુ કે છેલ્લા પાંચ વર્ષમાં અમે ત્રણ વાર પોતાની સીમાની બહાર જઈને એર સ્ટ્રાઈક કરીને સફળતા મેળવી છે. બેની જાણકારી તો હું આપીશ પરંતુ ત્રીજા વિશે નહિ જણાવુ. એક વાર ઉરીમાં પાકિસ્તાની આતંકીઓએ આપણા 17 સૂતેલા સેનાના જવાનોના જીવ લઈ લીધા હતા. ત્યારબાદ આપણી સેનાના જવાનોએ નિર્ણય કર્યો.. અને ત્યારબાદ જે થયુ તેની તમને માહિતી છે જણાવવાની જરૂર નથી. બીજી એર સ્ટ્રાઈક થઈ પુલવામા હુમલા બાદ પરંતુ ત્રીજીની માહિતી નહિ આપુ. હવે આ નબળુ ભારત નથી રહ્યુ.'

એર સ્ટ્રાઈકથી ભારતમાં અમુક લોકોને શોક લાગ્યો

રાજનાથ સિંહે પાકિસ્તાનને સીધો સંદેશ આપતા કહ્યુ કે જો પાકિસ્તાનની ધરતી પર આતંકવાદના કેમ્પો ચાલતા રહેશે તો તેને ઘણી મોટી કિંમત ચૂકવવી પડશે અને એ વાતનો અહેસાસ આપણી સેનાના જવાનોએ પાકિસ્તાનને કરાવી દીધો છે. વળી, વિપક્ષ દ્વારા એર સ્ટ્રાઈક વિશે ઉઠાવાઈ રહેલા સવાલો પર બોલતા તેમણે કહ્યુ કે ભારતે પાકિસ્તાનના આતંકવાદી કેમ્પો પર કાર્યવાહી કરી તો પાકિસ્તાન રઘવાયુ થાય તે તો સમજમાં આવે છે પરંતુ અહીં અમુક લોકોને શોક લાગ્યો છે. તે અમારી પાસેથી પુરાવા માંગી રહ્યા છે કે પ્રમાણ લાવો.

કોંગ્રેસની ના તો નીતિ સાફ છે અને ના તો નિયત

કોંગ્રેસની ના તો નીતિ સાફ છે અને ના તો નિયત

રાજનાથ સિંહે કહ્યુ કે આતંકવાદ અને આતંકવાદીઓ વિશે કોંગ્રેસના દોસ્તોનું વલણ એટલુ ભ્રામક અને ખતરનાક છે કે કોંગ્રેસના અમુક નેતા ઓસામા બિન લાદેન જેવા આતંકવાદીને ઓસામાજી કહે છે. હાફિઝ સઈદને હાફિઝજી કહે છે. તેમણે આગળ કહ્યુ કે આતંકવાદના સવાલ પર આવા લોકોની ના તો નીતિ સાફ છે અને ના નિયત સાફ છે. આ પહેલા શુક્રવારે ગૃહમંત્રીએ કહ્યુ હતુ કે એરફોર્સના પાયલટ પાકિસ્તાનમાં એક મિશન હેઠળ ગયા હતા, ના કે મઝા માટે કે ફૂલ નાખવા માટે.

આ પણ વાંચોઃ ભાજપ પ્રવકતાના વાંધાજનક ટ્વિટ પર કેજરીવાલ, 'મોદીજી આ તમારો ચેલો છે'આ પણ વાંચોઃ ભાજપ પ્રવકતાના વાંધાજનક ટ્વિટ પર કેજરીવાલ, 'મોદીજી આ તમારો ચેલો છે'

English summary
home-minister-rajnath-singh-claims-we-did-3-airstrikes-in-5-years-but-won-t-talk-about-third-strike
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X