For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

... તો દેશમાં બની જશે 50 રાજ્ય

|
Google Oneindia Gujarati News

sushilkumar
નવી દિલ્હી, 5 ઑગસ્ટઃ આંધ્ર પ્રદેશથી અલગ કરીને નવું તેલંગણા રાજ્યની માગણી માનવું કેન્દ્રની યુપીએ સરકાર માટે મોટી મુશ્કેલી બની ગયું છે. તેલંગણા બાદ હવે અલગ-અલગ રાજ્યોની માંગ વધવા લાગી છે. કેન્દ્ર નવા રાજ્યોના નિર્માણ સાથે જોડાયેલી તમામ માંગોને માની લે તો નજીકના ભવિષ્યમાં ભારતમાં ઓછામા ઓછા 50 રાજ્યો થઇ જશે.

તેલંગણા રાજ્યને મંજૂરી આપ્યા બાદ ગૃહમંત્રાલયને 20થી વધુ નવા રાજ્યોના નિર્માણ માટે પ્રસ્તાવો મળ્યા છે. ખાસ વાત એ છે કે નવા રાજ્યો સાથે જોડાયેલી માંગો આખા દેશમાંથી આવી છે. જેમાં મણિપુરમાં કુકીલેન્ડ, તમિળનાડુમાં કંગુનાડુ, નોર્થ બંગાળમાં કામતાપુર અને કર્ણાટકમાં તુલુનાડુ પણ સામેલ છે. હવે ગૃહ મંત્રાલય માટે આ માંગોને માનવી મોટી મુશ્કેલી બની ગયું છે. તેવામાં જો સરકાર આ માંગણીને સ્વિકારી લે તો ભારતમાં 50થી વધુ રાજ્યો બની જશે.

તેલંગણા બાદ દેશમાં અલગ-અલગ ભાગોથી અલગ રાજ્ય માટે માંગો ઉઠવા લાગી છે. અલગ રાજ્ય માટે પ્રદર્શન થઇ રહ્યાં છે. આસામના કાર્બી આંગલાંગમાં હિંસા જારી છે. કાર્બી આંગલાંગમાં સતત પાંચમા દિવસે પણ અલગ રાજ્યને લઇને ચાલી રહેલી હિંસા જારી રહી. બંધ દરમિયાન સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત રહ્યું. પ્રદર્શનકારીઓએ સરકારી ઓફિસ ઉપરાંત કેટલાક નેતાઓની સંપત્તિને આગ ચાંપી. કર્ફ્યુમાં 4 કલાકની છૂટ રહી, ત્યારબાદ ફરીથી લાગુ કરી દેવામાં આવ્યું. બીજી તરફ દાર્જલીંગમાં પણ પ્રદર્શન જારી છે. અલગ રાજ્યની માંગને લઇને સંઘર્ષ કરી રહેલા ગોરખા જનમુક્તિ મોર્ચા રાજ્યભરમાં પ્રદર્શન કરી રહ્યાં છે.

English summary
India may have at least 50 states one day if every demand for a new state is conceded. The Home Ministry has received representations for the creation of more than 20 states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X